દરેક વસ્તુ કુરઆનમાં મૌજુદ છે.

વાંચવાનો સમય: 3 મિનિટ

ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે: “અલ્લાહ અઝઝ વ જલ્લ એ કુરઆનમાં તમામ વસ્તુઓની સમજુતી રાખી છે. અલ્લાહની કસમ! તેણે કોઈ વસ્તુ બાકી નથી રાખી જેની લોકોને જરૂર હોય અને કોઈ એમ નથી કહી શકતું કે ‘અગર કુરઆનમાં આ નાઝીલ થયું હોત તો’ સિવાય કે અલ્લાહે તેને કુરઆનમાં નાઝીલ કર્યું છે.” (1)

 

મોઅલ્લા ઈબ્ને ખુનૈસ ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી નકલ કરે છે: “કોઈપણ બાબત એવી નથી જેમાં બે વ્યક્તિઓ સહમત ન હોય સિવાય કે તેનું મુળ અલ્લાહ અઝઝ વ જલ્લની કિતાબમાં છે પરંતુ લોકોની અક્કલો ત્યાં સુધી પહોંચી શકતી નથી.” (2)

 

ઉપરની હદીસો બતાવે છે કે એક વ્યક્તિના દરેક પ્રશ્નોના જવાબો કુરઆનથી મેળવી શકાય છે પરંતુ આ માટે તેઓએ એ લોકો તરફ રજુ થવું પડશે જેમને અલ્લાહ અઝઝ વ જલ્લ એ કિતાબનું ઈલ્મ અતા કર્યું છે.

 

જે રીતે કે ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે: “બેશક હું રસુલુલ્લાહ (સ.અ.વ.)નો ફરઝંદ છું. હું અલ્લાહની કિતાબનું સૌથી વધારે ઈલ્મ ધરાવનાર છું. તેમાં ખિલ્કતની શરૂઆતનું ઈલ્મ છે અને કયામતના દિવસ સુધી જે કંઈ બનવાનું છે તેનું ઈલ્મ છે. તેમાં આસમાનો અને ઝમીનોની ખબરો છે, જન્નત અને જહન્નમની ખબરો છે, ભુતકાળ અને ભવિષ્યની ખબરો છે. હું આ બધી જ વસ્તુઓ એવી રીતે જાણું છું જેવી રીતે હું મારી હથેળીને જોવ છું. બેશક અલ્લાહ અઝઝ વ જલ્લ કહે છે, ‘તેમાં દરેક બાબતોની સમજૂતી છે.”(3)

 

આ ચર્ચાને પુરી કરવા માટે આપણે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના આ વિષય ઉપર આશ્ર્ચર્યજનક વાકયો તરફ નઝર કરીએ.

 

અય લોકો! બેશક અલ્લાહ અઝઝ વ જલ્લ તમારા ઉપર રસુલ (સ.અ.વ.)ને મોકલ્યા અને આપ (સ.અ.વ.) ઉપર હક સાથે કિતાબ નાઝીલ કરી. તમને અલ્લાહની કિતાબનું ઈલ્મ નથી અને તે કે કોણે તે નાઝીલ કરી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બારામાં અને તેના બારામાં જેણે આપ (સ.અ.વ.)ને ત્યારે મોકલ્યા જ્યારે ઈલાહી રસુલોનો સિલસિલો ખત્મ થઈ રહ્યો હતો, ઉમ્મતો ઉંડી ગફલતમાં હતી, ગુમરાહીમાં પડી હતી અને એવી તકલીફ તથા મુશ્કેલીનો સામનો કરી રહી છે જેની પડતી સુધારવી અશક્ય છે, હક્કથી ગુમરાહ થયેલ, અન્યાય અને ઝુલ્મ સ્વિકારતી, દીનને બરબાદ કરવામાં વ્યસ્ત, જંગોમાં મશ્ગુલ, જ્યારે દુનિયાના બગીચાઓના પાંદડાઓ પીળા પડી ગયા, તેની ડાળીઓ સુકાઈ ગઈ, તેના પાંદડાઓ વિખેરાઈ ગયા, તેના ફળો સુકાઈ ગયા અને તેનું પાણી નીચે ચાલ્યુ ગયું.

 

હિદાયતના પ્રતીકો મીટાવી દેવામાં આવ્યા અને વિનાશના ચિન્હો સામે આવ્યા. દુનિયા ગર્ક થઈ રહી હતી અને તેના રહેવાસીઓના ચહેરાઓ ઉપર ગભરાહટ હતી. તે તેની પીઠ ફેરવી રહી હતી અને તેનો સામનો કરી રહી ન હતી. તેનું ફળ ખરાબીવાળું હતું, તેનો ખોરાક શબ હતો, તેનું ધ્યાન ભય હતું, તેનું આવરણ તલ્વાર હતી. તમે સૌથી વધારે સંભવિત ખરાબ રૂપે તૂટી ગયેલા અને વેરવિખેર હતા. તેના રહેવાસીઓની આંખો અંધ થઈ ગઈ હતી. તેના દિવસો કાળા પડી ગયા હતા. તેઓએ પોતાના સબંધીઓ સાથે સબંધ તોડી નાખ્યો હતો અને તેઓનું ખૂન વહાવ્યું હતું. તેઓ પોતાના બાળકોમાંથી નાની દુખ્તરોને માટીમાં દાટી નાખી હતી. તેઓની નઝદીકથી આ જીવનના સુખ અને સૌથી નીચલા સ્તરના આરામ પસાર થયા. તેઓને અલ્લાહ પાસેથી ન તો કોઈ સવાબની ઉમ્મીદ હતી અને ન તો તેઓ ડરતા હતા, અલ્લાહની કસમ! તેની સજા. તેઓમાં જે હયાત હતા તેઓ અંધ અને સાદા હતા જ્યારે કે તેઓના મુર્દાઓ અલ્લાહની રહમતથી દૂર જહન્નમની આગમાં હતા.

 

પછી આપ (સ.અ.વ.) તેઓ માટે લખાણ લાવ્યા જે પ્રથમ લખાણમાં હતું અને તેઓની સામે જે કંઈ હતું તેની સાબીતી, પ્રતિબિંધિતના શકમાં જે વસ્તુઓ જાએઝ હતી તેની વિગત. આ કુરઆન હતું. તેથી તમે તેની સાથે વાતો કરો કારણ કે તે કયારેય તમારી સાથે વાત નહિ કરે. હું તમને જણાવું છું કે તેમાં ભૂતકાળ અને કયામતના દિવસ સુધીનું ભવિષ્યનું ઈલ્મ છે, તે નિર્ણય છે જેમાં તમોમાં મતભેદો છે અને તેની સમજૂતી છે જેમાં તમારે તફાવત છે. તેથી, અગર તમે મને પુછો, તો બેશક હું તમને શીખવાડીશ.(4)

 

આજે દુનિયાની હાલત જોતા, કોઈપણ આસાનીથી એ તારણ કાઢી શકે છે કે આજે આપણને પવિત્ર કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)ની સૌથી વધારે જરૂર છે.

(1) અલ કાફી, ભા. 1, પા. 48, હ. 1

(2) અલ કાફી, ભા. 1, પા. 49, હ. 6

(3) અલ કાફી, ભા. 1, પા. 50, હ. 8

(4) અલ કાફી, ભા. 1, પા. 49, હ

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.