કેવી રીતે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે.

વાંચવાનો સમય: 8 મિનિટ

મોહમ્મદ બિન મેહમુદ અલ અબ્દી ઈમામ મુસા બિન જઅફર કાઝીમ (અ.સ.)થી નકલ કરે છે:

હું હારૂન (અબ્બાસી ખલીફા)ને મળવો ગયો અને તેને સલામ કરી. તેને સલામનો જવાબ આપ્યો અને કહ્યું: બન્ને ખલીફાઓને કર ભરી દીધો?

ઈમામ (અ.સ.): અય અમીરૂલ મોઅમેનીન, હું તારાથી અલ્લાહ પાસે પનાહ ચાહુ છું કે તું મારી હત્યાના ગુનાહથી દૂર રહે તેથી અમારા દુશ્મનોને તારા કાનો ઉધાર ન આપ. તું સારી પેઠે જાણો છો કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી સતત નિંદાત્મક દાવાઓ કરવામાં આવ્યા છે. તારા રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે સબંધના આધારે, શું હું રસુલુલ્લાહ (સ.અ.વ.)થી એક હદીસ બયાન કરૂં જે મેં મારા પૂર્વજો (અ.મુ.સ.)થી સાંભળી છે?

નોંધ:અમીરૂલ મોઅમેનીનહઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નું ખાસ લકબ છે, એવું લકબ કે કોઈપણ બીજા ઈમામ (અ.સ.)ને પણ આ લકબ દ્વારા સંબોધવામાં નથી આવતા. અલબત્ત ઝાલીમ ખલીફાઓ હંમેશા પસંદ કરતા કે તેમને આ લકબથી સંબોધવામાં આવે. અગર કોઈ તેમને આ લકબથી ન સંબોધે તો તેને સખત સજા કરવામાં આવતી ત્યાં સુધી કે તેને મારી નાખવામાં આવતો. શીઆઓ અને ખાસ કરીને અઈમ્મા (અ.મુ.સ.) એવા સમયમાં ઝીંદગી પસાર કરતા હતા જ્યારે ખલીફાઓ ઝાલીમ હતા. તેથી તેઓ માટે તકય્યામાં રહેવું અને આ ઝાલીમ ખલીફાઓને આ લકબથી સંબોધવું જરૂરી હતું. તેથી ઈમામ કાઝીમ (અ.સ.)એ હારૂનને આ લકબથી સંબોધન કર્યુ.

હારૂન: હા, જરૂર કહો.

ઈમામ (અ.સ.): રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યારે સબંધી નઝદીક આવે છે તો ખૂન ઉકળે છે. તેથી તારો હાથ આપ.

હારૂન: મારી નઝદીક આવો.

ઈમામ (અ.સ.): હું તેની નઝદીક ગયો. તેણે મારો હાથ લાંબો સમય પકડી રાખ્યો અને તેની છાતી ઉપર ઘણો સમય રાખ્યો અને કહ્યું: અય મુસા (અ.સ.)! બેસી જાઓ. તમો ચિંતા ન કરો.

જ્યારે મેં તેને જોયો તો તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

હારૂન: તમે સાચુ ફરમાવ્યું. તમારા પૂર્વજોએ પણ સાચુ ફરમાવ્યું. મારૂં ખૂનનું દબાણ વધી ગયું છે, મારી નસો એટલી ઝડપથી વધી ગઈ છે કે સહાનુભૂતિ અને દુ:ખ એ મને ઘેરી લીધો છે અને હું રડવા લાગ્યો. હું તમારી સાથે આ લાગણીના બારામાં સવાલ કરવા ચાહું છું, જે મેં કયારેય કોઈને બયાન કરી નથી. અગર તમે મારા સવાલનો જવાબ આપી દો તો હું તમને છોડી દઈશ અને કયારેય તેની વાત નહિ સાંભળુ જે તમારા વિરૂધ્ધ બોલે છે. મેં સાંભળ્યું છે કે તમે કયારેય જૂઠ નથી બોલતા, તેથી મારા સવાલનો જવાબ સચ્ચાઈ સાથે આપો.

ઈમામ (અ.સ.): તું સવાલ કર પણ મારી જાનના રક્ષણની ઝમાનત લે.

હારૂન: અગર તમે સાચુ કહો અને તકય્યા (કે જે જનાબે ફાતેમા (સ.અ.)ના કુટુંબની લાક્ષણીકતા છે) ન કરો તો પછી તમારી જાન સુરક્ષિત છે.

ઈમામ (અ.સ.): અય અમીરૂલ મોઅમેનીન, પુછ જે પુછવું હોય.

હારૂન: કેવી રીતે તમો (બની હાશીમ) અમો (બની અબ્બાસ)થી અફઝલ છો, જ્યારે કે આપણે બન્ને અબ્દુલ મુત્તલીબની અવલાદમાંથી છીએ. તમો અબુતાલિબ (અ.સ.)ની નસ્લમાંથી છો અને અમો અબ્બાસની નસ્લમાંથી. બન્ને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કાકાઓ છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સબંધમાં સરખા છે?

ઈમામ (અ.સ.): અમો રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નઝદીક છીએ.

હારૂન: કેવી રીતે?

ઈમામ (અ.સ.): જનાબે અબ્દુલ મુત્તલીબના બન્ને ફરઝંદો જનાબે અબ્દુલ્લાહ (અ.સ.) અને જનાબે અબુતાલિબ (અ.સ.) સગા ભાઈઓ હતા, જ્યારે કે અબ્બાસ સાવકા ભાઈ હતા.

હારૂન: કયા આધારે તમે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વારીસો હોવાનો દાવો કરો છો જ્યારે કે કાકા વારસામાં અવરોધ છે, એટલેકે જ્યારે કાકા મૌજુદ હોય, પિતરાઈ ભાઈઓ વારસામાં દાવો ન કરી શકે કારણકે કાકાને કાકાના દિકરાઓ ઉપર અગ્રતા હાસીલ છે. જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) વફાત પામ્યા, જનાબે અબુતાલિબ (અ.સ.) હયાત ન હતા પરંતુ અબ્બાસ હયાત હતા.

ઈમામ (અ.સ.): અગર તું યોગ્ય સમજ તો મને આનો જવાબ દેવાથી માફ કર અને બીજો કોઈ સવાલ કર.

હારૂન: મહેરબાની કરી જવાબ આપો.

ઈમામ (અ.સ.): અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે પોતાની અવલાદ મૌજુદ હોય ચાહે ફરઝંદ હોય કે દુખ્તર, તો માં, બાપ, પત્નિ અને પતિ સિવાય  બીજા કોઈને વારસો નહિ મળે. તેથી અગર અવલાદ મૌજુદ હોય તો કાકાઓને વારસો મળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કુરઆનમાં એવું કંઈ નથી જે સાબીત કરે કે કાકાઓને વારસો મળશે જ્યારે કે મરનારની પોતાની અવલાદ હયાત હોય. રસુલુલ્લાહ (સ.અ.વ.)થી પણ આવી કોઈ હદીસ નથી. ફકત તૈમ (અબુબક્ર), અદી (ઉમર)ના કબીલા અને બની ઉમય્યા માને છે કે કાકાઓ પિતાની જેમ છે. આ લોકોનું શાસન હક્કથી ઘણુંજ દૂર છે પરંતુ અલી (અ.સ.)ના માનનારાઓ તૈમ અને અદીના કબીલાઓથી અલગ હુકમ આપે છે.

અલી (અ.સ.)ની આ તફસીરને અનુસરીને નૂહ બિન દરરાજે  હુકમ આપ્યો છે, જેના આધારે હારૂને કુફા અને બસરાના ગર્વનરો બનાવ્યા. લોકો પોતાની રોજીંદી ઝીંદગીમાં આ હુકમોને અનુસરે છે.

હારૂન: નૂહ બિન દરરાજના હુકમો અને બીજી વિધ્વાન વ્યક્તિના હુકમો લાવો કે જેના હુકમો નૂહના હુકમ કરતા અલગ છે.

હારૂન વિધ્વાન વ્યક્તિને: શા માટે તું વારસાની બાબતમાં તે જ હુકમો નથી આપતો જે હેજાઝના હોશિયાર વ્યક્તિઓ (ઈમામ કાઝીમ અ.સ. અને નૂહ બિન દરરાજએ આપ્યા છે)?

વિધ્વાને જવાબ આપ્યો: નૂહ બિન દરરાજ એક નિડર વ્યક્તિ છે પરંતુ એ છતાં કે અમીરૂલ મોઅમેનીન હારૂને એહલે સુન્નતની ભરોસાપાત્ર હદીસ ઉપર ભરોસો કર્યો છે પણ અમોને ખૌફ છે, તેણે એ પણ કહ્યું છે કે ‘ફેંસલાઓ દેવામાં તમારા અલી સૌથી વધુ લાયક છે’ અને ઉમર બિન ખત્તાબ દ્વારા પણ આ કહેવામાં આવ્યું છે કે અલી શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.

સંદર્ભ: આ વિષય હેઠળ હદીસો (કે અલી અ.સ. શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે) એહલે સુન્નતના ઘણા બધા આલીમોએ વર્ણવી છે.

તેમાંથી અમુક આ મુજબ છે:

1) શવાહેદુત્તન્ઝીલ, ભા. 2, પા. 467

2) સેયારે આલમુન્નોબલા, ભા. 14, પા. 209

3) ફૈઝે કદીર, ભા. 2, પા. 668

4) તોહફહુલ અહવાઝી, ભા. 10, પા. 205

5) ફત્હુલ બારી, ભા. 10, પા. 487

6) શર્હે નહજુલ બલાગાહ, ભા. 1, પા. 18, ભા. 7, પા. 219

7) કશ્ફુલ ખફા, ભા. 1, પા. 162

8) તફસીરે કુરતુબ્બી, ભા. 15, પા. 162

9) અલ ઉસુલુલ અસીલહ, પા. 112

10) અલ એહકામ, ભા. 4, પા. 237

11) તારીખે દમીશ્ક, ભા. 15, પા. 300

12) અલ જવહરતો ફી નસબે ઈમામ અલી (અ.સ.) વ આલેહી, પા. 71

13) તારીખે ઈબ્ને ખલ્દુન, ભા. 1, પા. 197

14) જવાહેરૂલ મતાલીબ, ભા. 1, પા. 76

15) અલ ગદીર, ભા. 3, પા. 95 અલ ઈસ્તેઆબ, ભા. 3, પા. 235 થી નકલ

16) મતાલેબુલ સોઉલ, પા. 23, તમીઝુલ તૈયબ મેનલ ખબીસ, પા. 25 અને સઈદ બિન અબી ખુઝૈબ ઈમામ સાદિક (અ.સ.)ના સાથીદાર ઈમામ (અ.સ.)થી નકલ કરે છે કે ઈબ્ને અબી લૈલા અને હું મદીનામાં આવ્યા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મસ્જીદમાં દાખલ થયા. અમો ઈમામ (અ.સ.)ની ખિદમતમાં પહોંચ્યા અને ઈમામ (અ.સ.)એ મારા તથા મારા કુટુંબના બારામાં સવાલ કર્યો. પછી આપ (અ.સ.) એ મારા સાથીદાર ઈબ્ને અબી લૈલાના બારામાં સવાલ કર્યો. મેં ઈમામ (અ.સ.)ને કહ્યું: તે ઈબ્ને અબી લૈલા છે, મુસલમાનોના કાઝી. ઈમામ (અ.સ.)એ તેને સવાલ કર્યો: શું તમે કયારેય કોઈ વ્યક્તિની મિલ્કત ખરીદીને બીજી વ્યક્તિને આપી છે અથવા પતિ અને પત્નિ વચ્ચે તલાક કરાવી છે અને આમાં કોઈથી ખૌફ રાખતા હતા? મેં કહ્યું: હા. ઈમામ (અ.સ.)એ પુછયું: તમે શેના વડે ફેંસલો કર્યો? એ હદીસો વડે જે મારા સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.), અબુબક્ર અને ઉમરથી પહોંચી છે. ઈમામ (અ.સ.)એ તેને સવાલ કર્યો: શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આ હદીસ તારા સુધી નથી પહોંચી કે ‘ફેંસલા કરવામાં તમારામાં અલી (અ.સ.) સૌથી શ્રેષ્ઠ છે.’ તેણે જવાબ આપ્યો: હા. ઈમામ (અ.સ.) એ તેને પુછયું: તો પછી શા માટે તું અલી (અ.સ.)ના ફેંસલાઓ મુજબ ફેંસલો નથી કરતો? રાવી કહે છે કે ઈબ્ને અબી લૈલાના ચહેરા ઉપર ગમગીનીની નિશાનીઓ દેખાવા લાગી અને તેણે મને કહ્યું: પોતા માટે બીજો કોઈ દોસ્ત ગોતી લે, અલ્લાહની કસમ! હું તારી સાથે કયારેય વાત નહિ કરૂં.

17) કાફી, ભા. 7, પા. 408, તેહઝીબુલ એહકામ, ભા. 6, પા. 221

18) વસાએલુશ્શીઆ, ભા. 18, પા. 8

19) અલ એહતેજાજ, ભા. 2, પા. 102

20) બેહારૂલ અન્વાર, ભા. 47, પા. 334

હારૂન: અય મુસા! મહેરબાની કરી સ્પષ્ટતા કરો.

ઈમામ (અ.સ.): બેઠકો અમાનત હોય છે, ખાસ કરીને તારી (પોતાના જાનની હિફાઝતનો સવાલ કર્યો).

હારૂન: બેખૌફ બયાન કરો.

ઈમામ (અ.સ.): ન ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)એ વારસામાં પોતાના કાકાનો હિસ્સો રદ કર્યો છે પરંતુ જેઓએ તેમની સાથે હિજરત ન કરી તેઓ સાથે પણ પોતાની દોસ્તીથી ઈન્કાર કર્યો છે.

હારૂન: તમારી પાસે કોઈ દલીલ છે?

ઈમામ (અ.સ.): કુરઆન ફરમાવે છે:

وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُم مِّن وَلَايَتِهِم مِّن شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ

“…અને તે ઈમાનવાળાઓ જેઓએ હિજરત નથી કરી, તો જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તમારે તેઓની દોસ્તી સાથે કંઈ લેવા દેવા નથી.

(સુરએ અન્ફાલ 8:72)

અને અબ્બાસ હિજરત કરનારાઓમાં ન હતો.

હારૂન: શું આ અમારા દુશ્મનોમાંથી કોઈએ કહ્યું હતું? અથવા આ કોઈ વિધ્વાન દ્વારા વર્ણવવામાં આવ્યું છે?

ઈમામ (અ.સ.): નહિ. કોઈએ આના બારામાં મને નથી પુછયું સિવાય અમીરૂલ મોઅમેનીન હારૂને.

હારૂન: કયા નિયમથી તમે ઈજાઝત આપી કે લોકો તમને રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નિસ્બત આપે અથવા તમને ‘ફરઝંદે રસુલ’ કહે જ્યારે કે તમે અલી (અ.સ.)ના ફરઝંદ છો અને કોઈપણ વ્યક્તિને તેના બાપ સાથે નિસ્બત દેવામાં આવે છે, ન કે માં (જનાબે ફાતેમા સ.અ.) સાથે અને રસુલુલ્લાહ (સ.અ.વ.) તમારા નાના હતા?

ઈમામ (અ.સ.): અય અમીરૂલ મોઅમેનીન! અગર રસુલુલ્લાહ (સ.અ.વ.) આજે હયાત હોત અને તમારી દુખ્તરનો હાથ શાદી માટે માંગે તો તમે શું જવાબ આપો?

હારૂન: શા માટે નહિ, હું કબુલ કરત. અલબત્ત હું અરબો અને અજમોમાં મારી જાત ઉપર ગર્વ કરત.

ઈમામ (અ.સ.): પરંતુ રસુલુલ્લાહ (સ.અ.વ.) મારી દુખ્તરનો હાથ ન માંગી શકે.

હારૂન: કેમ?

ઈમામ (અ.સ.): કારણકે હું તેમનો ફરઝંદ છું અને તું એમનો ફરઝંદ નથી.

હારુન: સારું. અય મુસા, પરંતુ શા માટે તમો બધા પોતાને તેમના ફરઝંદ કહો છો, જયારે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને કોઈ ફરઝંદ ન હતા અને તમો તેમની દુખ્તરના ફરઝંદ છો?

ઈમામ: અય અમીરુલ મોઅમેનીન! આપણા સંબંધો અને આ કબ્ર તથા તેના રહેવાસીના વાસ્તાથી હું વિનંતી કરું છુ કે આ સવાલ ન કર.

હારુન: શક્ય નથી. તમારે કારણ બયાન કરવું પડશે, હવે જયારે તમે તેઓના સરદાર છો અને મને કહેવામાં આવ્યું છે કે તમે ઝમાનાના ઈમામ છો. તેથી, તમારે આને અલ્લાહની કિતાબથી સાબિત કરવું પડશે અને આ બાબતમાં કોઈ બહાનુ માન્ય નથી. તમો, અલી (અ.સ.)ના ફરઝંદો દાવો કરો છો કે તમો કુરઆનના બધા અર્થો અને તેની તફસીરને જાણો છો ત્યાં સુધી કે તેના અક્ષરો પણ “અલીફ” અને “વાવ” અને આ આયાતને સાબિતી તરીકે પેશ કરો છો.

مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ

અને અમોએ કિતાબમાં કોઈ પણ પ્રકારની બાબત પડતી મૂકી નથી.”

(સુરએ અનઆમ 6:38)

અને પોતાને બધા આલિમોથી શ્રેષ્ઠ ગણો છો.

ઈમામ: અગર તું ઈજાઝત આપ તો હું પવિત્ર કુરઆનથી દલીલ આપું.

હારુન: જી, જરૂર.

ઈમામ: અલ્લાહ કુરઆનમાં ફરમાવે છે:

وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚوَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ. وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ      كُلٌّ مِّنَ الصَّالِحِينَ

અને તેની અવલાદમાંથી દાઉદ તથા સુલૈમાન તથા અય્યુબ તથા યુસુફ તથા મુસા અને હારુનને પણ અને અમે નેકી કરનારાઓને એવીજ રીતે સારો બદલો આપ્યા કરીએ છીએ. અને ઝકરિયા તથા યહ્યા તથા ઈસા તથા ઈલ્યાસ, તેઓમાંના દરેક નેકુકારોમાંથી હતા.”

(સુરએ અનઆમ 6:84-85)

ઈમામ: અય અમીરુલ મોઅમેનીન, ઈસાના પિતા કોણ છે?

હારુન: ઈસાને પિતા ન હતા.

ઈમામ: તેથી ઈસા (અ.સ.) પોતાની માતા વડે ઈબ્રાહીમ (અ.સ.)ની નસ્લથી જોડાઈ છે. તેવીજ રીતે અમો પણ અમારી માતા જનાબે ફાતેમા (સ.અ.) વડે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલ સાથે જોડાઈએ છીએ. અગર તું ઈજાઝત આપતો હોય તો હું આની સ્પષ્ટતા કરું?

હારુન: જી, જરૂર.

ઈમામ: અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે:

“તથાપિ તે (ઈસા) વિષે જે જ્ઞાન તને મળી ચૂકયું છે તે પછી પણ જે કોઈ તારી સાથે તે (ઈસા)ના સબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારા પુત્રોને બોલાવીએ અને તમે તમારા પુત્રોને બોલાવો અને અમે અમારી બેટીઓને બોલાવીએ અને તમે તમારી બેટીઓને (બોલાવો) અને અમે પોતાના નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) કરગરીને દુઆ કરીએ અને જૂઠું બોલનારાઓ પર અલ્લાહની ફિટકાર કરીએ.”

(સુરએ આલે ઇમરાન 3:61)

ઈમામ: કોઈએ પણ દાવો નથી કર્યો કે રસુલુલ્લાહ (સ.અ.વ.) મુબહેલા માટે અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) સિવાય બીજા કોઈને સાથે લઇ ગયા હોય. તેથી આ આયતની તફસીર આ મુજબ થાય છે ‘અમારા ફરઝંદો’ હસન અને હુસૈન (અ.મુ.સ.), ‘અમારી ઔરતો’ સીદ્દીકા, તાહેરા, ફાતેમા (સ.અ.) અને ‘અમારા નફ્સો’ એટલે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.).

બીજો મુદ્દો એ છે કે બધા આલિમો એ હકીકત બાબતે એકમત છે કે જીબ્રઈલ (અ.સ.)એ ઓહદના સમયે કહ્યું: ‘અય મોહમ્મદ! આ પોતાની જાતને બિસ્તર ઉપર મુકવી, કુરબાનીઓ અને મદદ બધુજ અલી (અ.સ.) તરફથી છે.’ પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જવાબ આપ્યો: આ એટલા માટે છે કે હું અલી (અ.સ.)થી છુ અને અલી (અ.સ.) મારાથી છે. આના ઉપર જીબ્રઈલે જવાબ આપ્યો: હું પણ તમારાથી છુ યા રસુલુલ્લાહ! કોઈ જવાન નથી સિવાય અલી (અ.સ.) અને કોઈ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર.

સંદર્ભ: ઝખાએરુલ ઉક્બા, પા. ૬૮, મજ્મઉલ ઝવાએદ, ભા. ૬, પા. ૧૧૪, ઉમ્દાહ અલ કારી, ભા. ૧૬, પા. ૨૧૪, અલ મોજમૂલ કબીર, ભા. ૧, પા. ૩૧૮, કન્ઝુલ ઉમ્મલ, ભા. ૧૩, પા. ૧૪૪ પરંતુ તેમાં આ વાક્ય નથી કે: કોઈ જવાન નથી સિવાય અલી (અ.સ.) અને કોઈ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર. કિતાબો જેમાં આ વાક્યનો સમાવેશ થાય છે:

અલ મે’યાર વલ મોઅઝ્ઝેનાહ, પા. ૯૧, કીતાબુલ હવાતીફ, પા. ૨૦, શર્હે નહ્જુલ બલાગાહ, ભા. ૧, પા. ૨૯ અને ભા. ૨, પા. ૨૧૧, નઝમુલ દુર્રુલ સીમ્તૈન, પા. ૧૨૦, કન્ઝુલ ઉમ્માલ, ભા. ૫, પા. ૪૨૩, કશ્ફુલ ખીફા, ભા. ૨, પા. ૩૬૩, અલ કામિલ ઇબ્ને અસીર, ભા. ૫, પા. ૨૬૦, તારીખે મદીના વ દમીશ્ક, ભા. ૩૯, પા. ૨૦૧, લેસાનુલ મીઝાન, ભા. ૪, પા. ૪૦૨, મનાકીબે અલી ઇબ્ને અબી તાલિબ, ઇબ્ને મુર્દોવાય, પા. ૧૦૧, યનબિઉલ મવદ્દત, ભા. ૧, પા. ૨૪૦, જવાહીર અલ મતાલીબ, ભા. ૧, પા. ૧૮૯, સીરહુલ નબવીય્યાહ, ઇબ્ને કસીર, ભા. ૪, પા. ૭૦૭, અલ મનાકીબે ખ્વારઝમી, પા. ૩૭, અલ બીદાયાહ વલ નિહાયાહ , ભા. ૬, પા. ૬

હઝરત અલી (અ.સ.)ની મિસાલ હઝરત ઈબ્રાહીમ (અ.સ.) જેવી છે જેવી રીતે કે કુરઆન બયાન કરે છે:

قَالُوا سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُ إِبْرَاهِيمُ

તેઓએ કહ્યું: અમોએ એક જવાનને તેઓના બારમાં બોલતા સંભાળ્યો છે.”

(સુરએ અમ્બીયા 21:60)

હારુન: ખુબ સરસ. અય મુસા! મને તમારી જરૂરતો બયાન કરો.

ઈમામ: તમારા સગાની પહેલી જરૂરત એ છે કે તું એને પાછા મદીના જવાની પરવાનગી આપ.

હારુન: હું જોવ છુ તે માટે શું કરી શકાય છે.

નકલ કરવામાં આવ્યું છે કે હારુન પોતાના શબ્દોથી ફરી ગયો અને ઈમામ (અ.સ.)ને  સિન્દી બિન શાહિકને હવાલે કરી દીધા, કે જેણે ઈમામ (અ.સ.)ને હારુનના હુકમથી કૈદખાનામાં ઝેર આપ્યુ.

સંદર્ભ: ઓયુને અખબારે રેઝા (અ.સ.), ભા. ૨, પા. ૭૮, અલ એહતેજાજ, ભા. ૨, પ. ૧૬૧, બેહારુલ અન્વાર, ભા. ૪૮, પા. ૧૬૫, ભા. ૧૦૧, પા. ૩૩૪, અલ મનાઝીર ફી અલ આકાએદ વલ એહ્કામ, ભા. ૧, પા. ૨૪૦.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*