શું અલ્લાહે જંગોમાંથી ભાગી જવા બદલ સહાબીઓને માફ કર્યા?

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો જેમકે જંગો (ઓહદ, ખૈબર, હુનૈન)થી ભાગવાની વાતને રજુ કરવામાં આવે છે તો તેઓ કહે છે કે એમ છતાં કે આ ગુનાહે કબીરાઓ છે પરંતુ અલ્લાહે તેઓને માફ કરી દીધા છે તેથી આપણે પણ તેને નઝર અંદાજ કરવા જોઈએ.

જવાબ:

યા તો અદાલત અથવા ગુનાહો – બન્ને  હોય શકે

જયારે આપણે પવિત્ર કુરઆનની જાહેર આયતોની તરફ નજર કરશું તો જણાશે કે સહાબીઓએ ઘણી ગંભીર ભૂલો અંજામ આપી હતી. તેઓના જંગોમાંથી ભાગી જવા ઉપરાંત બીજા દુષ્કૃત્યોને પણ અલ્લાહ તઆલા દ્વારા ઘણા બધા મૌકાઓ ઉપર વખોડવામાં આવ્યું છે. સ્પષ્ટ રૂપે તેઓ ફકત બીજા મુસલમાનો જેવા હતા તેથી સલફ અને સહાબાના ખાસ દરજ્જા જેવી દલીલ એકદમ ખોખલી છે.

મુસલમાનો સહાબીઓને એવો દાવો કરીને પાક કરવા ચાહે છે કે તેઓનું જંગોથી ભાગવું અને બીજી ભૂલોને માફ કરી દેવામાં આવી હતી.

આપણો મુદ્દો એ છે કે જ્યારે એ સાબીત થઈ ગયું કે સહાબીઓને માફ કરી દેવામાં આવ્યા હતા તેનો અર્થ થયો તેઓ આદીલ ન હતા, નહીતો શા માટે તેઓને માફીની જરૂર પડતે. અને અગર તેઓ બીજાઓની જેમ ઈલાહી માફીના જરૂરતમંદ હતા તો પછી તેઓ પહેલાના, હાલના અને ભવિષ્યના મુસલમાનો કરતા કેવી રીતે અફઝલ છે?

શું જંગોથી ભાગવા માટે માફી છે?

મુસલમાનો માફીને સાબિત કરવા માટે સુરએ આલે ઈમરાનની 155 મી આયત રજુ કરે છે:

બેશક બે લશ્કરોએ એક બીજાનો મુકાબલો કર્યો        તે દિવસે (તમારામાંથી)  જે લોકોએ મોઢું ફેરવ્યું  (અને નાસી ગયાતેનું કારણ  સિવાય બીજું કાંઈ  હતું     કે તેમણે કરેલા  કુકર્મો માંહેના કેટલાકને લીધે શયતાને    તેમને ડગમગાવ્યા હતા અને  ખચીતજ (તે છતાં)    અલ્લાહે તેમના (કસુર)થી  દરગુજર  કરી બેશક અલ્લાહ મોટા ક્ષમા કરનાર (અનેસહનશીલ છે).”

(સુરએ આલે ઈમરાન(3)-155)

આ આયત જંગે ઓહદને લગતી છે. અગર આપણે તેઓની દલીલ માની પણ લઈએ કે સહાબીઓને ઓહદમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને છોડી દેવા બદલ માફ કરી દેવામાં આવ્યા હતા, તો પણ બીજી જંગોનું શું?

ઓહદ પછી સહાબીઓ ખૈબર અને હુનૈનથી પણ ભાગ્યા હતા. તે કુરઆની આયતો કયા છે જે આ જંગોમાંથી ભાગી જવા બદલ માફીનો વાયદો કરે છે?

અથવા શું કોઈ કુરઆનની એવી આયત છે જે સહાબીઓનું અગાઉ અને આવનારી જંગોમાંથી ભાગી જવા બદલ માફીની ખાતરી આપે છે.

કદાચ આથી સમજાય છે કે શા માટે તેઓએ બેશરમીથી ભાગવાનું પસંદ કર્યું.

ઉમરની કબુલાત:

ઘણી બધી રિવાયતો છે કે ઉમર ઈબ્ને ખત્તાબે જુમ્આના ખુત્બામાં કુરઆનની આયત વર્ણવતા કબુલ કર્યું  બેશક બે લશ્કરોએ એક બીજાનો મુકાબલો કર્યો તે દિવસે (તમારામાંથીજે લોકોએ  મોઢું ફેરવ્યું (અને નાસી ગયા)…”                     (સુરએ આલે ઈમરાન(3)-155)

જ્યારે અમે જંગે ઓહદમાં પરાજીત થયા, હું (ઉમર) ત્યાં સુધી ભાગ્યો જ્યાં સુધી પહાડ ઉપર ન ચડી ગયો….

  • અલ દુર્રૂલ મન્સુર ભાગ. 2 પા. 88, સુરએ આલે ઈમરાન (3): 155 હેઠળ
  • તફસીરે તબરી હદીસ નં. 8098 સુરએ આલે ઈમરાન (3): 155 હેઠળ
  • ક્ન્ઝુલ ઉમ્માલ હદીસ 4291

શા માટે ઉમરે કબુલાત કરવી પડી જ્યારે કે તે માફ થઈ ગયો હતો? તે બતાવે છે કે તે દોષિત હતો, વરના કોણ હોય જે પોતાના નિષ્ફળતાઓને બીજાઓને યાદ અપાવે, તે પણ અન્સારો અને ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કરતા શ્રેષ્ઠ હોવાની ધારણા ઉપર ‘ખિલાફત’ મેળવ્યા પછી. ઉમર જાણતો હતો કે જ્યાં સુધી ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તેઓની દરમ્યાન છે, કે જેઓ જંગોમાંથી કયારેય ભાગ્યા નથી, તે (ઉમર) હકીકતમાં કદીપણ પોતાના ભૂતકાળને ભુલશે નહિ.

શા માટે રસુલુલ્લાહ (...) સહાબીઓને ફરી સ્વીકાર્યા:

મુસલમાનો એવું ધારે છે કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સહાબીઓને ફરી સ્વીકાર્યા તે બતાવે છે કે તેઓ માફ થઈ ગયા છે.

સહાબીઓની વારંવાર ભૂલોથી એ સ્પષ્ટ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓને, તેઓના સહીહ ઈસ્લામ હોવાના કારણે અથવા જન્નતની ખાતરી ઉપર પાછા કબુલ ન કર્યા હતા. પરંતુ એ આપના ઉચ્ચ અખ્લાક હતા જેના કારણે આપ (સ.અ.વ.)એ તેઓને આપની મજલીસોમાં  હાજર થવા દીધા કારણ કે આપ (સ.અ.વ.) સર્વશ્રેષ્ઠ અખ્લાકના માલીક હતા એવી જ રીતે જેવી રીતે અલ્લાહે ઈબ્લીસને, હઝરત મુસા (અ.સ.)એ સામરીને અને હઝરત ઈસા (અ.સ.)એ યહુદાને પોતાની મજલીસો (બેઠકો)માં આવવા દીધા.

નહીંતો કેવી રીતે સમજી શકાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.) મોઆવીયા જેવા ખુલ્લા મુનાફીકોને પોતાની મજલીસોમાં આવવા દે, કે જેના બારામાં આપ (સ.અ.વ.) જાણતા હતા કે આપના જાનશીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે મુશ્કેલી ઉભી કરશે. આ વાત તલ્હા, ઝુબૈર અને આયેશા જેવા સહાબીઓ અને પત્નીઓને પણ લાગુ પડે છે, કે જેઓએ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સામે જંગ કરશે.

તદુપરાંત રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પણ સહાબીઓના જાહેર ઈસ્લામને ધ્યાનમાં રાખવાનો હુકમ આપવામાં આવ્યો હતો. તેથી એમ છતાં કે સહાબીઓએ ઘણી બધી ભૂલો કરી છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઘણી બધી જંગોમાં છોડી દીધા હતા, તેઓ જાહેરમાં મુસલમાન હોવાથી, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓના બહાનાઓ કબુલ કર્યા અને તેઓને પાછા સ્વીકાર્યા.

શા માટે સહાબીઓને હૌઝથી દુર કરી દેવામાં આવ્યા:

અગર સહાબીઓને માફ કરી દેવામાં આવ્યા હતા જેમકે મુસલમાનો દાવો કરે છે તો પછી તેઓ આવી રિવાયતોને કેવી રીતે સમજાવશે:

કયામતના દિવસના બારામાં જણાવતા રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે:

મારી ઉમ્મતમાંથી અમૂક લોકોને લાવવામાં આવશે અને તેઓને ડાબી બાજુએ (આગ તરફ) લઈ જવામાં આવશે. હું કહીશં: અય મારા પરવરદિગાર! મારા સહાબીઓ!

કહેવામાં આવશે: તમે નથી જાણતા તમારી પછી તેઓ કેવી ખરાબીઓ ઈજાદ કરી હતી…

  • સહીહ બુખારી સુરએ માએદાહ (5) આયત 67 ‘અય રસુલ (સ.અ.વ.)! પહોંચાડી દો (પયગામ) જે તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝીલ કરવામાં આવ્યો છે…’ની તફસીરમાં અને સુરએ અંબીયા (21)ની તફસીરમાં પણ.

આવી વિવિધ હદીસો એહલે તસન્નુંન દ્વારા આ પ્રમાણે નકલ કરવામાં આવી છે:

  • સહીહ બુખારી ‘દોઆઓની કિતાબ’ ‘હૌઝ પર’નું પ્રકરણ.
  • ઈબ્ને માજા ‘કિતાબે મનાસીક’, ‘કુરબાનીના દિવસની તકરીર’ના પ્રકરણમાં, હદીસ
  • મુસ્નદે એહમદ ભાગ 1, પા. 453, ભાગ 2 પા. 28, ભાગ 5 પા. 48
  • સહીહ મુસ્લીમ સહાબીઓની ફઝીલતોના પ્રકરણ હેઠળ

આશ્ચર્યની વાત એ છે કે આ હદીસ સહીહ મુસ્લીમમાં ‘સહાબીઓની ફઝીલત’ના પ્રકરણ હેઠળ નકલ કરવામાં આવી છે. અગર આગ તરફ ખેંચીને લઈ જવું ફઝીલત છે તો પછી બુરાઈ શું છે તે ફકત અલ્લાહ જ જાણે!

આવી હદીસો સાબીત કરે છે કે સહાબીઓ અને પત્નિઓને તેઓની ગંભીર ભૂલો અને ગુનાહોના બદલે માફ કરવામાં નથી આવ્યા.

અગર સહાબીઓનું દરેક વખતે ભાગવું અને દુષ્કૃત્યો માફ થયેલ છે તો પછી શું બાકી રહ્યું છે જેથી મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓને માન અને એહતેરામ કરે? પાછળથી આવનારા મુસલમાનો કે જેઓ પોતાના ઈસ્લામમાં મક્કમ રહે અને ડગમગે નહી, તેઓ ચોક્કસપણે અફઝલ છે ભલેને તેઓને રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે સમય વિતાવવાનો મૌકા ન મળ્યો હોય.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*