અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરની ઝમાનાના ઈમામને મળવા ઉપર હતાશા

વાંચવાનો સમય: 2 મિનિટ

મોટાભાગના મુસલમાનો શીઆઓના ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના અકીદાને બિદઅત ગણાવી નકારે છે, હાલાંકે આપની વિલાદતની ભવિષ્યવાણી તેમની ઘણી બધી કિતાબોમાં વર્ણવવામાં આવી છે.

 

ભલે આ મુસલમાનો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ અને સંદર્ભોની અવગણના કરે પરંતુ તેઓ દરેક ઝમાનામાં એક ઈમામની માન્યતાને અવગણી શકતા નથી. ઝમાનાના ઈમામની ઓળખાણમાં નિષ્ફળ જવું તે સ્પષ્ટ કુફ્ર છે જે હકીકત બધા જ મુસલમાનો કબુલ કરે છે.

 

એક દિલચસ્પ બનાવ છે જે પ્રકાશિત કરે છે કે ઈમામ વગરની મૌતથી બચવા માટે મુસલમાનો કેટલી હદ સુધી ગયા છે.

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર અને હજ્જાજ ઈબ્ને યુસુફ

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર સ્વૈચ્છાએ હજ્જાજ ઈબ્ને યુસુફે સકફી(અબ્દુલ મલીક ઈબ્ને મરવાનનો ખૂંખાર ગવર્નર)ને વિનંતી કરે છે:

 

અય સરદાર! તમારો હાથ આગળ કરો જેથી હું અમીરુલ મોઅમેનીન અબ્દુલ મલીક ઈબ્ને મરવાનની બાબતે તમારી બયઅત કરૂ.

 

હજ્જાજ ઈબ્ને યુસુફ: અય અબા અબ્દીલ રહમાન! આટલો સમય વિલંબ કર્યા બાદ કઈ વસ્તુએ તને આ ઝહેમતમાં નાખ્યો?

 

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર: મેં આ કાર્ય એ હદીસના આધારે કર્યું કે જેમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)એ મને ફરમાવ્યું હતું:

 

જે કોઈ પોતાની ગરદન ઉપર ઈમામના હકની બયઅત કર્યા વગર મરી જાય તે જાહેલીય્યત (કુફ્ર, ઈન્કાર, મુનાફીક)ની મૌત મરે છે.

 

હજ્જાજ કહે છે: ગઈ કાલ સુધી તો તે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની બયઅત ટાળી જ્યારે કે તું આ હદીસથી વાકેફ હતો. હવે તું મારી પાસે આવો છો કે જેથી હું તારી બયઅત અબ્દુલ મલીક વતી કબુલ કરૂ. અત્યારે મારા હાથો કામમાં છે પરંતુ આ મારો પગ છે, તું તેના ઉપર બયઅત કરી લે!                    (અલ મુસ્તરશીદ, પા. 178, અલ ફુસુલુલ મુખ્તારાહ, પા. 245)

 

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરના બારામાં અલ્લામા અમીની(અ.ર.):

અલ્લામા અમીની(અ.ર.), મશ્હુર આલીમ, પોતાની કિતાબ અલ ગદીરમાં વર્ણવે છે કે અલબત્ત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરનું ઈમામની મઅરેફતના બારામાં વિચિત્ર અને મુનાફેકત વલણ જાહેર કરે છે:

 

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરને શું થયું હતું કે જ્યારે તેણે આપણા મૌલા અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની બયઅતની ત્યજી દીધી હતી અને બયઅત વડે તેમના મુબારક હાથોથી બરકત હાસીલ કરવાથી પરહેઝ કર્યો હતો, આ રસુલુલ્લાહ(સ.અ.વ.)નો તે જ હાથ હતો જ્યારે કોઈપણ શંકા વગર અલી(અ.સ.) રસુલુલ્લાહ(સ.અ.વ.)ના ખલીફા હતા. અને શા માટે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરે અલી(અ.સ.)ની ઈમામતને કબુલ ન કરી અને તેમના લશ્કરમાં જોડાણો નહિ જ્યારે કે અલી(અ.સ.) પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના નફસ હતા.

 

અને તેના બદલે તેણે હજ્જાજ જેવા ઝાલીમ લોકોની બયઅતની ઝિલ્લતને કબુલી. પછી અલ્લાહે અબ્દુલ્લાહને એટલા ઝિલ્લત અને અપમાનમાં નાખી દીધો કે જ્યારે તેણે બયઅત માટે હાથ આગળ કરવાની વિનંતી કરી તો ઝાલીમ, જૂઠો, મુસલમાનોનો નાશ કરનાર હજ્જાજે પોતાનો પગ આગળ ધરી દીધો.

અને અલી(અ.સ.)ની પાછળ નમાઝ પડવાને છોડી દેવાનો બદલો અલ્લાહે એ આપ્યો કે અબ્દુલ્લાહ હજ્જાજની પાછળ નમાઝ પડવા લાગ્યો અને આ રીતે દીનનથી બહાર નીકળી ગયો. અને દુનિયામાં અબ્દુલ્લાહની આ ઝિલ્લત છે તથા આખેરતમાં ખુબ વધારે પીડા અને હંમેશા બાકી રહેવાવાળી હશે. અને જ્યારે અબ્દુલ્લાહ હજ્જાજને તાબે થઈ ગયો ત્યારે તેના માટે વધુ ઝિલ્લત હતી અને અંતે હજ્જાજે તેને કત્લ કરી નાખ્યો અને પછી તેની નમાઝે જનાઝા પડાવી. હજ્જાજ જેવા ઝાલીમની નમાઝે જનાઝા અને દોઆના બારામાં કોઈ શું કહી શકે!                                                                                                   (અલ ગદીર, ભા. 10, પા. 91)

 

સ્પષ્ટપણે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર જેવો એક કમઝોર ઈમાનવાળો હોવા છતાંપણ તે તેની ગુમરાહીભરી પ્રાથમિકતાના આધારે પણ તે રસુલુલ્લાહ(સ.અ.વ.)ની હદીસના આધારે પોતાના ‘ઈમામ’ની બયઅત ઉપર અડગ હતો અને એ પણ ત્યારે કે જ્યારે એ સ્પષ્ટ હતું કે હજ્જાજ એક ઝાલીમ, ખૂંખાર અને મુસલમાનો ઉપર સરદારી તો દૂર ઈસ્લામ માટે પણ ગૈરલાયક છે.

 

તેથી, એ જોવું આશ્ચર્યજનક છે કે મુસલમાનો શીઆઓની ઈમામનો અસ્તિત્વ જરુરી હોવાના અકીદાની મજાક ઉડાવે છે કે જે દરેક ઝમાનામાં ઈમામ હોવાની હદીસના આધારે છે. તેથી વધીને જ્યારે કે આ ઈમામ તો આલે મોહમ્મદ(અ.સ.)માંથી છે અને તે ઈસ્મત અને ઈલાહી મદદ ધરાવે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*