અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

વાંચવાનો સમય: 2 મિનિટ

આ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયતનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે શક્ય છે કે બધા જ મુસલમાનો તેને થોડા જ સમયમાં કે મહિનાઓમાં રસુલ (સ.અ.વ.)ની શહાદત બાદ ભૂલી જાય.

જવાબ:

(જેવી રીતે બની ઇસરાઇલે વાછરડાની પૂજા કરી) મુસલમાનોએ થોડા જ મહિનાઓમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીનને ભૂલીને તેમના કરતા હલકી કક્ષાના શખ્સને સમર્પિત થયા જયારે કે તેઓ દરમિયાન તેના કરતા અફઝલ શખ્સ મૌજુદ હતા.

અલબત્ત, બની ઇસરાઇલની તુલનામાં આ કઈ નથી કારણ કે તેઓએ તો ૪૦ કરતા ઓછા દિવસોમાં તેઓના નબી મુસા (અ.સ.)ના જાનશીનને ભૂલીને વાછરડાની પૂજા કરવા લાગ્યા.

પવિત્ર કુરઆન એલાન કરે છે:

“અને અમોએ મૂસા (અ.સ.) માટે ત્રીસ રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં દસ (ઉમેરી) તે (મુદ્દત) પૂરી કરી, જેથી તેમના પરવરદિગારે નક્કી કરેલી ચાલીસ રાત્રિઓની મુદ્દત પૂરી થઇ ગઇ અને મૂસા (અ.સ.)એ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તમે મારી કૌમમાં મારા ખલીફા બનીને (કૌમની) ઇસ્લાહ કરો અને ફસાદખોરોના રસ્તાને અનુસરજો નહિ.”

(સુરએ આઅરાફ (૭), આયત ૧૪૨)

જયારે નબી મુસા (અ.સ.) પાછા આવ્યા ગઝબનાક થયા જયારે આપે જોયુ કે લોકોએ તેમના જાનશીનને એક બાજુ કરી દીધા છે અને વાછરડાની પૂજા કરવા લાગ્યા છે. અગર બની ઇસરાઈલમાં જાનશીનને એક બાજુ કરી દેવું અને વાછરડાની પૂજા કરવી હકીકત હતી તો પછી અગર મુસલમાન ઉમ્મત આમ કરે તો તેમાં તઅજ્જુબ શું છે.

છેવટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ભવિષ્યવાણી કરી હતી:

જે કઈ બની ઇસરાઈલમાં બન્યું હતું ચોક્કસપણે તેવું જ અહી પણ બનશે.

  • મન લા યહઝોરોહુ ફકીહ, ભા. ૧, પા. ૨૦૩, હદીસ ૬૦૯

ઇબ્લીસ કે જેણે બની ઇસરાઈલને તેમના નબીની ગેરહાજરીમાં ગુમરાહ કર્યા, તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી મુસલમાનોને ગુમરાહ કરવા માટે તેટલો જ ચાલાક હતો જે રીતે કે તે પોતે જ પોતાના માનનરાઓ માટે કહે છે:

શું એવી કોઈ ઉમ્મત છે કે જેના નબીના જવા પછી મેં તેઓને ગુમરાહ ન કર્યા હોય? આ મુસલમાન ઉમ્મત પણ તેમાંથી બાકાત નથી.

  • કિતાબ સુલૈમ ઇબ્ને કૈસ અલ હિલાલી (ર.અ.) ભા. ૨, પા. ૫૭૭, હદીસ ૪

તેથી મુસલમાનોએ ગદીર ઉપર શંકાઓ કરવાનું બંધ કરી દેવું જોઈએ તેના બદલે તેઓએ ગદીરના એલાનનો વિસ્તૃતથી અભ્યાસ કરવો જોઈએ અને પોતાના બુઝુર્ગોને તેની યોગ્યતા ઉપર પડકારવા જોઈએ તથા હકીકી ઇસ્લામનો સ્વીકાર કરવો જોઈએ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*