જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી

વાંચવાનો સમય: < 1 મિનિટ

પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ પાસે આ શબ્દોમાં દોઆ કરીઃ

قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا

તેણે કહ્યું અય પરવરદિગાર! મારા હાડકાં સુધ્ધા નિર્બળ થઈ ગયા છે અને માંથુ ઘડપણથી સફેદ થઈ ગયું છે. અય પરવરદિગાર! હું કયારેય તારી પાસે દોઆ માગી નાઉમેદ થયો નથી.મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે જે મારો વારસ પણ હોયઅને યઅકુબની અવલાદનો વારસો પણ પ્રાપ્ત કરે અને અય પરવરદિગાર તેને એવો બનાવ જેને તું પસંદ કરે.”

(સુરએ મરયમ-૧૯, આયત નં. ૪-૬)

જ્યારે પયગમ્બર સ.અ.વ.નો ઈન્તેકાલ થયો અને અબુબક્રને મુસલમાનોના ખલીફા બનાવવામાં આવ્યો ત્યારે તેણે જનાબે ફાતેમા સ.અ.ને બાગે ફદક આપવાથી ઈન્કાર કર્યો કે જેપયગમ્બર સ.અ.વ. તેમને ભેટ આપ્યો હતો અને જે આપના કબજામાં હતો. જ્યારે જનાબે ફાતેમા સ.અ. એ અબુબક્ર પાસે બાગે ફદકની માંગણી કરી કારણ કે તે પયગમ્બરસ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને તેનો કબજો પણ તેમને આપ્યો હતો, ત્યારે અબુબક્ર એ આપની પાસે માલિકીના પુરાવા માગ્યા અને આપે પેશ કરેલા ગવાહોને માન્ય નરાખ્યા. ત્યારે જનાબે ફાતેમા સ.અ. એ પયગમ્બર સ.અ.વ.ના એકમાત્ર વારસ તરીકે બાગે ફદકની માંગણી કરી. જે અબુબક્ર એ એમ કહીને રદ કરી કે મેં પયગમ્બર સ.અ.વ. નેકહેતા સાંભળ્યા છે કે અમે અલ્લાહના રસુલનો ન કોઈ વારસ હોય છે ન અમે વારસો છોડીએછીએ અબુબક્રના ઉપર મુજબના વાકયએ પુરવાર કર્યુ કે તેનું આ કારણ એક ઉતાવળીયું બહાનું છે જે તેણે જનાબે ફાતેમા સ.અ. ના કાયદેસરનો વારસો જે આપના વાલીદે બુઝુર્ગવારે એઆપને આપ્યો હતો તેને છીનવી લેવો.

‌‍‍આના જવાબમાં જનાબે ફાતેમા સ.અ. એ ઉપર મુજબની કુરઆનની આયત પઢી જે સાબિત કરે છે કે તેણે જુઠ્ઠી અને ઘડી કાઢેલી હદીસ બયાન કરી હતી કારણકે જ્યારે કુરઆનેમજીદની આ આયતોમાં વારીસનો શબ્દ છે તો પયગમ્બર સ.અ.વ. ઉપર મુજબની (ઘડી કાઢેલી) હદીસ બયાન ન કરે.

ઉપરની કુરઆનની આયતો જનાબે ફાતેમા સ.અ. એ બયાનકરી એ સાબીત કરે છે કે વારીસ શબ્દ એ બધીજ વસ્તુઓ છે જે અલ્લાહના રસુલ સ.અ.વ. એ વારસામાં છોડી છે.

આકા મહદી પુયા કહે છે:

આ કુરઆનની આયતો એ પુરવાર કરે છે અલ્લાહના પયગમ્બર સ.અ.વ. ના વારસ હોય છે અને તેઓ વારસો પણ છોડે છે. વારીસ શબ્દને ફકત જ્ઞાન અને ડહાપણ સાથે જોડવોતે આ શબ્દના સીધા, સાચા અને સરળ મતલબથી અળગા થઇ જવું છે. જો વ્યકિતગત વસ્તુઓને વારસામાં વારસામાંથી અલગ કરી નાખવામાં આવે તેનું ફરી ઉચ્ચારણ અર્થહીનછે કારણકે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. પોતે આલે યઅકુબના વારસ હતા જેઓને પયગમ્બરી અને ડહાપણ પુર્વજોથી વારસામાં મળ્યા અને તેમની અવલાદ માટે પણ એમજથાત જો અલ્લાહ ચાહત. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના  ખલીફા બનાવે છે. (સુરએ અન્આમ-૧૨૪).

આ કારણે જ્યારે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. એ કહ્યું: મને વારસ બનાવ અને યઅકુબની નસ્લમાંથી વારસ બનાવ. તેઓ પોતાના અને નસ્લે યઅકુબના વારસાની વાતઅલગ અલગ કરે છે.

પહેલું ક્રિયાપદ તેઓની મિલ્કતની વારસાઈ માટે છે કે જે અગર પયગમ્બર ઝકરીયા અ.સ. ને

અવલાદ ન થાય તો તેમના સગાવ્હાલાઓને માટે યોગ્ય છે.

જ્યારે બીજુ ક્રિયાપદ પયગમ્બરી માટે છે જે તેઓ હઝરત યહ્યા અ.સ. માટે માંગણી કરતા હતા.

એમાં કોઈ શક નથી કે પયગમ્બરે અકરમ સ.અ.વ. એ દુન્યવી માલને કોઈ મહત્વ ન આપ્યું હતું અને જ્ઞાન તથા ડહાપણ ઉપર ભાર મુકયો હતો પણ તેનો મતલબ એ નથી કેતેઓ પાસે મિલ્કત ન હતી કે તેઓ પોતાના વારસો માટે કંઇ છોડીને ન જતા.

જનાબે ફાતેમા સ.અ. ને કાયદેસરના વારસાથી અળગા રાખવા માટે ખોટી હદીસ રાજકીય  કારણોસર ઘડવામાં આવી હતી. તેણે આ વાકય કે તેઓ જ્ઞાનને વારસો માટે છોડી જાય છેતે મિટાવી ઉપર મુજબનું વાકય ઉમેરવું જે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે.

(ધી હોલી કુરઆન, પૈયા / એમ.એ. અલા અંગ્રેજી કોમેન્ટરી)

Be the first to comment

Leave a Reply