મુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની નીચતા વિગેરે આ એવા અમુક દ્રષ્ટાંતો છે કે જેના ઉપર અમુક વર્ષો પહેલા મુસલમાનો એકમત હતા અને આજે આજ બાબતો મુસલમાનોમાં ધ્રુવીકરણના મુખ્ય મુદ્દા બની ગયા છે બાબત ત્યાં સુધી પહોચી ગઈ છે કે જે સમૂહ ઈજ્માંઅનો વિરોધ કરે છે અને હાસ્યાસ્પદ રીતે તે એવા લોકો કે જેઓ શિર્ક અને મુર્તદના ઈજ્મામાં છે તેને દોશારોષણ કરે છે.
તેમાંથી એવો જ એક મુદ્દો હ.અલી અ.સ ના સ્થાનનો છે હ.અમીરુલ મોઅમેનીન અ.સ ની ફઝીલત કે જે મુસલમાનોમાં સંપૂર્ણ એકમત અને ઇજ્માઅ ધરાવતી હતી શંકાખોરો એ તેને શંકાસ્પદ બનાવી દીધી છે તેઓએ યા તો ફઝીલતનો બિલકુલ ઇનકાર કરી દીધો છે.અથવા તો બીજાઓને આ ફઝીલતથી સુશોભિત બનાવી દીધા છે!!!
દાખલા તરીકે કુરઆનની આ આયત વિષે (સુ.બકરહ-૨૦૭)
સુન્ની તફ્સીરોમાં અને હદીસોની કિતાબોમાં આ વિસ્તૃત રીતે નોંધાએલ છે કે આ આયત હ.અલી ઇબ્ને અબીતાલિબ અ.સ નાં માટે છે જ્યારે તેમણે સ્વેચ્છાએ હ.રસુલે ખુદા સ.અ.વ ના બિસ્તર પર હિજરતની રાત્રીએ કે જે લય્લતુલ મુબિત તરીકે જાણીતી છે ત્યારે સુવાની તૈયારી દર્શાવી અને આપ સ.અ.ની જાનની હિફાઝત કરી અને પોતાને જોખમમાં નાખ્યા
આમ છતાં અમુક મુસલમાનો એવો દાવો કરે છે કે આયત બીજાઓ માટે છે કે જેઓમાથી સુહૈલ બિન સીનાન એક વૃદ્ધ મુસલમાન જેણે મદીના હિજરત કરેલ તે છે .
બીજા એવો દાવો કરે છે કે આ આયત સુ તૌબાની ૧૧૧ મી આયત હેઠળ સામાન્ય મુસલમાનો માટે છે. (સુ.તૌબા ૧૧૧ નો તરજુમો)
પરંતુ આ આયત હ.અલી અ.સ વિષે છે તે બાબત શિઆ આલિમોમાં કોઈપણ મતભેદ નથી અને ઘણા બધા સુન્ની ઓલમાં મુજબ પણ હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ એ વ્યક્તિ છે કે જેમનું વર્ણન એ રીતે થયું છે કે તેમણે પોતાની જાતને વેચીને અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત કરી
તેથી બંને ફીરકાના ઈજમાંઅ વડે આ આયત હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ વિષે છે તફ્સીરમાં આ આયતમાં બીજાને દાખલ કરવા એ ઈજ્માંઅ વિરુદ્ધ છે. અને સ્પષ્ટ ગુમરાહી છે.અગર એમ ન હોત તો હ.અલી અ.સ નો આ આયત હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ વિષે છે. તફસીરમાં આ આયતમાં બીજાને દાખલ કરવા એ ઇજ્માઅ વિરુદ્ધ છે અને સ્પષ્ટ ગુમરાહી છે. અગર એમ ન હોતે તો હ.અલી અ.સ ને આ આયત જેના વિષે છે તેવી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ તરીકે નોંધ્યા હોતે ઘણા શંકાખોરોની જેમ કર્યું છે તેમ તેમને આ આયતની સીમામાંથી બાકાત ન રાખ્યા હોત.
નીચે નોધાએલ એ આગળ પડતા સુન્ની આલિમો છે કે જેમણે હ.અલી અ.સ ની હ.રસુલેખુદા સ.અ.વ અને ઇસ્લામ માટેની કુરબાનીનો આ આયતના વિષયમાં સ્વીકાર કર્યો છે.
૧- સુન્ની ની પ્રખ્યાત તફસીરકરતા સઅલબી આ આયતની તફસીરમાં (સુ.બકરાહ-૨૦૭ નો તરજુમો) તેમના રાવીઓની સાંકળથી કહે છે: જ્યારે હ.રસુલેખુદા સ.અ.વ એ હિજરત નો ઈરાદો કર્યો ત્યારે આપ હ.અલી અ.સની તેમના કર્ઝાની અદાએગી અને જે અમાનતો તેમને સોપાઈ હતી. તેની ભરપાઈ કરવા માટે નિમણુંક કરી હિજરતની રાત્રે જ્યારે મુશરીકોએ આપના ઘરને ઘેરી લીધું હતું ત્યારે નીકળતા પહેલા આપે અલી અ.સ ને હુકમ કર્યો કે તેઓ બિસ્તર પર સુએ અને તેમની પાસે રહેલા લીલા ધાબળાને ઓઢી લે. એ સમયે અલ્લાહે જીબ્રીલ અને મીકાઈલ પર વહી કરી : “મેં તમો બંને ને ભાઈઓ બનાવ્યા છે અને તમારામાંથી કોણ પોતાની જિંદગીને કુરબાન કરવા તૈયાર છે અને પોતાની જીંદગી ઉપર બીજાને પ્રાધાન્ય આપવા તૈયાર છે? બંને માંથી કોઈપણ તૈયાર ન થયું
ત્યારે અલ્લાહે વહ્ય કરી: “હવે અલી અ.સ રસુલ સ.અ.વ ના બિસ્તર ઉપર સુઈ જશે અને પોતાની જિંદગીને તેમના ઉપર કુરબાન કરશે તમો જમીન પર જાઓ અને તેમના રક્ષક બની જાઓ ત્યારે જીબ્રીલ હ.અલી અ.સના માથા પાસે અને મીકાઈલ પગ પાસે બેઠા જીબ્રીલે કહ્યું “અય અબુતાલીબના ફરઝંદ! આપને મુબારક થાય અલ્લાહ ફરિશ્તાઓ પાસે તમારા ઉપર ગૌરવ કરે છે.
આ સમયે આ આયત (સુ.બકરહ-૨૦નો તરજુમો) નાઝીલ થઇ આના લીધે તે રાત્રી “વેચવાની રાત્રી તરીકે પ્રખ્યાત થઈ (તફ્સીરે સઅલબી ભગ-૬ પા-૪૭૯)
૨- કશ્ફુલ બયાન લે-સઅલબી ભાગ-૧ પા-૪૦૯
૩- તફ્સીરે મફાતીહુલ ગૈબ (તફ્સીરે કબીર તરીકે પ્રખ્યાત) લે-ફખરુદ્દીન રાઝી ભાગ-૩ પા-૨૨૨
૪- અલ મુસ્તદરક અસ્સહીહૈન ભાગ-૩ પા-૪
૫- ઉસુદુલ ગાબાહ ફી મારીફતીસ્સાહાબા ભાગ-૪ પા-૨૫
૬- તફ્સીરે કુતુબ્બી ભાગ-૩ પા-૩૪૭
૭- શાવાહેદુત્તન્ઝીલ ભાગ-૧ પા-૧૨૩
૮- મજમઉઝ્ઝવાએદ લે- હયસમી ભાગ-૭ પા-૨૭
૯- ઝખાઈરુલ ઉક્બા લે-મોહિબુદ્દીન તબરી પા-૮૬ વી.
૧૦- નુરુલ અબ્સાર લે-શબલન્જી પા-૮૬
૧૧- તફ્સીરે નીશાપુરી ભાગ-૨ પા-૮
૧૨- તફ્સીરે અ કુમ ઝૈદી ભાગ-૧ પા-૪૧
૧૩- જામેઓ લતાઈફૂત્તફ્સીર ભાગ-૫ પા-૨૪૧
૧૪- જવાહેરુલ મતાલીબ ભાગ-૧ પા-૨૪૧
૧૫- અસ્સલાતો ખૈરુમ મીન નવમ ભા-૫ પા-૧૩
૧૬- કન્ઝુલ હકાઈક પા-૩૧
૧૭- ગાયતુલ મરામ પા-૩૪૪-૩૪૫
૧૮- યનાબીઉલ મવદ્દત ભાગ-૧ પા-૨૭૪
૧૯- કિફાયતુંત્તાલીબ ફી મનાકેબો અલી બિન અબી તાલિબ પા-૧૧૪ આ સુચીથી સ્પષ્ટ થાય છે કે હ.અલી અ.સ.ને આ આયતથી એક માત્ર મુરાદ જાણનાર સુન્ની આલિમોની કમી નથી આથી બીજોઓને આ આયતથી મુરાદ ગણવા એ ગુસ્તાખીનો પ્રયાસ ગણાશે અને સામાન્ય મુસલમાનોને હ.અલી અ.સ ની ફઝીલતથી અંધારામાં રાખવાનો પ્રયાસ ગણાશે.
Be the first to comment