શહીદો હયાત છે – જનાબે જઅફરે તૈયાર (અ.સ.)નો દાખલો

વાંચવાનો સમય: 3 મિનિટ

અઝાદારીને વખોડનારાઓ એવો દાવો કરે છે કે એક વખત કોઈ મુસલમાન મૃત્યુ પામે ભલે પછી તે શહીદ થયો હોય તો પણ તે પથ્થરોની જેમ નિર્જીવ છે અને ન તો કંઈ સાંભળી શકે છે ન જોઈ શકે છે અને ન કોઈ બાબત માટે સક્ષમ રહે છે.

તેથી, તેઓ આરોપ મુકે છે કે શહીદોની ઝિયારત જેમકે સય્યદુશ શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત, તેમના ઉપર ગીર્યા કરવું, તેમની કબ્રો ઉપર કુરઆન અથવા દોઆ પડવી બિદઅત છે. જેવી રીતે મૃત એક પથ્થર સમાન છે તેથી તેમની મુલાકાત એક પથ્થરની ઈબાદત કરવી છે જે મુર્તીપૂજા જેવું છે.

જવાબ:

એવો આરોપ કે શહીદો એ ઝમીનની જેમ નિર્જીવ છે કે જેની નીચે તેઓ દફન છે એ પાયોવિહોણો છે. અલબત્ત્ તે પવિત્ર કુરઆનની વિરૂધ્ધ છે.

1.પવિત્ર કુરઆનમાં શહીદો:

  • શહીદો હયાત છે પરંતુ વિવેચકોને તે સમજાતું નથી.

وَلاَ تَقُولُواْ لِمَنْ يُقْتَلُ فِي سَبيلِ اللهِ أَمْوَاتٌ بَلْ أَحْيَاء وَلَكِن لاَّ تَشْعُرُونَ

“અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલ્કે તેઓ હયાત છે પરંતુ તેનું તમને ભાન નથી.”                (સુરએ બકરહ 2: 154)

  • શહીદોને અલ્લાહ રિઝક પહોંચડે છે.

وَلاَ تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ اللهِ أَمْوَاتًا بَلْ أَحْيَاء عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ

“અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગીઝ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે હયાત હોય રોઝી મેળવે છે.”  (સુરએ આલે ઈમરાન 3:169)

બેશક શહીદો હયાત છે અને ખુબ સારી જગ્યા ઉપર છે. ફકત આપણને તે સમજાતું નથી તેનાથી આ હકીકતમાં કંઈ ફેર થતો નથી.

2.સુન્નતમાં શહીદો – જઅફરે તૈયાર (અ.સ.):

શહીદોના બનાવોથી અને તેમની અલ્લાહની નઝદીક મન્ઝેલતથી સુન્નત ભરી પડેલી છે. ચાલો આપણે એક શહીદનો અહેવાલ જોઈએ ખાસ કરીને તે કે જેને દરેક મુસલમાનો કબુલ કરે છે, તે હઝરત જઅફર ઈબ્ને અબી તાલિબ અલ તૈયાર (અ.સ.) છે.

હઝરત જઅફરે તૈયાર (અ.સ.) ذُوالْجَنَاحَيْن એટલે કે ‘બે પાંખોના માલીક’  કે જે લકબ આપને ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા આપવામાં આવ્યું છે.

નકલ કરવામાં આવ્યું છે કે જ્યારે આપના હાથો મોતાહની જંગમાં શહીદ થઈ ગયા ત્યારે અલ્લાહે આપને બે પાંખો આપી જેના દ્વારા તેઓ ઉડી રહ્યા છે.

અબુ હુરૈરા નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જઅફર (અ.સ.)ના બારામાં જણાવ્યું કે મેં જઅફર (અ.સ.)ને જન્નતમાં ફરીશ્તાઓ સાથે ઉડતા જોયા છે.

  • જમીઅલ તીરમીઝી, કિતાબ 49, હ. 4130
  • અલ એસાબાહ, ભા. 1, પા. 238
  • અબી યઅલાની મુસ્નદ, ભા. 11, પા. 350
  • ઝખાએરૂલ ઉકબાહ, પા. 216
  • ઉસુદુલ ગાબાહ, ભા. 2, પા. 286-289
  • મજમઉલ બેહરૈન, ભા. 2, પા. 347, 385

હઝરત જઅફરે તૈયાર (અ.સ.)ના દાખલ ઉપરથી સ્પષ્ટ છે કે:

1) પવિત્ર કુરઆન મુજબ શહીદો હયાત છે, મૃત નથી.

2) આપણી ઈસ્લામની નબળી સમજણ મુજબ તેઓની સરખામણી નિર્જીવ પથ્થરો સાથે નથી કરી શકાતી.

3) તેઓ અલ્લાહની નઝદીક ઉચ્ચ મકામ ધરાવે છે.

4) તેઓ બહેરા અને મુંગા હોવાને બદલે ફરિશ્તાઓ જેવી ક્ષમતા ધરાવે છે જેમકે આસ્માનમાં પાંખો દ્વારા ઉડવું.

     5) તેથી શહીદોની ઝિયારત કરવી મૂર્તીપૂજા સમાન નથી, બલ્કે તેનાથી ખુબજ દૂર એક અલ્લાહના મોઅમીન બંદાની તઅઝીમ કરવાનો શ્રેષ્ઠ તરીકો છે અને અગર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નત ઉપર ચાલીએ તો તેમાં ઘણો સવાબ છે જેમકે હઝરત હમ્ઝા (અ.સ.), ઉસ્માન ઈબ્ને મઝઉન (ર.અ.), વિગેરેના બનાવોમાં જોવા મળે છે.

6) ઈમામ હુસૈન (અ.સ.) કે જેઓ ‘સય્યદુશ્શોહદા’ છે. બીજા બધા શહીદો જેમકે હઝરત જઅફરે તૈયાર (અ.સ.) અને હઝરત હમ્ઝા (અ.સ.) કરતા ખુબજ ઉચ્ચ મકામ ધરાવે છે. તેથી જે કંઈ બીજાઓ માટે જાએઝ છે / તાકીદ કરવામાં આવી છે તે ઈમામ હુસૈન (અ.સ.) માટે અનેક ગણું વધારે લાગુ પડશે.

અલ્લાહે નબી ખિઝર (અ.સ.ને લાંબી ઝીંદગી શા માટે આપી?

શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી.

જવાબ:

ઇમામ મહદી (અ.ત.ફ. શ.) ની લાંબી ઝીંદગી વિશે શંકા કરવું તે અલ્લાહની અસીમ શક્તિમાં ઈમાનનો ઇન્કાર કરવું છે, જે હકીકતમાં કમજોર તૌહિદની નિશાની છે.

શું અલ્લાહે  બીજાઓને જેમ કે પયગંબર નૂહ (અ.સ.) ને લાંબી જિંદગી નથી આપી?

સૂરએ અન્કબૂત(૨૯):૧૪ માં ફરમાવવામાં આવ્યું છે: 

અને ખરેખરજ અમોએ નૂહને તેની કોમ તરફ (પયગમ્બર બનાવી) મોકલ્યા. પછી તે તેઓમાં એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા (અને હિદાયત કર્યા કરી)પછી તે લોકોને તેમની ઝુલમગાર સ્થિતિમાં (જળ પ્રલયના) તોફાને આવી પકડ્યા.

માત્ર પોતાના દોસ્તો જ નહિ, અલ્લાહે  દૃષ્ટાંત માટે પોતાના દુશ્મન,  જેમ કે શેતાનને પણ લાંબી જિંદગી અતા કરી છે. તો પછી જો અલ્લાહ હઝરત મહદી (અ.ત.ફ.શ.)ને લાંબી જિંદગી અતા કરે તો તેમાં આટલું બધું આશ્ચર્ય શું છે?

પછી, એક વ્યક્તિ છે કે જેની લાંબી જિંદગી ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, અને આ બાબત તમામ વિરોધનો અંત લાવી દે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*