અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ઉપર જોખમ

વાંચવાનો સમય: 4 મિનિટ

મુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિષો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે  રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં આ બાબત જોઇ શકાય છે. આવી કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ વધારે જોવામાં આવી, ખાસ કરીને અકબાહના બનાવ ઉપર ઈતિહાસકારોએ ઘણી રોશની નાખી છે.

ઈતિહાસકારો દ્વારા નોંધાએલ અકબાહનો બનાવ:

અકબાહનો બનાવ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવા માટેના ષડયંત્રો પૈકી એક મોટો પુરાવો છે.

આ બનાવ જંગે તબુક, હી.સ. 9 માં સામે આવ્યો, જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અકબાહ (અરબીમાં જેને ખડકની ખીણ કહેવાય)થી પસાર થવાનું થયું હતું.

તે રસ્તાની કોઈ એક બાજુએ મુનાફિકોના બે સમુહ છુપાઈ ગયા જેથી તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉંટને ભડકાવે. રસુલુલ્લાહ (સ.અ.વ.) જીબ્રઈલ(અ.સ) ની ચેતવણીથી બચી ગયા અને ષડયંત્ર તથા ષડયંત્ર ઘડનારાઓ ખુલ્લા પડી ગયા હતા.

હુઝૈફા ઈબ્ને યમાની કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉંટને પાછળથી ચલાવી રહ્યા હતા તેઓને આ વાતની જાણ થઈ અને અમુક રિવાયતો પ્રમાણ અમ્માર ઈબ્ને યાસીર કે જેઓ ઉંટને આગળની તરફથી ચલાવી રહ્યા હતા, તેમને પણ આ લોકોના નામોની જાણ થઈ. બંન્ને વચ્ચે ફર્ક ફકત એટલો જ હતો કે હુઝૈફા પાસેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આ બાબત જાહેર ન કરવાનો વાયદો લીધો હતો અને અમ્માર ઉપર આવો કોઈ પ્રતિબંધ ન હતો.

અમૂક રિવાયતો મુજબ મુનાફીકોની સંખ્યા 12 થી 24 હતી. તેમાં હંમેશા શક કરનારાઓ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ને કત્લ કરી પોતે ખિલાફત આંચકી લેવા માટે કરાર થયેલ 5 સહાબીઓ, શૂરાના 5 સભ્યો, મોઆવીયા અને અમ્રે ઈબ્ને આસનો સમાવેશ થાય છે.

મુનાફીકોના બીજા સમુહે પણ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને મદીનામાં કત્લ કરવાનુ ષડયંત્ર કર્યું હતું.

મુનાફીકોના દ્રુષ્ટ કાવત્રાઓથી અલ્લાહે બંન્ને વ્યક્તિઓને મહેફુઝ રાખ્યા હતા.

1.તફસીરે કુમ્મી, સુરએ આલે ઈમરાન 5:67ની તફસીરમાં.

2.તફસીરે ઈમામે હસને અસ્કરી (અ.સ.), પા. 387-389

3.કિતાબ અલ સુલૈમ બીન કૈસ, ભા. 1, પા. 429, 729

4.અલ ખેસાલ, ભા. 2, પા. 499, 24 સિફતોના પ્રકરણ હેઠળ

અકબાહના પ્રસંગનું વર્ણન શીઆઑએ ઘડી કાઢેલું નથી પરંતુ એહલે તસન્નુનની ભરોસાપાત્ર કિતાબોમાં આ પ્રસંગનું વ્યવસ્થિત વર્ણન જોવા મળે છે, જેમાં સિહાહ પણ સામેલ છે.

  1. સહીહ મુસ્લીમ, પા. 1282, હ. 2879
  2. તારીખે ઈબ્ને કસીર, ભા. 4, પા. 181-182
  3. અસ્સીરહ અલ હલબીય્યાહ, ભા. 3, પા. 121
  4. ઈબ્ને હજરની મતાલીબેઅલ આલીયા, ભા. 14, પા. 272

શા માટે રસુલુલ્લાહ (...) ઉકબાહના મુનાફીકોને ઉઘાડા પાડયા?

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ હુઝૈફા અને અમ્મારને તે  મુનાફીકોના બારામાં જાણ કરી કે જેઓએ આપ (સ.અ.વ.)ને ઉકબાહમાં કત્લ કરવાની કોશિષ કરી હતી  ત્યારે હુઝૈફા અને જ.અમ્મારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સલાહ આપી હતી.

શા માટે આપ તેઓને ખત્મ કરવાનો હુકમ નથી આપતા? જ્યારે લોકો તમારી પાસે આવે તો તેઓના બારામાં જાણ કરો અને તેઓને કત્લ કરી નાખો.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ કહ્યું  “હું નથી ઈચ્છતો કે લોકો કહે કે પહેલા મોહમ્મદ(સ.અ.વ.) પોતાના હાથોને સહાબીઓના હાથોમાં આપે છે અને પછી તેઓને કાવત્રાખોર કહે છે”.

  1. મજમઉલ બયાન, ભા. 5, પા. 68 સુરએ તૌબા 9:74 ની તફસીર હેઠળ
  2. બૈહકીની દલાએલુલ નબુવ્વાહ, ભા. 5, પા. 259
  3. અલ બીદાયાહ વલ નિહાયાહ, ભા. 5, પા. 20

ગદીરના ખુત્બામાં પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મુનાફીકોના બારામાં સમજુતી આપે છે:

“અગર હું મને તકલીફ દેનારાઓના નામો કહેવા ચાહતો હોત અથવા તેઓ તરફ નિર્દેશ કરવા માંગતો હોત અથવા તેઓની નિશાની બતાવવા ચાહતો હોત તો હું કરી શકતો હતો, પરંતુ અલ્લાહની કસમ! મેં તેઓ સાથે ઉદારતાથી કામ લીધું છે.”

(અલ એહતેજાજ, ભા. 2, પા. 56-66)

મુસલમાન ઉમ્મતના હાકીમો અને અકબાહનો બનાવ:

મુસલમાન હાકીમોકે જેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ ખિલાફત ગસ્બ કરી હતી.અને તેઓએ  અકબાહના કાવત્રાખોરોથી ઘણો ફાયદો હાસીલ કર્યો હતો. હાલાકે અકબાહના કાવત્રાખોરોની મદદ વગર તેઓ કયારેય ખિલાફત ઉપર બેસી ન શકત.

  1. પહેલા હાકીમ:

પહેલા હાકીમે શરૂઆતના સમયમાં જ.મુસલમાનોના પ્રતિકાર અને વિરોધનો સામનો કરવો પડયો હતો કે જે  મુસલમાનોની આગેવાની માટે હાકીમની  લાયકાતને પડકારી હતી.

આ આગેવાનીમાં 12 સહાબીઓ જેમાં જ.સલમાન (અ.ર.), જ.અબુઝર (અ.ર.), જ.મિકદાદ (અ.ર), જ.અમ્માર (અ.ર) જ.ઈબ્ને યાસીર (અ.ર.) (કે જે અકબાહના કાવત્રાખોરો ઉપર ગવાહ હતા)એ પહેલા હાકીમના વિરોધમાં મસ્જીદે રસુલ (સ.અ.વ.)માં જોશીલી તકરીરો કરી હતી.

આ ખુત્બાની તે હાકીમ ઉપર એવી અસર થઈ કે તે મિમ્બર ઉપરથી નીચે આવી ગયો હતો અને પોતે ઘરમાં ત્રણ દિવસ સુધી પુરાઈ રહ્યો હતો.

અકબાહના કાવત્રાખોરો ત્રીજા દિવસે હાકીમના ઘરે ગયા, તેને બહાર લાવ્યા અને મિમ્બર ઉપર બેસાડયા. તેઓએ પોતાની તલ્વારો કાઢી અને મુસલમાનોને ચેતવણી આપી કે અગર તેઓ આ રીતે બોલવાની હિંમત કરશે તો તેઓને કત્લ કરી દઈશું.

(અલ ખેસાલ, 12 સિફતોનું પ્રકરણ, હદીસ 4)

  1. બીજો હાકીમ:

બીજો હાકીમ હંમેશા હુઝૈફા દ્વારા ઉઘાડો પડી જવાના ભયમાં રહ્યો. તે કયારેય એ જાણવાનો મૌકો ચુકતો નહિ કે તેઓના નામો અકબાહના મુનાફીકોમાં છે કે નહિ.

1,અલ તમ્હીદ, પા. 196

2,બહજાહુન્નોફુસ, ભા. 4, પા. 48

3,અલ ગદીર, ભા. 6, પા. 340

બીજો હાકીમે અકબાહના કાવત્રાખોરો સાથે શૂરા કમીટી બનાવી કે જેમાં તેઓને ઉસ્માનને હાકીમ તરીકે નિમવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો અને મુળ ષડયંત્ર મુજબ તેનો હેતુ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ખિલાફતથી વંચીત રાખવાનો હતો.

  1. ત્રીજો હાકીમ

ઉસ્માનને ઉઘાડો પડી જવાના બારામાં વધુ ડર ન હતો કારણકે તેણે પોતાની જાતને હાકીમ તરીકે મજબુતીથી સ્થાપીત કરી દીધા હતા કે જેમાં બની ઉમ્ય્યામાંથી પોતાના માણસોને ઊંચા હોદ્દાઓ પર નિમણુક આપી હતી.

તે ખાસ કરીને જ.અમ્માર (અ.ર.) અને જ.અબુઝર (અ.ર.) વધારે ઉગ્ર હતો. તેઓએ ઉસ્માનની ખિલાફતને ઘણી બધી વખત પડકારી હતી અને તેને મુસલમાનોના ઉપર હુકુમત કરવા માટે અયોગ્ય કહ્યો હતો. ઉસ્માને જ.અમ્માર (અ.ર.)ને ગંભીર રીતે માર્યા હતા જ્યારે કે જ.અબુઝર (અ.ર.) ને પોતાના વતનથી દુર કર્યા હતા જેના પરિણામે આપ (અ.ર.)નું મૃત્યુ થયું હતું.

કેવી રીતે મોઆવીયાએ અકવાહના બનાવથી ફાયદો મેળવ્યો:

મોઆવીયાને પણ ઉસ્માનની જેમ જ અકબાહના કાવત્રાખોરો તરીકે ઓળખાય જવાનો ડર ન હતો કારણકે તે સીરીયામાં મજબુત રીતે સ્થાપીત હતો અને તેને કોઈપણ તરફથી જોખમ ન દેખાતુ હતુ. જ્યારે જ.અમ્મારનું કત્લ કરવાથી મોઆવીયાને કોઈ નુકશાન ન થયું એ છતાં કે રસુલ (સ.અ.વ.)એ હદીસમાં સ્પષ્ટ રીતે અમ્મારના કાતીલને વખોડયો છે, તો પછી તેને પોતાની હુકુમત માટે અકબાહ જેવા છુપા ષડયંત્રથી શું ખતરો હોય શકે કે જેને 30 વર્ષો પસાર થઈ ગયા હતા.

અલબત્ત મોઆવીયાએ અકબાહનું કાવત્રુ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) વિરૂધ્ધ વાપર્યું હતું. જે નીચે મુજબની ઘટનાથી સ્પષ્ટ સાબીત થાય છે:

ઉમર ઈબ્ને સાબીત કે જે  મોઆવીયાનો જાસુસ હતો અને તે  સીરીયાના ગામડાઓમાં સફર કરતો જ્યાં તે ગામવાસીઓને ભેગા કરતો અને કહેતો: અય લોકો! અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) મુનાફીક છે (નઉઝોબિલ્લાહ). તે ચાહતા હતા કે અકબાહની રાત્રે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નસ કાપી નાખે, તેથી તેના ઉપર લઅનત કરો. લોકોએ તેના કહેવા મુજબ કર્યું. પછી તે બીજા ગામડે જતો, જ્યાં આજ વાતોનુ પુનરાવર્તન કરતો. આ બધુ જ  મોઆવીયાના શાસનમાં થયુ હતું.

1.અલ ગૈરત, ભા. 2, પા. 397, ભા. 2, પા. 581

2.મુસ્તદરેકુલ વસાએલ, ભા. 7, પા. 547

સારાંશ:

  • સ્પષ્ટપણે અકબાહનો બનાવ ઈસ્લામી ઈતિહાસમાં ચાવીરૂપ છે જે સાબીત કરે છે કે મુનાફીકો ઈસ્લામ અને મુસલમાનો માટે ખુબજ ખતરારૂપ હતા અને આ બનાવ હી.સ. 9 નો હતો.
  • અકબાહના ષડયંત્રએ ત્રણ દાયકાઓ માટે સાચા વારસદાર પાસેથી તેનો હક્ક છીનવી લેવા માટેનો પાયો નાખ્યો હતો.
  • આ ષડયંત્ર એ જૂઠને પણ ઉઘાડું પાડે છે કે જેઓ દાવો કરે છે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરનો હુમલો શીઆઓએ ઘડી કાઢયું છે. સ્પષ્ટ હકીકત કે જેને તેઓએ નઝરઅંદાઝ કરી છે તે છે કે અગર મુનાફીકો હી.સ. 9 માં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ખત્મ કરવાની કોશિષ કરી શકે, તો પછી કઈ ચીજ તેમને બે વર્ષ પછી બીજી ગંભીર ગુસ્તાખી, આપ (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવાથી રોકવાની હતી,અલબત્ત, મુનાફીકોથી આવા જ હુમલાની અપેક્ષા રાખી શકાય છે.
  • જ્યારે અકબાહના કાવત્રાખોરોએ પોતાના ષડયંત્ર વિરૂધ્ધ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ખલીફા બનતા જોયા, તેઓએ આપ (અ.સ.)ને એક યા બીજી રીતે બે જંગોમાં પડકાર્યા અને ત્રીજી જંગનો પાયો નાખ્યો હતો.

Be the first to comment

Leave a Reply