પ્રસ્તાવના
અમૂક લોકો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ વાંધો ઉઠાવ્યો છે અને આપ (અ.સ.)ને ખિલાફતના હક્કથી વંચિત કરવામાં આવ્યા. બીજી બાજુ, જ્યારે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓ આદીલ છે તો એ શકય નથી કે નહજુલ બલાગાહમાં આ પ્રકારનો ખુત્બો હોય જે ઈમામ અલી (અ.સ.)થી મન્સુબ હોય.
અલબત્ત, આપણે આ વાંધાને રદ્દ કરવા માટે અમૂક સહાબીઓના ભ્રષ્ટ અને મુનાફીક સ્વભાવના બારામાં રદ ન કરી શકાય તેવી દલીલો અને સ્પષ્ટ પુરાવાઓ રજૂ કરી શકીએ છીએ.
પ્રથમ: સહાબી એટલે કોઈની સાથે થોડો સમય પસાર કરવો, ભલે પછી તે થોડી વાર માટે હોય કે લાંબા સમયગાળા માટે.
બધા જ ઈસ્લામી ફીર્કાઓ પોતાના મતમાં એકમત છે કે શબ્દ ‘સહાબા’ સર્વસામાન્ય રીતે તે દરેકનો સમાવેશ કરે છે જેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો અથવા કમ સે કમ જાહેરમાં ઈસ્લામ કબુલ કર્યો હોય.
મોટાભાગના એહલે સુન્નત આ વિશાળ વ્યાખ્યાના આધારે દાવો કરે છે કે બધા સહાબીઓ આદીલ છે. અલબત્ત, અમૂક મુસલમાનો આ મંતવ્યને નથી માનતા. આ એટલા માટે છે કારણ કે કોઈ સ્પષ્ટ પુરાવો નથી જે આપોઆપ સાબીત કરે કે સહાબીઓ આદીલ હતા.
બલ્કે દુનિયાના બીજા સમુદાયોમાં અગાઉના અંબીયા (અ.મુ.સ.)ના સહાબીઓની જેમ, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી મોહબ્બત કરનાર વ્યક્તિઓ મૌજુદ હતી જેમાં બન્ને સારા અને ખરાબ, મુત્તકી અને ગુનેહગાર, નેકુકાર અને મુનાફીક તથા ભ્રષ્ટ બધાનો સમાવેશ થતો હતો.
અલ્લાહ અઝઝ વ જલ્લ એ પવિત્ર કુરઆનમાં તે ત્રણેય સમુહો તરફ આપણું ધ્યાન દોર્યુ છે. હકીકતમાં પવિત્ર કુરઆનના સુરાઓમાં એક સુરો, સુરએ મુનાફેકુનના નામથી નાઝીલ થયો છે.
આ આધારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓને ત્રણ ભાગોમાં વહેંચી શકાય (આદીલ, ભ્રષ્ટ અને મુનાફીક)
એવો નઝરીયો કે બધા સહાબીઓ આદીલ છે તે નીચેના કારણોસર ખોટો છે:
1) આ નઝરીયો પવિત્ર કુરઆનની વિરુધ્ધ છે અને તેની આયતોથી વિરોધાભાસ ધરાવે છે. જેના અમૂક ઉદાહરણો નીચે મુજબ છે:
પહેલું ઉદાહરણ:
અલ્લાહ પવિત્ર કુરઆનમાં ઈરશાદ ફરમાવે છે,
‘અને તેના કરતા વધારે ઝાલીમ કોણ હશે જે અલ્લાહ પર જૂઠું આળ મુકે, જો કે તે ઈસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય અને અલ્લાહ ઝુલ્મગાર કૌમની રેહબરી કરતો નથી.’
(સુરએ સફફ, આયત નં. 7)
આ આયત અબ્દુલ્લાહ ઈબ્ને ઉબૈય્ય (કે જેને પાછળથી કહેવાતા ત્રીજા ખલીફા ઉસ્માન દ્વારા ઈજીપ્તનો ગવર્નર બનાવી દેવામાં આવ્યો) માટે ઉતરી હતી. તે એ છે કે જેણે અલ્લાહ ઉપર આરોપ લગાવ્યો અને ખરાબ બોલ્યો. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ બધા મુસલમાનો માટે તેનુ ખૂન જાએઝ ઠેરવ્યું. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે તેનું ખૂન હલાલ છે ભલે પછી તેણે પવિત્ર કાબાના ગીલાફને પણ પકડી રાખ્યું હોય.
સીરાતુલ હલબીય્યાહના સંકલનકર્તા ફત્હે મક્કા (મક્કાના વિજય)ના પ્રકરણમાં લખે છે કે મક્કાના ફતેહના દિવસે ઉસ્માન તેને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની ખિદમતમાં લાવ્યો અને તેની ભલામણ કરી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ થોડા સમય માટે ખામોશ રહ્યા કે કદાચને તે સમય દરમ્યાન કોઈ તેને ખત્મ કરી નાખે જેમકે આપ (સ.અ.વ.)એ પોતે જ ફરમાવ્યું હતું પરંતુ કોઈએ તેને કત્લ ન કર્યો. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેને અલ્લાહની મરઝી જાણી અને તેને જતો કર્યો.
બીજું ઉદાહરણ:
અલ્લાહ પવિત્ર કુરઆનમાં ઈરશાદ ફરમાવે છે,
“અને તેઓમાંથી એવા પણ છે કે જેમણે અલ્લાહથી કરાર કર્યો હતો કે જો તે પોતાના ફઝલથી કાંઈ આપશે તો અમે જરુર સદકો કરતા રહીશું અને નેકુકારોમાંથી થઈ જશું. પછી જ્યારે તેણે ફઝલથી તેમને આપ્યું ત્યારે તેના વિષે તેમણે કંજુસાઈ અને અવગણના કરી ફરી ગયા. જેથી તેણે તેમના અંત:કરણોમાં તે દિવસ સુધીના માટે મુનાફેકત નાખી દીધી કે જ્યારે તેઓ તેની મુલાકાત કરશે; એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેની વિરુધ્ધ વર્તતા અને એ માટે કે તેઓ જુઠું બોલતા હતા.”
(સુરએ તૌબા, આયત નં. 75-77)
સુરએ તૌબાની આ આયત યાદદેહાની છે સઅબા ઈબ્ને હતીબની કે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસે વિનંતી લઈને આવ્યો હતો કે આપ (સ.અ.વ.) તેના માટે અલ્લાહ પાસેથી માલ તલબ કરે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:
અય સઅલબા! તારા ઉપર વાય થાય! ઓછા માલ ઉપર શુક્ર કરવો વધુ સારુ છે. કદાચ તમને વધુ માલનો શુક્ર અદા કરવાની તાકત નહિ હોય. સઅલબાએ કહ્યું: હું અલ્લાહની કસમ ખાઉ છું કે જેણે તમને મબ્ઉસ કર્યા કે અગર અલ્લાહ મને માલ આપશે તો હું ચોક્કસપણે જેઓનો મારા ઉપર હક્ક હશે તેઓનો હક્ક અદા કરીશ.
આના પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેના માટે માલની દોઆ કરી. અલ્લાહે તેને પુષ્કળ માલ અતા કર્યો અને તેણે સમૃધ્ધિ મેળવી. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેને તેના માલની ઝકાત દેવા માટે કહ્યું તો તેણે ઈન્કાર કર્યો અને કંજુસાઈ કરી. તેણે કહ્યું: આ કોઈ પ્રકારનો વેરો છે કે જઝીયો. હું મુસલમાન છું અને જઝીયો નહી આપું. આમ કહીને તેને પોતાના માલની ઝકાત દેવાની મનાઈ કરી દીધી.
(ત્યારબાદ પવિત્ર કુરઆનની એક આયત નાઝીલ થઈ અને તેણે તેના બારામાં જાણ કરવામાં આવી). લખવામાં આવ્યું છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી તેણે અબુબક્રને ઝકાતના પૈસા મોકલાવ્યા કે જેણે તે કબુલ કરવાનો ઈન્કાર કરી દીધો. ઉમરના ઝમાનામાં તેણે ફરી એક વખત પૈસા મોકલ્યા પરંતુ ઉમરે તેને પાછા મોકલી દીધા. અંતે તે ઉસ્માનના ઝમાનામાં મરી ગયો.
(તફસીરે ફત્હુલ કદીર, શૌકાની, ભાગ-2, પા. 185, તફસીરે ઈબ્ને કસીર, શામથી પ્રકાશિત, ભાગ-2, પાના નં. 273, તફસીરે ખાન, ભાગ-2, પા. 125, તફસીરે બગદાદી અને તફસીરે તબરી, ભાગ-2, પાના નં. 131)
ત્રીજું ઉદાહરણ:
અલ્લાહ પવિત્ર કુરઆનમાં ઈરશાદ ફરમાવે છે,
“શું તે શખ્સ કે જે મોઅમીન છે તે તેના જેવો છે કે જે દૂરાચારી હોય? બન્ને હરગીઝ બરાબર નથી.”
(સુરએ સજદહ, આયત નં. 18)
શીઆ અને સુન્ની હદીસવેત્તાઓ અને તફસીરકારો પોતાના મંતવ્યમાં એકમત છે કે ઉપરોકત આયતમાં શબ્દ ‘મોઅમીન’થી મુરાદ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે જ્યારે કે શબ્દ ‘ફાસીક’થી મુરાદ વલીદ ઈબ્ને ઉકબા (તે ભ્રષ્ટ વલીદ કે જેને ઉસ્માને કુફાનો ગવર્નર બનાવ્યો હતો. તેના પછી મોઆવિયા દ્વારા તેને મદીનાનો ગવર્નર બનાવવામાં આવ્યો હતો) છે.
(હાકીમ હસ્કાની હનફીની શહાહેદુત તન્ઝીલ, પાના નં. 443-445, 610-626 અને મનાકેબુલ મગાઝેલી, પાના નં. 324, 370, 371, જારુલ્લાહ ઝમખશરીની અલ કશ્શાફ, ભાગ-3, પા. 514)
(તેના લગતો બનાવ આ મુજબ છે: અમુક બાબતે ઈમામ અલી (અ.સ.) અને વલીદ વચ્ચે દલીલ થઈ હતી. વલીદે ઈમામ અલી (અ.સ.)ને કહ્યું: મારી ઝબાન તમારી ઝબાન કરતા વધારે છટાદાર છે, મારી તલ્વાર તમારી તલ્વાર કરતા વધારે તેઝ છે અને મારી લડાઈ કરવામાં તાકત તમારા કરતા વધારે મઝબુત છે. તેના આ ઘમંડના જવાબમાં ઈમામ અલી (અ.સ.)એ તેને જવાબ આપ્યો: ચૂપ થઈ જાય અય ફાસીક. ત્યારબાદ ઉપરોકત આયત નાઝીલ થઈ જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોઅમીન અને ફાસીક કયારેય બરાબર નથી હોય શકતા.)
તેથી, શું એ અકીદો કે બધા સહાબીઓ આદીલ છે હજુ પણ આપણા માટે કબુલ થવા પાત્ર છે? જ્યારે કે પહેલા ઉદાહરણમાં પુરતા પ્રમાણમાં સાબીત થઈ ગયુ છે કે તમામ મખ્લુકાતમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉબૈય્ય પહેલો અને સૌથી વધારે ઝાલીમ તથા નફરત લાયક હતો અને એ માનવું અઘરુ છે કે તેની હિદાયત થઈ હોય. કારણ કે અલ્લાહ ઝાલીમોની હિદાયત કરતો નથી.
બીજું ઉદાહરણ સઅલબાનું છે કે જે કંજુસ હતો અને કંજુસ કયારેય અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની નઝદીક નથી જઈ શકતો.
ત્રીજું ઉદાહરણ વલીદનું છે જે ફાસીક અને જહન્નમના રહેવાસીઓ માંહેનો છે. તેના માટે નજાતનો કોઈ રસ્તો નથી (તે એવો તુચ્છ છે કે તેણે કુફાના ગવર્નરીના સમયગાળામાં નશાની હાલતમાં નમાઝે સુબ્હ ચાર રકાત પડાવી છે અને પછી કહેતો હતો કે અગર તમે ચાહો તો હજુ વધારે પડાવી શકું છું).
આવી ઈન્કાર ન કરી શકાય તેવી હકીકતો છતાં પણ એહલે સુન્નતના સભ્યો એમ માને છે કે આ ત્રણેય અબ્દુલ્લાહ ઈબ્ને ઉબૈય્ય, સઅલબા ઈબ્ને હતીબ અને વલીદ ઈબ્ને ઉકબાહ આદીલ છે ફકત એટલા માટે કારણ કે તેઓ સહાબીનો દરજ્જો ધરાવે છે અને એમ માને છે કે તેમનો ઈન્કાર કરવો અથવા તેઓને નીચા પાડવા સહીહ નથી. તેઓ દાવો કરે છે કે આ ત્રણેય કોઈ પણ દોષ વગર જન્નતી લોકોમાંથી છે અને તેઓમાંથી કોઈ જહન્નમમાં નહિ જાય.
શું અલ્લાહનો હુકમ વધુ સજા પાત્ર નથી અગર તે કબુલ કરવામાં ન આવે તો પણ તેનું આંધળુ અનુકરણ કરીએ? દા.ત.
1) ઝુલ સદીય્યાહ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)નો સહાબી હતો કે જેની જાહેરમાં આબીદ અને મુત્તકી શખ્સ તરીકે ગણતરી કરવામાં આવતી હતી. લોકો તેની ઈબાદતને જોઈને આશ્ર્ચર્ય અને અચંબામાં પડી જતા. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે બતાવે છે કે બધા જ સહાબીઓ આદીલ છે તે કેવી રીતે ઈસ્લામના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસથી વિરોધાભાસ ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) હંમેશા ટીકા કરતા રહેતા કે આ એક એવો રાક્ષસ છે કે શયતાનની નિશાનીઓ તેના ચહેરા ઉપર જાહેર થાય છે. ઈબ્ને હજરે અસ્કલાની તેમની કિતાબ કિતાબુલ ઈસાતતો ફી તફસીરીલ અસ્હાબ, ભાગ-1, પાના નં. 439 માં નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અબુબક્રને તેને કત્લ કરવાની સુચના સાથે મોકલ્યો. અલબત્ત જ્યારે અબુબક્ર એ તેને નમાઝ પડતા જોયો તો તે હુકમનું પાલન કર્યા વગર પાછો આવી ગયો. ત્યારબાદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ઉમરને તેને કત્લ કરવા માટે મોકલ્યો પરંતુ તે પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હુકમનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો. છેવટે રસુલ (સ.અ.વ.)એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ કાર્ય માટે મોકલ્યા. પરંતુ અલી (અ.સ.)ને ઝુલ સઅદીય્યાહ ન મળ્યો કારણ કે તે મસ્જીદમાંથી ચાલ્યો ગયો હતો.
સવાલ: શું એ શકય છે કે (એક આદીલ સહાબીના બારામાં) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એવું ફરમાવે કે તેના ચહેરા ઉપર શયતાનની નિશાનીઓ દેખાય છે અને તેને કત્લ કરવાનો હુકમ આપે?
તેમ છતાં ઝુલ સઅદીય્યાહ તે જ સહાબી હતો જે અંતે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો કટ્ટર દુશ્મનો થઈ ગયો અને ખવારીજનો સરદાર બની ગયો. તે નહેરવાનની જંગમાં કત્લ થયો જેવી રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને તેના બારામાં ભવિષ્યવાળી કરી હતી.
2) એહમદ ઈબ્ને શોએબ નેસાઈ અબુ સઈદથી તેની કિતાબ ખસાએસે અમીરીલ મોઅમેનીન, પાના નં. 238 ઉપર નકલ કરે છે (પ્રકરણ 59, હદીસ 179) કે: અમો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ખિદમતમાં બેઠા હતા. આપ (સ.અ.વ.) માલે ગનીમત વહેંચી રહ્યા હતા તેવામાં બની તમીમ કબીલાનો એક શખ્સ ઝુલ અખ્વસરાહ દાખલ થયો અને કહેવા લાગ્યો: અય રસુલ! અમારી સાથે ન્યાય કરો. રસુલ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અગર હું ન્યાય નહિ કરુ તો કોણ કરશે? અગર હું ન્યાય નહિ કરુ તો તે એક બુરુ કાર્ય હશે અને હું નુકશાન ઉઠાવનારાઓમાંથી બની જઈશ. ઉમર ઉભો થયો અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસે તેને કત્લ કરવાની પરવાનગી માંગી. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ મનાઈ કરી અને ફરમાવ્યું: તે એવા સમૂહનો સાથી છે (મતલબ કે તેના દોસ્તો એવા હતા) કે તમે પોતાની નમાઝો તેઓની નમાઝ અને રોઝા કરતા હલ્કા જાણશો. આ સમુહ કુરઆનની તિલાવત કરે છે પરંતુ તેમની તિલાવત તેમના ગળા નીચે નથી ઉતરતી. આ લોકો ઈસ્લામથી એવી રીતે નીકળી જશે જેવી રીતે એક કમાનમાંથી તીર શિકાર તરફ નીકળે છે અને કોઈ પણ સંકોચ વગર નિશાન ઉપર લાગે છે. અગર કોઈ તીરંદાજ તીરની ટોચને જોઈને તેનું અવલોકન કરે તો તે તેઓને જોવામાં કામ્યાબ નહિ થાય. આ કાળા ચહેરાવાળા લોકોની નિશાની એ છે કે તેઓના હાથોમાંથી એક હાથમાં એક માસનો ટુકડો હોય છે કે જે (ઝુલ સાઅદીય્યાહ)ની જેમ હલતો રહે છે. તેઓ શ્રેષ્ઠમખ્લુકાતની સામે બળવો કરશે.
અબુ સઈદ નોંધ કરે છે કે મેં આ હદીસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી સાંભળી છે. હું ગવાહી આપુ છું કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ તેઓ સાથે જંગ કરી અને મેં તેમાં તેમનો સાથ આપ્યો છે. જંગ દરમ્યાન તેને બોલાવ્યો અને તે મૃત્યુ પામેલાઓમાં હતો. લોકો તેને ગોતીને અલી (અ.સ.)ની ખિદમતમાં લાવ્યા. મેં તેને નઝદીકથી જોયો અને તેને એ જ હાલતમાં પામ્યો જેવી રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ વર્ણવ્યું હતું.
3) ઈબ્ને હેશામની કિતાબ સિરત, ભાગ-3, પાના નં. 325 ઉપર એક હદીસ નકલ થઈ છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓનું સમુહ એક ઘરમાં જમા થયુ હતું અને બીજાઓને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની મુલાકાતથી અટકાવી રહ્યા હતા. તેથી રસુલ (સ.અ.વ.)એ તે ઘરને બાળી નાખવાનો હુકમ કર્યો.
4) મુત્તકી હિન્દી કન્ઝુલ ઉમ્મલમાં લખે છે કે હકમ ઈબ્ને આસ ઈબ્ને ઉમય્યા તે ઉસ્માન ઈબ્ને અફફાનનો કાકો અને મરવાન ઈબ્ને હકમનો બાપ હતો. તેના ઉપર, તેના બાપ-દાદાઓ અને ઔલાદ ઉપર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ લઅનત મોકલી છે. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી ઉમ્મતમાંથી તેઓ ઉપર લઅનત થાય જેઓ હકમ ઈબ્ને આસની સુલ્બમાં છે. એક હદીસમાં છે કે ઉમ્મુલ મોઅમેનીન આયેશાએ મરવાનને કહ્યું: હું ગવાહી આપું છું કે રસુલ (સ.અ.વ.)એ તારા પિતા ઉપર લઅનત કરી છે જ્યારે કે તું હજુ તારા બાપની સુલ્બમાં હતો. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ હકમ ઈબ્ને આસને મદીન એ મુનવ્વરાથી તાએફ નઝદીક મરજા નામની જગ્યાએ દેશનિકાલ કર્યો હતો. તેનો મદીનામાં દાખલ થવા ઉપર પ્રતિબંધ હતો. રસુલ (સ.અ.વ.)ની શહાદત બાદ ઉસ્માન ઈબ્ને અફફાન અબુબક્ર પાસે તેના કાકા હકમ ઈબ્ને આસની ભલામણ કરવા આવ્યો. તેણે ઉસ્માન ઈબ્ને અફફાનને મદીનામાં દાખલ થવા માટે અબુબક્રની પરવાનગી માંગી પરંતુ અબુબક્ર એ ઈન્કાર કર્યો. તે ઉમર પાસે પણ આ માંગણી લઈને પહોંચ્યો પરંતુ ફરી વખત પરવાનગી આપવામાં ન આવી. અલબત્ત જ્યારે તે પોતે ખિલાફતની ગાદી ઉપર બેઠો તો (પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)અને અગાઉના બે કહેવાતા ખલીફાઓના હુકમની સંપૂર્ણ વિરુધ્ધ) તે પોતાના કાકા હકમ ઈબ્ને આસને ખુબ માન આપી મદીના પાછો લાવ્યો. તદઉપરાંત, તેણે તેને તોહફામાં 100 દિરહમ આપ્યા અને તેના દિકરા મરવાનને ખલીફાનો સલાહકાર નિમ્યો. આ તે જ મરવાન છે કે જે પોતાના કાર્યોના વડે ખલીફાના કત્લના રસ્તાને મોકળો કર્યો. તે લોકોમાં ‘નહજુલ બાતીલ’ ખરાબીની ટોચ તરીકે પ્રખ્યાત થયો. તે મરવાન સિવાય બીજુ કોઈ ન હતું જેણે શામના તાજને છીનવી લીધું અને પોતાને મુસલમાનોનો ખલીફા હોવાનું શિર્ષક આપતો હતો.
5) ઈબ્ને હેશામની સિરાહ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં 12 સહાબીઓ મુનાફીકોમાંથી હતા. ઉમ્મતમાં ફસાદ કરવાના ઈરાદાથી તેઓએ મસ્જીદે ઝેરારની સ્થાપના કરી. તેઓએ એવો પ્રચાર કર્યો આ મસ્જીદ અલ્લાહની ખુશ્નુદી અને તેના તરફથી નેકી હાસીલ કરવા માટે બનાવવામાં આવી છે. અલબત્ત, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના હુકમથી ઈસ્લામ અને મુસલમાન વિરુધ્ધ આ ષડયંત્રને શાંત કરી દેવામાં આવ્યું.
ઉપરના ત્રણેય ઉદાહરણો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) તરફથી છે અને ઈતિહાસમાં બીજા ઘણા બધા ઉદાહરણો છે જે સ્પષ્ટપણે એ મંતવ્યને રદ કરે છે કે બધા સહાબીઓ આદીલ છે. આ એટલા માટે છે કારણ કે એ લોકો જેમના માટે ઈસ્લામના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કત્લની સજા ફરમાવી હતી અથવા એ ઘર જેના માટે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ બાળી નાખવો હુકમ કર્યો હતો ચોક્કસપણે આદીલ તરીકે ન ગણી શકાય. તેવી જ રીતે એ વ્યક્તિઓ જેઓ પવિત્ર કુરઆનની સ્પષ્ટ આયતો મુજબ મુસલમાનો દરમ્યાન ફસાદ બરપા કરવાના ઈરાદાથી મસ્જીદ બનાવે જ્યારે કે તેઓ મુનાફીકો હતા, તો કેવી રીતે શકય છે કે તેઓને આદીલ કહેવામાં આવે? આવા લોકો, તેઓનું સમાન અને ન્યાયી વ્યક્તિત્વ ઈસ્લામના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના કૌલથી તદ્દન વિરુધ્ધ છે. ચાલો આપણે આપણી જાતને સવાલ કરીએ કે આપણે કઈ બાબત કબુલ કરવી જોઈએ:
1) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની રીત અને આપની હદીસો.
2) જેઓ આંધળા અને પૂર્વગ્રહ હતા તેઓનું આંધળુ અનુકરણ.
ઉપરોકત ચર્ચાના તારણમાં સ્પષ્ટ થાય છે કે બધા જ સહાબીઓ આદીલ હોવાની દલીલ બાતીલ છે. આ તારણની સાથે નહજુલ બલાગાહની વિરુધ્ધ ઉઠાવેલા વાંધાઓ અને શંકાઓ પણ રદબાતલ થાય છે. તેથી કોઈ તેમાં ખામી કે વાંધો નથી ઉઠાવી શકતું કે અમૂક ખાસ સંજોગોમાં અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ બળવામાં પોતાનો અવાજ બલંદ કર્યો તથા આપ (અ.સ.)એ તેઓના ખરાબ કાર્યોની ટીકા કરી અને તેઓના ઘૃણાસ્પદ વર્તનથી નારાઝ હતા. તથા આ વાંધાની સાથે ઈમામ અલી (અ.સ.)એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઈમાનદાર અને કુરબાની આપનાર સહાબીઓની પ્રશંસા પણ કરી છે અને તેઓને માનની સાથે યાદ કર્યા છે.
આપ (અ.સ.)એ કહ્યું: મેં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓને એવી હાલતમાં જોયા કે સવારે તેઓના ચહેરાઓ ધુળવાળા હતા, રાત્રી તેઓ સજદામાં પસાર કરતા હતા, કયામમાં અને ઈબાદતમાં, તેઓ એવી રીતે ઈબાદત કરતા કે કયારેક તેઓ પોતાના કપાળને ઘસતા તો કયારેય પોતાના ગાલને જમીન ઉપર પોતાના પરવરદિગારની સામે રાખતા, તેઓ કયામતના દિવસના અને પાછા ફરવા બાબતે ખોફ અને બેચૈનીની હાલતમાં હતા જાણે કે તેઓને આગ ઉપર ઉભા રાખવામાં આવ્યા હોય, તેઓની કપાળો ઉપર સજદાઓના એવા નિશાન હતા જાણે કે પ્રાણીના ગોઠણના ઘા, તેઓ પોતાના પરવરદિગારનું નામ સાંભળીને એવું ગીર્યા કરતા કે તેઓની છાતી ગીર્યાથી ભીની થઈ જતી, તેઓ અલ્લાહના ખૌફથી ભયંકર તોફાનમાં વૃક્ષ હલે તેવી રીતે ધ્રુજતા. તો પણ તેઓ પોતાના પરવરદિગાર તરફથી અજ્રના ઉમ્મીદાર હતા.
Be the first to comment