હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

વાંચવાનો સમય: 2 મિનિટ

અઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે :

 • ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી.
 • ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ છે.
 • ૩. અઝાદારી કરવાવાળાને જમાડવા બીદઅત છે અને તેનું ઇસ્લામમાં કોઈ સ્થાન નથી. આ સંસાધનોનો વ્યય છે .

જવાબ

દરેક વાંધાઓનો જવાબ એક જ ઘટનામાં છે તે છે નબી (સ.અ.વ)ના પિત્રાઈ ભાઈ હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની  શહાદત.

હઝરત જાફરે તૈય્યાર (અ.સ) નબી (સ.અ.વ)ના પ્રથમ પિત્રાઈ ભાઈ હતા. તે મૌતાહ નામની જંગના સેનાપતિ હતા અને જંગમાં  તે શહાદત પામ્યા હતા. જેવી પવિત્ર નબી (સ.અ.વ)ને શહાદતની ખબર આપવામાં આવી કે તરતજ તેઓ જ.જાફરના પુત્રને મળવા ગયા.

જયારે પવિત્ર નબી (સ.અ.વ) જાફર (અ.સ)ના ઘરમાં પ્રવેશ્યા, ત્યારે તેણે તેમના પુત્રને એક બાજુ બોલાવીને બોસો આપ્યો ત્યારે તેમની આંખ આંસુઓથી ભરાઈ ગઈ.

જયારે જાફર (અ.સ)ના પત્ની (અસ્મા)એ આ જોયું તો તેણી સમજી ગયા કે તેના પતિને સંબંધિત કંઇક વાત છે. ત્યારે તેણીએ પૂછ્યું : મારા માં-બાપ આપના પર કુરબાન થાય, જાફર (અ.સ) અને તેના સાથીઓના કઈ સમાચાર છે?

આપ (સ.અ.વ)એ કહ્યું : હા! આજે તે શહાદત પામ્યા છે.

અસ્મા મોટેથી રડવા લાગ્યા અને બીબીઓએ તેમને ઘેરી લીધા. હઝરત ફાતેમા (સ.અ)  ઘરમાં પ્રવેશ્યા અને રડતા રડતા બોલ્યા “અય મારા ચાચા”

નબી (સ.અ.વ) એ કહ્યું : શોક(ગમ) મનાવનારાઓને જાફર પર રડવું જોઈએ

મુસ્ન્દ એહમદ ઇબ્ને હમ્બલ ભાગ – ૬ પાના- ૩૭૦ હદીસ ૨૭, ૧૩૧

 • અલ-સિરાહ અલ-નબવીય્યાહ ભાગ -૫ પાના- ૩૧
 • અલ-સિરાહ અલ-હલબીય્યાહ  ભાગ- ૨ પાના -૭૯૦

 

વાકેદી ફરમાવે છે : જાફર ઇબ્ને અબી તાલીબ (અ.સ)ની શહાદત પછી જયારે નબી (સ.અ.વ) તેમની દીકરી હઝરત ફાતેમા (સ.અ)ના ઘરમાં પ્રવેશ્યા અને જોયું કે જ.ફાતેમા (સ.અ.) રડી રહ્યા છે “ અય મારા પ્યારા ચાચા”

ત્યારે આપ (સ.અ.વ) એ ફરમાવ્યું : ઔરતોએ જ.જાફર પર આવી રીતે જ રુદન કરવું જોઈએ

પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું : જાફર (અ.સ)ના કુટુંબ માટે જમવાનું તૈયાર કરવામા આવે અને તેમને જમાડવામાં આવે

 • અલ-મગાઝી ભાગ – ૨ પાના – ૨૧૪

 

શંકાખોરો માટે  વિસ્તૃત જવાબ

 

હઝરત જાફરે તૈય્યાર (અ.સ) ની શહાદતથી નીચે મુજબના નિર્ણયક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે.

 • મૃત વ્યક્તિ ઉપર રડવું એ નબી (સ.અ.વ)ની સુન્નત છે
 • નબી (સ.અ.વ) ખુદ પોતે પણ મૃત વ્યક્તિ પર રુદન કરતા હતા એટલું જ નહિ બલ્કે આપ ઇચ્છતા હતા કે બીજા લોકો પણ રુદન કરે અને શોક મનાવે તેથી જેમ જાફર (અ.સ) ઉપર રુદન કર્યું અને શોક મનાવ્યો તેમ રુદન કરવા અને શોક મનાવવાનો હુકમ પણ આપ્યો
 • સુન્નત બીદઅત નું વિરોધી છે, અગર રડવું સુન્નત છે તો પછી તે બીદઅત ન હોઈ શકે. હકીકતમાં મુસ્લિમને રડવાથી રોકવું બીદઅત છે.
 • શંકાખોરોના દાવો કે મૃત ઉપર રડવું એ કબ્રમા વ્યક્તિને સજાનું કારણ બને છે તેનાથી એકદમ  વિરુદ્ધ પવિત્ર નબી (સ.અ.વ) એ જ.જાફર પર રૃદન કરવું અને રુદન કરવાનો હુકમ આપ્યો.
 • શું પવિત્ર નબી (સ.અ.વ)નું જાફરે તૈય્યાર (અ.સ) ઉપર રુદન કરવું અને રુદન કરવાનો અને શોક મનાવવાનો હુકમ આપવો તે પોતાના પિત્રાઈભાઈના માટે સજા અપાવવા જેવું છે? હરગીઝ નહિ, આથી મૃત વ્યક્તિ ઉપર શોક મનાવવું સજા છે તે માન્યતા (સહીહ) ઈમાન ન લાવનારાઓની છે

શોક મનાવનાર વ્યક્તિઓને જમાડવા નબી (સ.અવ)ની સુન્નત છે. તેથી જમાડવું  એ બીદઅત છે અથવા ખોટા ખર્ચાઓ છે આવા મંતવ્યો (અભિપ્રાય) વિરોધીઓના પોતાના છે અને આવા અભિપ્રાય વડે નબી (સ.અ.વ)ની સુન્નતને બદલવાની કોશિશ છે.