પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે?

પયગંબર (સ.અ.વ.) સંબંધિત મહત્વપૂર્ણ બનાવો જેમ કે ૧૭મી રબ્બિઉલ અવ્વલ અને ૨૭મી રજબના રોજ ઇસ્લામની જાહેરાત (બેઅસત/મેઅરાજ) અમીરુલ મોઅમેનીન (અ.સ) સાથે નજીકથી જોડાયેલા છે.

હકીકતમાં પયગંબર (સ.અ.વ)ના વિલાદતના મૌકા ઉપર એક ખાસ ઝીયારત કે જે અમીરુલ મોઅમેનીન (અ.સ) થી સંબંધિત છે પણ કોઈ ચોક્કસ ઝીયારત પયગંબર (સ.અ.વ) ને સંબંધિત નથી

એક પ્રશ્ન ઊભો થઈ શકે છે : –  આવા પ્રસંગો પર અમીરુલ મોઅમેનીન (અ.સ.) કરતા પવિત્ર પયગંબર  (સ.અ.વ) માટે ઝિયારત વધુ યોગ્ય હોત.

જવાબ:

શેખ અબ્બાસ અલ-કુમ્મી (ર.અ) – શિઆના મહાન આલીમ અને હદીસોને લખનાર (મુહ્દ્દીસ) એ આ સવાલનો જવાબ પોતાની ભવ્ય દુઆઓ અને ઝીયારતની  કિતાબ કે જે મફાતીહુલ જીનાનના નામથી મશહૂર છે તેમાં આપ્યો છે

આ બન્ને મશહૂર આગેવાન (ઇમામ)  કે જે નજીકના સંબંધ ધરાવે છે અને આ બે નુર કે જે સમ્પૂર્ણતામાં એક બીજાથી જોડાયેલા છે, જે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ)ની ઝીયારત કરે તેણે જાણે પવિત્ર પયગંબર (સ.અ.વ) ની ઝીયારત કરી. આ વાતની ગવાહી પવિત્ર કુરઆનમાં  મુબાહેલાના બનાવમાં જોવા મળે છે (સુ.આલે ઇમરાન (૩):૬૧) જેમાં હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ) ના નફ્સ હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ) સિવાય કોઈ નથી

અને આ ઉપરાંત આ વાતની ગવાહી અસંખ્ય હદીસોમાં છે.

આ હદીસો પૈકી એક હદીસ કે જે શેખ મોહમ્મદ ઇબ્ને અલ-મશદી ઈમામ સાદીક (અ.સ)થી વર્ણવે છે

એક રણવાસી અરબએ પયગંબર (સ.અ.વ)થી શોક વ્યકત કર્યો કે અય અલ્લાહના પયગંબર મારું ઘર તમારા ઘરથી દુર છે અને જયારે પણ હું તમારી ઝીયારત માટે ઉત્સુક થાઉ છું તો હું તમને જોવ છું અને હું તમારી ઝીયારત માટે નીકળી પડું છું, પણ જયારે હું તમારી ઝીયારત નથી કરી શકતો તો હું અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ)ની ઝીયારત કરું છું. તે (અ.સ) મને પોતાની વાતો અને પ્રોત્સાહનથી આરામ આપે છે. અને હું ત્યાંથી તમારી ઝીયારત કર્યા વગર ઉદાસ અને દુઃખી થઇ પાછો ફરું છું.

પયગંબર (સ.અ.વ)એ ફરમાવ્યું – જે કોઈએ અલી (અ.સ)ની ઝીયારત કરી તેણે મારી ઝીયારત કરી લીધી. જે કોઈએ અલી (અ.સ)થી મોહબ્બત કરી તેણે મારાથી મોહબ્બત કરી. જે કોઈ તેમને દુશ્મન માને તેણે મને પોતાનો  દુશ્મન તરીકે માન્યો.

તમારા કબીલા વાળાઓને જણાવી દયો કે જેને તેમની ઝીયારત કરી તેણે મારી ઝીયારત કરી લીધી. અને હું, જીબ્રઇલ અને સદાચારી ઈમાનવાળા (અમીરુલ મોઅમેનીન અ.સ) કયામતના દિવસે ઝીયારત કરવાવાળાને જઝા (ઇનામ) આપશે.

(અલ-મઝાર અલ-કબીર પાના ૩૮)

અલ્લામા મજ્લીસી (ર.અ) પ્રમાણે મફાતીહુલ જીનાનમાં ૧૭મી રબ્બિઉલ અવ્વલના દિવસે પઢવાની ઝીયારત ઝીયારતે અમીરુલ મોઅમેનીન (અ.સ)એ બધી ઝીયારત કરતા શ્રેષ્ઠ ઝીયારત છે  અને તે કોઈપણ  સમયે પઢી શકાય છે.

Be the first to comment

Leave a Reply