ઈમામ અલી નકી(અ.સ.)ના ઈલ્મથી નાસેબીએ શિઆ મઝહબ કબુલ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટ

મસઉદી – પ્રખ્યાત ઇતિહાસકાર – હમીરીની સાંકળથી વર્ણવે છે કે ઈમામ જાફર ઇબ્ને મોહંમદ(અ.સ.)ના ગુલામ મોહંમદ ઇબ્ને સઇદનું વર્ણન છે કે ઇમામ મોહંમદ તકી(અ.સ.)ની શહાદત પછી ઉમર ઇબ્ને ફરાજ અલ-રૂખાજી હજ કરીને  મદીના આવ્યો. (આ સ્પષ્ટ હોવું જોઈએ કે આ ઉમર એ મોહંમદ ઇબ્ને ફરાજનો સગો  ભાઈ હતો કે  મોહમ્મદ ઇબ્ને ફરાજ જે એક મહાન શિયા આલીમ અને ઈમામો(અ.સ.)ના અસહાબમાંથી  હતા. ખરેખર, અલ્લાહ જેને ઈચ્છે છે તેને હિદાયત આપે છે).

ઉમરે મદીનાના લોકોમાંથી એહલેબેત(અ.મુ.સ.)ના દુશ્મનોને એકઠા કર્યા અને તેમને સુચના આપી કે મને એહલેબેત(અ.મુ.સ.)ના એક એવા દુશ્મન તરફ માર્ગદર્શન આપો કે  જે કુરઆની વિજ્ઞાન, અરબી સાહિત્યમાં અને  અન્ય વિજ્ઞાનોમાં નિષ્ણાત હોય  જેથી હું તેમને આ બાળક(ઇમામ અલી નકી(અ.સ.)) સોંપી શકું જેથી તે  તેમને  શીખવે અને રાફીઝીઓને તેમની સાથે મળતા અટકાવી શકાય

તેઓએ તેનો પરિચય પૂર્વગામી વિજ્ઞાનના નિષ્ણાત  અબુ અબ્દુલ્લાહ જુનેદી સાથે કરાવ્યો, જે એહલેબેત(અ.મુ.સ.)ના સાથે દુશ્મની અને બુગ્ઝ માટે કુખ્યાત હતો. ઉમરે તે  ને બોલાવ્યો, તેને દુન્યવી બખ્શીશોથી નવાઝ્યો અને કહ્યું કે બાદશાહે તમને આ બાળકને ભણાવવાનો આદેશ આપ્યો છે અને તેમના શિયાઓને તેમની સાથે  મળવા ન દેતા.

જુનેદી સહમત થયો અને ઈમામ અલી નકી(અ.સ.)ને કેદ કર્યા. તેણે એક બસરાના માણસની નિમણુંક કરી કે જે ઈમામ(અ.સ.)ની દેખરેખ કરે પરંતુ તે સ્થળની ચાવી ફક્ત પોતાની પાસે રાખી. ઈમામ(અ.સ.) ઘણા લાંબા  સમયગાળા માટે તેમની કેદમાં હતા.આથી, શિયાઓ માટે ઈમામ(અ.સ.)ને વારંવાર મળવું અને તેમના પ્રશ્નો પૂછવા લગભગ અશક્ય હતું.

એક શુક્રવારે, હું (મોહમ્મદ ઈબ્ને સઈદ) જુનૈદીને મળ્યો, તેને સલામ કરી અને પૂછ્યું, ‘તે હાશેમી છોકરો કેવો છે?’ તેણે ભડકીને જવાબ આપ્યો, ‘તમે તેને છોકરો કહો છો? તમારે તેમને બુઝુર્ગ હાશેમી માણસ કહેવો જોઈએ. તમે જાણો છો કે મદીનામાં મારાથી વધુ વિદ્વાન કોઈ નથી. પણ અલ્લાહની કસમ! જ્યારે હું અરબી સાહિત્યના સૌથી મુશ્કેલ પ્રશ્નો આપ(અ.સ.) સમક્ષ મૂકું છું કે હું તેમને મારા પ્રશ્નોથી પરેશાન કરું, ત્યારે તેઓ એવી રીતે જવાબ આપવાનું શરૂ કરે છે કે હું તેની પાસેથી ઘણી વસ્તુઓ શીખવા લાગ્યો. લોકો એવું માને છે કે હું તેમને શીખવી રહ્યો છું પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આ સાંભળીને મે જાણે કશું સાંભળ્યું જ ન હોય એમ તેની પાસેથી દૂર ચાલ્યો ગયો.

થોડા દિવસો પછી હું તેને ફરીથી મળ્યો અને પૂછ્યું, ‘એ હાશમી યુવાન કેવો છે ?’ તેણે જવાબ આપ્યો, ‘મહેરબાની  કરીને મને તેમના વિશે ન પૂછો. અલ્લાહની કસમ! તે દુન્યાના સર્વશ્રેષ્ઠ રહેવાસી છે અને અલ્લાહની શ્રેષ્ઠ  મખ્લુક  છે. જ્યારે  ઈમામ (અ.સ.) ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે હું તેમને પવિત્ર કુરાનના અમુક સુરાઓ (પ્રકરણો)  શીખવા માટે કહું છું.ત્યારે  તેઓ પૂછે છે, “કયો સુરાહ(પ્રકરણ)?” હું એક ખૂબ જ લાંબા સુરાહ(પ્રકરણ)નો ઉલ્લેખ કરું છું જ્યાં તે પહોંચ્યો પણ નથી. પરંતુ તે હઝરત દાઉદ(અ.સ.) જેવા સુંદર અવાજમાં તેને પઢવાનું  શરૂ કરે છે – કે મેં ક્યારેય કોઈને આનાથી મધુર અવાજમાં પઢતા સાંભળ્યા નથી. જયારે તેમના પિતાનું ઈરાકમાં અવસાન થયું ત્યારે તે બાળક હતા. તે પછી તેને કાળી ગુલામ સ્ત્રીની સંગતમાં રાખવામાં આવ્યા હતા. તેથી મને આશ્ચર્ય થાય છે કે તેણે આ બધી વસ્તુઓ ક્યાંથી શીખી.

થોડા દિવસો પછી, જ્યારે હું જુનૈદીને મળ્યો, ત્યારે મને ખબર પડી કે તે શિયા બની ગયો છે અને ઈમામ અલી નકી (અ.સ.)ની પવિત્ર ઈમામતમાં ઈમાન ધરાવે છે.

ઈસબાતુલ વસીયાહ પાના.૨૩૦-૨૩૧

Be the first to comment

Leave a Reply