જેમકે તમે લોકોએ આના પહેલા ભાગમાં જોયું કે અમૂક ઈતિહાસકારોએ અને ઈતિહાસના મિત્રોએ ઈસ્લામના અમૂક મુખ્ય બનાવોને વર્ણવવામાં અમાનતદારીથી કામ નથી લીધું અને ઈતિહાસની સત્યતાના ઉપર કાપકૂપ કરી છે જેનું એક ઉદાહરણ તારીખે તબરીમાંથી આપની સમક્ષ રજુ કરવામાં આવેલ અને હવે તેનું બીજું ઉદાહરણ પણ આપની સમક્ષ રજુ કરીએ છીએ.
તેમ છતાં આ ઉદાહરણમાં ઈતિહાસના વર્ણનમાં જે વાત લખી છે તે ધ્યાન આકિર્ષત છે પરંતુ પ્રકાશકે પણ સત્યોને છુપાવ્યું અને બનાવમાં ફેરફાર કરીને ખયાનતનું દ્રષ્ટાંત પુરુ પાડયું છે. તેથી પ્રકાશકે કિતાબના નવી આવૃતિમાં ફેરફાર કરેલ ભાવાર્થવાળી બાબતો લોકોના સામે રજુ કરેલ છે.
યાકુબી પોતાની ઈતિહાસની કિતાબમાં છેલ્લી આયત જે હ. સરવરે કાએનાત (સ.અ.વ.)ના ઉપર નાઝીલ થઈ હતી તેની સ્પષ્ટાના બારામાં આમ લખે છે:
اِنَّ آخِرَ مَا نُزِّلَ عَلَيْهِ: اَلْيَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِيْنُكُمْ وَ اَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِيْ وَ رَضِيْتُ لَكُمُ الْاِسْلاَمَ دِيْنًا وَ هِيَ الرِّوَايَةُ الصَّحِيْحَةُ الثَّابِتَةُ الصَّرِيْحَةُ وَ كَانَ نُزُوْلُـهَا يَوْمَ النَّصُّ عَلِيٌّ اَمِيْرُ الْمُؤْمِنِيْنَ عَلِيُّ بْنَ اَبِيْ طَالِبٍ صَلَوَاتُ اللهِ عَلَيْهِ بِغَدِيْرِ خُمٍّ…(1)
આ રિવાયત પ્રમાણિત, સાચી, સ્પષ્ટ રિવાયત છે અને આયત તે દિવસે આવી / નાઝીલ થઈ હતી જ્યારે ગદીરે ખૂમમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન નિમણુંક કરવામાં આવ્યા હતા.
પરંતુ નવા પ્રકાશનમાં મૂળ લખાણમાં / મુળ રિવાયતમાંના લખાણને બદલી નાખવામાં આવ્યું જે¬¬¬¬¬¬ આ પ્રમાણે કરી નાખ્યું:
(2)وَكَانَ نُزُوْلَهَا يَوْمُ النَّفَرِ عَلِيٌّ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ عَلِيَّ بْنَ اَبِيْطَالِبٍ صَلَوَاتُ اللهِ عَلَيْهِ بَعْدَ تَرَحُّمْ…
આ આયત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી (નઉઝોબિલ્લાહ) નફરતના દિવસે તેમના ઉપર દયા / ક્ષમાશીલતાના પછી નાઝીલ થયેલ છે. આ માત્ર વિશ્ર્વાસઘાત / કપટ (ગદીરે ખૂમમાં) છે કે આ લખાણને બદલવાના ચક્કરમાં શબ્દોની ઉલટફેર અને શબ્દ (ગદીરે ખૂમ)ને તોડ મરોડ કરીને પ્રસ્તૃત કરવાના માટે (ગદીરે ખૂમ)ની જગ્યા ઉપર (દયાના પછી) જેવું લખાણને જન્મ આપ્યો અને શબ્દ (નસ્સ)ને જે છેવટે અમીરૂલ મોઅમેનીનના બારામાં છે અને રસુલે ખુદા (સ.અ.વ.) એકદમ સ્પષ્ટ અને પ્રકાશીત સ્વરૂપે વિલાયતે અમીરૂલ મોઅમેનીનના મસઅલાને રજુ કર્યું છે કે ઈતિહાસે તેને શબ્દ નસ્સથી યાદ કરેલ છે.(3) પરંતુ આ વિશ્ર્વાસઘાતી / ખયાનતકારે તેને શબ્દ ‘અલ નફર’(4) માં રૂપાંતર કરી નાંખ્યું છે.
ઈતિહાસ અને ઈતિહાસની સત્યતાની સાથેની આવી રમતના ઘણા નમૂના છે પરંતુ અમે અહિંયા ફકત બે નમૂના ઉપર સિમીત કરીએ છીએ.
જ્યારે આ તુચ્છ પ્રકારની કોશીષ અને રીતથી વિશ્ર્વાસઘાતુ પોતાના હેતુને સિધ્ધ ના કરી શકયા તો પછી તેમની બીજી અમૂક કિતાબોમાં બીજી રીત દ્રષ્ટિગોચાર થઈ.
આ રીતની પાયામાં આ લોકોએ એહલેબૈતના માનવાવાળાઓ (શીઆઓ)ની કિતાબોમાં દખલ / હસ્તક્ષેપ કરીને અઈમ્માએ મઅસુમીન (અ.સ.)ના સ્થાન અને દરજ્જાને ઘટાડવાનું અને ઓછું કરવાનું અસફળ પ્રયત્નો કરવા લાગ્યા.
જેમકે અમૂક તે રિવાયતો કે જેને ઈમામ અમૂક શર્તોના સાથે અથવા ખાસ મૌકાના કારણે તેમના સામેનાવાળી વ્યકિતને ફરમાવેલી હતી તેને એવી રીતે વર્ણવે છે કે ઈતિહાસના પઢવાવાળા પ્રથમજ દ્રષ્ટિએ ગલત સમજણનો શિકાર બની જાય છે.
આ પ્રમાણેના તરીકાથી વાંચવાવાળો એવી શંકામાં ઘેરાય જાય છે કે ઈમામે (નઉઝોબિલ્લાહ) ખોટી વાત ફરમાવી છે અથવા રાવીએ જુઠી વાતને ઈમામથી નિસ્બત આપી છે અથવા તો શીઆ મઝહબ એક ખોટો / બાતીલ મઝહબ છે અને પહેલી અથવા બીજી સ્થિતિમાં પણ (ઈમામનું સ્થાન અને દરજ્જાને ઓછું / ઉતારી પાડવા અથવા રાવીનું જુઠું હોવું). શીઆ મઝહબનું બાતીલ / ખોટા હોવાનું પરિણામ નિકળે છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના વિશ્ર્વાસઘાત / ખયાનતદાર લોકો જયારે પોતાના હાથોને સત્યતાથી ખાલી જોયા તો શીઆઓની કિતાબોમાં લગાવી જેથી કરીને વાકયોની ફેરબદલીની સાથે સાથે એવી શંકાઓ ઉભી કરે જેથી ઈમાનવાળાઓનું ઈમાન કમઝોર થઈ જાય.
તેથી આવા વિશ્વાસઘાતુઓના / ખયાનત કરનારના અમૂક દ્રષ્ટાંતો રજુ કરીએ છીએ.
પ્રથમ હદીસ:
અકલ અને ડહાપણના બંધાણી માણસના માધ્યમ થકી અમૂક લખાણો એ આદેશ અનુસાર અમૂક લખાણ આવેલ છે. જેમાં હદીસનો અમૂક ભાગ કોઈ ખાસ વ્યકિતના બારામાં બયાન કરવામાં આવ્યું હતું પરંતુ તે લખાણને અમૂક ભાગ રદ કરીને તે ખાસ બાબત કે જે ઈમામ જે શખ્સ માટે બયાન કરી હતી તેને તમામ મોઅમીનો માટે નિસ્બત આપી દીધી.
આ હદીસની શરૂઆતમાં અને અંતમાં હઝરત ઈમામે જઅફરે સાદિક (અ.સ.) એ મુગીરા ઈબ્ને સઈદ અને અબુલ ખત્ત્તાબ માટે છે કારણકે તે લોકો ઈમામને ખુદાની નિસ્બત આપી રહ્યા હતા અને લોકોના વચ્ચે જુદી વાતો ફેલાવી રહ્યા હતા તેથી ઈમામ તેમના ઉપર લઅનત કરી છે.
قَالَ اَبُوْ عَبْدِ اللهِ یَوْمًا لِاَصْحَابِه لَعَنَ اللهِ الْمُغِیْرَةَ بْنِ سَعِیْدٍ…
અને એ બધીજ બાબતો / વસ્તુઓ જે તેઓ લોકો ઈમામ (અ.સ.)થી નિસ્બત કરે છે ઈમામ (અ.સ.) તેનાથી નફરત કરતા હતા અને ફરમાવતા હતા કે મુગીરા ઈબ્ને સઈદ તે છે કે જે મારા પિતા ઈમામે મોહમ્મદ બાકીર (અ.સ.) તરફ ખોટી નિસ્બત આપતો હતો અને હદીસના છેલ્લા ભાગમાં ફરમાવ્યું:
ખુદાની કસમ! અગર તે લોકોને અમારા થકી આજમાવવામાં આવતા અને અગર અમે તેમને હુકમ આપતા (કે તેઓ અમને બંદગીમાંથી બહાર નિકાળીને અમારી તરફ ખુદાઈની નિસ્બત આપે) તો વાજીબ હતું કે તેઓ કબુલ ન કરે. બસ આ લોકો કેવા છે કે તેઓ અમને જુએ છે કે અમે ખુદાથી ડરી રહ્યા છે. તેથી અમે ખુદાથી ચાહીએ છીએ કે તેમનાથી દુશ્મની કરવામાં અને તેમનાથી નફરત કરવામાં અને દુરી રાખવાના બારામાં અમારી મદદ કરે. (આના પછી હઝરતે પોતાના અસ્હાબો તરફ મોઢું કરીને ફરમાવ્યું).
હું તમને બધાને ગવાહ બનાવું છું કે હું રસુલે ખુદા (સ.અ.વ.)નો ફરઝંદ છું અને જો તેની (ખુદાની) ઈબાદત કરૂ છું તો તે પોતાની રહેમતોની દિશાને અમારી તરફ ફેરવી લે છે અને જો હું નાફરમાની કરીશ તું મને સખત અઝાબમાં ઘેરી લેશે.
આ રિવાયત તેજ બે (અને તેના જેવા બીજા લોકો)ના બારામાં છે, નહિં કે બધાજ શીઆઓના માટે! અહિંયા જરૂરી છે કે આપણે અઈમ્માએ મઅસુમીન (અ.મુ.સ.)ની રિવાયતોમાં દ્રષ્ટિ નાખીએ જેથી મુગીરા ઈબ્ને સઈદ અને અબુલ ખત્તાબ જેવા લોકોથી વધારે માહિતગાર થઈ શકીએ અને તેના પછી તમારી ધ્યાનને છેલ્લા પરિણામની તરફ જો કે જ્યાં અબુલ ખત્તાબ જેવા ખોટો આરોપ લગાવનાર / દોષારોપણ કરનાર જેવા માણસને ઓળખવામાં આવ્યા છે ત્યાંજ સાથે સાથે અમૂક નકલ થયેલ રિવાયતોમાં મુગીરા ઈબ્ને સઈદ જેવા શખ્સ માટે ખરેખર ધ્યાન અપાયું છે.
મુગીરા તે લોકોમાંથી છે જે ઈમામે બાકીર (અ.સ.) તરફ જુઠી નિસ્બત આપતો હતો અને હંમેશા અઈમ્મા અલયમુસ્સલામે તેના ઉપર લઅનત કરી છે.
એટલાજ માટે તે એમ પણ કહેતો હતો કે મહર બિન અબ્દુલ્લા ઈબ્ને હસન (જેઓ મરી ચૂકયાં હતા) મર્યા નથી અને તેઓ ઈમામે મોહમ્મદે બાકીર (અ.સ.) પછી ઈમામ છે. તેથીજ કશી એ પોતાની કિતાબ રેજાલમાં મુગીરા ઈબ્ને સઈદના ઉપર લઅનતના બારામાં ઘણી બધી રિવાયતોને નકલ કરી છે.
તેથી આપણે એ રિવાયતોના ઉપર દ્રષ્ટિપાત કરીશું જે કિતાબોમાં મૌજુદ છે / જોવા મળે છે.
પહેલી રિવાયત:
સહાબામાંથી કોઈકએ વુઝુના બારામાં મુગીરા ઈબ્ને સઈદથી હુકમ સાંભળ્યો હતો અને તેણે ઈમામે સાદિક (અ.સ.)ને આના ભરોસાપાત્રતાના બારામાં સવાલ કર્યો તો તે સમયે ઈમાન (અ.સ.) એ ફરમાવ્યું:
(5)فَقَالَ وَمَا تَصْنَعُ بِهٰذَا فَهٰذَا قَوْلُ الْمُغِيْرَةَ بْنَ سَعِيْدٍ لَعَنَ اللهُ الْمُغِيْرَةَ…
આ પ્રમાણે ન કહો! આ તો મુગીરાનું કથન છે. ખુદા તેના ઉપર લઅનત કરે.
બીજી રિવાયત:
હઝરત ઈમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:
(6)كَذَبَ عَلَيَّ وَ اَذَاعَ سِرِّيْ فَاَذَاقَهُ اللهُ حَرَّ الْحَدِيْدِ.
ખરેખર મુગીરા ઈબ્ને સઈદે મારા મહાન પિતાના બારામાં જુઠી નિસ્બત આપી છે અને તેમના છુપા રહસ્યોને જાહેર કર્યો છે. પછી (તે વખતે હઝરતે તેના માટે બદદોઆ કરી). ખુદા તેને જહન્નમની આગની મજા ચખાવે (તેના ઉપર અઝાબ નાઝીલ કરે) અને અબુલ ખત્તાબ એ મારા ઉપર જુઠનો આરોપ મૂકયો છે અને મારા રહસ્યોને પણ જાહેર કર્યા છે પછી ખુદા પણ જહન્નમની આગની મજા ચખાડે (તેના ઉપર પણ અઝાબ નાઝીલ કરે).
ત્રીજી રિવાયત:
(7)قَالَ اَبُوْ الْحَسَنَ الرِّضَا: كَانَ الْمُغِيْرَةَ بْنَ سَعِيْدٍ يُكَذِّبُ عَلٰي اَبِيْ جَعْفَرٍ فَاَذَاقَهُ اللهُ حَرَّ الْحَدِيْدَ…
હઝરત ઈમામ રઝા (અ.સ.) એ ફરમાવ્યું:
મુગીરા ઈબ્ને સઅદ મારા દાદા (ઈમામે મોહમ્મદ બાકીર અ.સ)ની તરફ જુઠી નિસ્બત આપતો હતો. બસ ખુદાવંદે આલમે તેને જહન્નમની આગની મજા ચખાવી દીધી છે.
મુગીરા ઈબ્ને સઈદ અને અબુલ ખત્તાબના બારામાં અઈમ્માએ મઅસુમીન (અ.મુ.સ.)થી એટલી વધારે રિવાયતો બયાન કરવામાં આવી છે કે અગર તેનો ઝીક્ર કરવામાં આવે તો આ લેખ લંબાણ થઈ જશે.
એ રિવાયાતો કે જેમાં એ બન્નેના નામ છે તે આ છે:
તે લોકો આ આયતના મિસ્દાક / પુરાવા છે.
(8)هَلْ اُنَبِّئُكُمْ عَلٰي مَنْ تَنَزَّلُ الشَّيَاطِيْنُ. تَنَزَّلُ عَلٰي كُلِّ اَفَّاكٍ اَثِيْمٍ.
હઝરતે ફરમાવ્યું કે અબુલ ખત્તાબ અને મુગીરા ઈબ્ને સઈદ તે લોકોમાંથી છે જેના પર શયતાનો નાઝીલ થતા હતા / જેઓ જાણી જોઈને મારા પિતાની તરફ જુઠી નિસ્બત આપતા હતા.
એ બન્નેનું વ્યકિતત્વ એવું હતું કે દરેક સહાબી જાણતા હતા અને ત્યાં સુધી કે શીઆઓના દરમ્યાન એટલા બધા પ્રખ્યાત અને જાણીતા થઈ ગયા હતા કે જે વાત તેમનાથી સાંભળતા (અગર તે સાચી પણ હોય તો પણ) ભરોસો ન્હોતા કરતા. તેથી લોકો ઈમામની ખિદમતમાં આવીને તે બાબતોને રજુ કરતા અને ઈમામ તેના સાચા હોવાનો કે જુઠા હોવાનો જવાબ આપતા હતા. (એટલેકે ઈમામ તેને સમર્થન આપતા અથવા જુઠલાવી નાંખતા.)
એ લોકોનું દોષારોપણ કરવાનું અને જુઠ એટલી હદ સુધી વધી ગયું હતું કે લોકો અગર કોઈ (હદીસ) ઈમામથી સાંભળતા અથવા ઈલ્મના કુરઆનની તફસીર અથવા બીજુ કોઈ ઈલ્મ પયગમ્બર (સ.અ.વ.)ના વારીસથી કોઈ ઈલ્મી વાત સાંભળતા તો તેઓ મુગીરાના સામે તે વાત કરતા અટકાતા હતા અને આ હદીસોને તેમના સામે વર્ણવાથી દૂર રહેતા હતા. ખરેખર તો તમે આનું કારણને એહસાસ / અનુભવી લીધું હશે તે જો મુગીરાએ આ હદીસને સાંભળી લે તો તેમાં તે ચોક્કસ ફેરબદલી કરી નાંખશે.
પરિણામ:
1. આવા જુઠા લોકો અઈમ્માએ મઅસુમીન (અ.સ.)ના અસ્હાબો દરમ્યાન પ્રખ્યાત અને જાણીતા હતા.
2. આવા જુઠા લોકોની અઈમ્માએ મઅસુમીન (અ.મુ.સ.)એ પોતાને ઓળખ કરાવી દીધી છે.
3. આના પછી પણ ઈતિહાસના વર્ણન કરનારાઓ વિશ્ર્વાસઘાતુઓનો આ હેતું હતો કે અઈમ્મા (અ.સ.)ના અસ્હાબોમાંથી ઘણી સારી સંખ્યાને ભેળવી દે અને અઈમ્માના કેહણ / હદીસોનો ફેરફાર અને બદલી નાંખે. તેથી અમૂક આવા લોકો પ્રખ્યાત થઈ ગયા (ના જ્યાદા / વધારે નહી). જે લોકોએ એ જુઠી જમાઅતની શકલ આપી અને તેઓએ પોતાને શિઆઓથી અને અઈમ્માના સહાબીઓ નજદીક કયર્િ જેથી લોકોના અકીદાઓને ખરાબ કરે અને દોષારોપણમાં મશ્ગુલ / વ્યસ્ત થઈ ગયા. શીઆઓ અને અઈમ્મા (અ.મુ.સ.)ના અસ્હાબોએ એ શીખી લીધું હતું કે દરેક શંકાસ્પદ વાત જે તેમના સુધી પહોંચીથી અને જો તે ઈમામની તરફથી બયાન થયેલ છે તેમ સંતોષ ન થાય તો તેઓ સબ્ર કરતા અને તેઓ ઈમામની ખિદમતમાં પહોંચી જતા અને તેને બયાન કરતા અને તેને ચકાસતા હતા અને જો ઈમામ સુધી પહોંચી ન શકતા તો તેને કુરઆન અને તે રિવાયતોની કસોટીના તોલતા હતા કે જેના બારામાં તેમને સંતોષ હતો તે આ ઈમામે ફરમાવેલી છે અને આ તે રીતે છે કે જે એહલેબૈત (અ.મુ.સ.)ની શિક્ષણ અને તઅલીમ અને તરબીયતના કારણે આજ સુધી ચાલતું આવ્યું છે અને કાર્યપધ્ધતિ આજ સુધી એક યાદના સ્વપે શીઆઓના પાસે બાકી છે અને આજના ગયબતના સમયમાં પણ શીઆઓના હદીસવેત્તાઓ આજ પધ્ધતિ પર અમલ કરે છે.
બાકીની વાતચીત આવતા લેખ નં. 3 માં જોવા વિનંતી છે.
1. તારીખે યાઅકુબી, ભાગ-2, પાનાનં. 37, આવૃત્તિનજફ, હી.1358
2. તારીખે યાઅકુબી, ભાગ-2, પાનાનં. 43, આવૃત્તિનજફ, હી.1379
3. નસ અને મફહુમી એટલે જે સામેવાળાને કોઈપણ શક કે વહેમ વગર તેને હેતું / મકસદની તરફધ્યાન દોરી છે.
4. નફરતનો અર્થ.
5. તેહઝીબુલ અહેકામ, ભાગ-1, પાનાનં. 349, પ્રકરણ14.
6. મુસ્તદરકુલ વસાએલ, ભાગ-9, પાનાનં. 91અને121.
7. રેજાલુલકશી ફિ મુફીરત ઈબ્નેસઈદ, પાનાનં. 223.
8. સુરે શોઅરા, આ. 221, 222
Be the first to comment