કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટ

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો.

આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી.

મુસલમાન આલીમોથી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું જન્નત અને જહન્નમના વહેચનાર છે તે બાબતે ઘણી બધી રિવાયતો છે.

ત્યાં સુધી કે શીઆઓની સખ્ત ટીકા કરનારાઓ જેમકે એહમદ ઈબ્ને હજરે હયસમી અલ શાફેઈ, મક્કાના રહેવાસી (વફાત 974 હી.સ.)એ તેની કિતાબ અસ્સવાએકે મોહર્રેકા (શીઆઓ ઉપર વીજળી)માં આ રિવાયત નકલ કરી છે.

અલી (અ.સ.)એ તેમના લાંબા ખુત્બામાં ઉમર દ્વારા રચાએલ શુરાના 6 સભ્યો સામે બયાન ફરમાવ્યું:

“હું તમને અલ્લાહના વાસ્તે સવાલ કરૂં છું કે મારી સિવાય છે કોઈ તમારી દરમ્યાન જેના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: તમે જન્નત અને જહન્નમના વહેચનાર છો.”

તેઓએ કહ્યું: નહિ.

 • અસ્સવાએકે મોહર્રેકા, પા. 75
 • અલ એહતેજાજ, ભા. 1, પા. 134-145

આજ રીતે પવિત્ર કુરઆને પણ આ હકીકત તરફ ઈશારો કર્યો છે અને ફરમાવ્યું છે:

“તમે બન્ને, દરેક નાશુક્રા શિરજોરને જહન્નમમાં નાખી દો.”

 • (સુરએ કાફ-50:24)

અલ્લાહ આ આયતમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) અને અલી (અ.સ.)ને હુકમ કરી રહ્યો છે કે બળવાખોરોને જહન્નમમાં નાખી દે.

 • શવાહેદુત્તન્ઝીલ, ભા. 2, પા. 260-265 (એહલે તસન્નુન)
 • તફસીરે કુમ્મી (ર.અ.) ભા. 2, પા. 324
 • તફસીરે ફુરાતુલ કુફી (ર.અ.), પા. 436
 • અલ આમાલીએ શૈખે તુસી (ર.અ.), પા. 290, 368
 • અલ જવાહીર અલ સાનીય્યા, પા. 532
 • તફસીરે બુરહાન, ભા. 5, પા. 139-147

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)આ દરજ્જા ઉપર પહોંચ્યા?

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આ દરજ્જા ઉપર પહોંચવું અને બીજાઓનું બાકાત રહેવા પાછળ એક આંખ ઉઘાડતો બનાવ છે અને આમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો ખુબજ મહત્ત્વનો ભાગ છે.

નીચે બનાવનો સારાંશ રજુ કરવામાં આવ્યો છે:

મુસલમાનોએ હમણાંજ જંગે ખૈબરમાં વિજય મેળવ્યો હતો. આજ પ્રસંગે જઅફરે તય્યાર (અ.સ.) હબશાથી મદીના પરત ફર્યા હતા જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અચંબામાં નાખી દે કે તેમને કઈ બાબત વધારે ખુશ કરે છે, જંગે ખૈબરનો વિજય કે જઅફરનું પાછુ આવવું.

જઅફરે પોતાના નાના ભાઈ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને એક કનીઝ તોહફામાં આપી.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ જનાબે ફાતેઝા ઝહરા (સ.અ.)ને ખુશ કરવા તે કનીઝને આઝાદ કરી અને મોહાજીરો અને અન્સાર દરમ્યાન 500 દિરહમ પણ વહેંચ્યા.

તેથી જીબ્રઈલ રસુલુલ્લાહ (સ.અ.વ.) સમક્ષ નાઝીલ થયા અને ફરમાવ્યું:

અય મોહમ્મદ! અલ્લાહે તમને સલામ મોકલાવ્યા છે અને કહ્યુ છે: અલી (અ.સ.)ને ખુશખબરી આપી દો જનાબે ફાતેમા (સ.અ.)ને ખુશ કરવા માટે જે કનીઝને આઝાદ કરી દીધી તેના બદલામાં મેં તેમને તોહફામાં જન્નત અને તેની દરેક વસ્તુ અતા કરી. કયામતના દિવસે અલી (અ.સ.) જન્નતના દરવાજા ઉપર ઉભા રહેશે અને મારી રહમતથી તે જેમને ચાહશે જન્નતમાં લઈ જશે અને મારા અઝાબથી જેને ચાહશે તેમાં દાખલ થવા નહિ દે.

અને એવી જ રીતે મેં જહન્નમ અને તેની દરેક વસ્તુને તેમના હવાલે કરી દીધી છે કારણકે અલી (અ.સ.)એ 500 દિરહમો જનાબે ફાતેમા (સ.અ.)ને ખુશ કરવા સખાવત કરી.

કયામતના દિવસે અલી (અ.સ.) જહન્નમના દરવાજા ઉપર ઉભા રહેશે અને જેને ચાહશે તેને મારા અઝાબ વડે તેમાં નાખશે અને જેને ચાહશે તેને મારી રહમત થકી તેમાં જવાથી બચાવશે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને ફરમાવ્યું:

અય અલી (અ.સ.)! તમે ખુબ સારૂં કાર્ય કરૂં. તમારી જેવું કોણ બની શકે, જન્નત અને જહન્નમના તકસીમ કરનાર!

 • બશારૂલ મુસ્તફા (સ.અ.વ.), પા. 101-102
 • બેહારૂલ અન્વાર, ભા. 39, પા. 207-208
 • અલ જવાહીર અલ સાનીય્યાહ, પા. 543-544

આ બનાવ ઉપરથી ત્રણ બાબતો સ્પષ્ટ થઈ જાય છે:

1) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ખુશ્નુદી ન ફકત જન્નત / જહન્નમને લાયક બનાવે છે પરંતુ અલી (અ.સ.)ને તો જન્નત અને જહન્નમના તકસીમ કરનાર બનાવી દીધા. અલબત્ત, જનાબે ફાતેમા (સ.અ.)ના સૌથી કમઝોર શીઆઓ પણ ઘણા લોકોને જહન્નમમાંથી કાઢશે અને જન્નત તરફ લઈ જશે.

2) અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ખુશ કરવા પોતાના ભાઈ જઅફરે તય્યાર (અ.સ.)ની કનીઝને આઝાદ કરી. આ બતાવે છે કે તે આપ (અ.સ.) અબુ જહલની દીકરી સાથે શાદી કરવા ચાહતા હતા અને આ બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ગુસ્સો કરતા હતા, તે એક ઘડી કાઢેલ બનાવ છે જેથી આપ (અ.સ.)નો દરજ્જો ઘટાડી શકાય.

અગર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને આ જન્નત અને જહન્નમને તકસીમ કરવાનો દરજ્જો અલ્લાહ દ્વારા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ખુશ કરવા માટે આપવામાં આવ્યો હતો, તો પછી આની સામે કોઈ પણ બનાવ અથવા બાબત બને તો અલ્લાહ આ દરજ્જાને પાછો લઈ લેત.

3) બીજા સ્ત્રોતોથી પણ આ દરજ્જો ફકત અને ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે છે અને અલ્લાહ દ્વારા આ દરજ્જા માટે બીજું કોઈ સહાબી લાયક ન હતું, તેથી તેમના વિરોધીઓ જેઓએ ખિલાફતનો દાવો કર્યો હતો તેઓ અલી (અ.સ.) ઉપર કોઈ ફઝીલત ધરાવતા ન હતા. આ એ મુદ્દો છે કે અલી (અ.સ.)એ શુરામાં રજુ કર્યો હતો અને તેની બધા સભ્યોએ તસ્દીક કરી હતી.

4) જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના સ્વતંત્ર તકસીમ કરનાર છે તો પછી આપ (અ.સ.)ના દોસ્તો અને માનનારાઓ જન્નતમાં પહોંચશે ન કે બીજાના માનનારાઓ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*