અલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી છે. અગર ઈબાદતોને તેની જરુરી અને ખાસ શરતો સાથે અદા કરવામાં આવે તો તેનો દરજ્જો અને મકામ વધી જાય છે અને તે ગર્વને લાયક અને ફઝીલત ધરાવનારી બની જાય છે. જેમકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની મહાનતા શબ્દ ‘અબ્દ’ એટલે કે ‘બંદો’ વડે બયાન ફરમાવવામાં આવી છે. તેમની રિસાલતને બયાન કરવા પહેલા તેમના બંદા હોવાનું બયાન કરવામાં આવ્યું છે. ‘અશ્હદો અન્ન મોહમ્મદન અબ્દોહુ વ રસુલોહુ’ એટલે કે ‘હું ગવાહી આપુ છું મોહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના બંદા અને તેના રસુલ છે.’ આ જુમ્લો ખુદ તે બાબતની સૌથી મોટી દલીલ છે.
કમાલના દરજ્જાઓના શિખરોને સર કરવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ નફસની કેળવણી અને સુધારણા માટે અમલ કરવાનો રસ્તો હકીકી ઈબાદત ઉપરાંત બીજો કોઈ નથી. ઈબાદત એ કંઈ ફકત વાજીબ બાબતોને અદા કરવાનું જ નામ નથી. બલ્કે તે અક્લને ઉજાગર કરવાનું માધ્યમ અને કમાલાતના વુજુદને સુવ્યવસ્થિત અને સુમેળ રાખે છે અને નફસને ભૌતિક ગંદકીઓથી સુરક્ષિત રાખે છે. તેમજ હકીકી ઈબાદત એ છે કે ઈન્સાન કોઈપણ કાર્યને લોકોને બતાવવા માટે અંજામ ન આપે અને પોતાની જાતને ઘમંડ તથા અભિમાનથી પાકો-પાકીઝા રાખે. દરેક કામ ફકત એક જ ખુદાની ખાતર અંજામ આપે. તેની શરતોમાંથી એક શરત તકવા અને પરહેઝગારી પણ છે કે જેના વગર કોઈ ઈબાદત કબૂલ થવાને પાત્ર બનતી નથી.
તકવા અને વરઅ ઈન્સાનને ભૌતિક અને ફના થનારી દુનિયાથી દૂર કરે છે અને હંમેશા બાકી રેહનારી રુહાનિય્યત તરફ ઈન્સાનનું માર્ગદર્શન કરે છે. તે ઈમાન કે જે તકવાના શણગારથી સજેલુ હોય છે તે જ હકીકી ઈમાન છે તેમજ ઈબાદતમાં ખુલુસ વડે ઈન્સાન યકીનના મરતબા સુધી પહોંચી જાય છે.
અલી (અ.સ.)ની ઈબાદત અને યકીન:
لَمْ اَعْبُدْ رَبَّہٗ لَمْ اَرَ ہٗ
અલી (અ.સ.) મઅરેફતના ઉચ્ચ શિખર વડે અને મોહબ્બતથી ભરપૂર દિલ વડે અલ્લાહ તઆલાની ઈબાદત કરતા હતા. કારણ કે તેમની ઈબાદત વાજીબ બાબતોને અદા કરવા ઉપરાંત તેઓ ખરેખર આશીક હતા તેમજ અલ્લાહ સુબ્હાનહુની ઝાત સિવાય બીજું કોઈ કયારેય તેમની નજરોમાં હોતું નહી.
અલી (અ.સ.) દીનમાં તકવા અને ઈબાદતમાં એટલી હદે પ્રયત્નશીલ રહેતા કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ તે વ્યક્તિના જવાબમાં કે જેણે અલી (અ.સ.)ના સખત વલણની ફરિયાદ કરી હતી ફરમાવ્યું કે: ‘અલી (અ.સ.)ની ફરિયાદ ન કર. કારણ કે તેઓ ખુદાવંદે આલમ ઉપર ફીદા છે. જ્યારે અલી (અ.સ.) અલ્લાહ તઆલાની બારગાહમાં મુનાજાત કરતા અને નમાઝમાં મશ્ગુલ થતા ત્યારે તેમના કાન કંઈ સાંભળતા નહીં અને ન તો તેમની આંખો કંઈ જોતી. તેમજ ઝમીન, આસ્માન, દુનિયા અને દુનિયાની તમામ ચીઝો તેમના દિમાગથી નિકળી જતી. પોતાના સંપૂર્ણ અસ્તિત્વની સાથે પોતાનું સંપૂર્ણ ધ્યાન ખુદાવંદે આલમ તરફ કેન્દ્રીત કરતા હતા. જેમકે રિવાયતમાં જોવા મળે છે કે એક જંગમાં આપના પગમાં એક તીર વાગી ગયુ હતું. તે તીર એટલુ દર્દનાક હતુ કે તેને પગમાંથી કાઢવું અત્યંત મુશ્કેલ હતું. જ્યારે આપ (અ.સ.) નમાઝ પઢવા માટે ઉભા થયા ત્યારે આપના પગમાંથી તીર કાઢી લેવામાં આવ્યુ તો આપને તેની ખબર પણ પડી નહી.
વુઝુ કરતા સમયે તેમનું સંપૂર્ણ અસ્તિત્વ ધ્રુજતુ અને કાંપતુ હતું. જ્યારે ઈમામ (અ.સ.) મેહરાબે ઈબાદતમાં ઉભા રહેતા ત્યારે તેમના શરીર ઉપર ડરના કારણે એક ધ્રુજારી ઉત્પન્ન થઈ જતી અને ખુદાવંદે આલમની મહાનતાના કારણે તેમની આંખો આંસુઓથી ભરાઈ જતી. તેમના સજદાઓ ખૂબ જ લાંબા રહેતા અને હંમેશા તેમની સજદો કરવાની જગ્યા આંસુઓથી ભીની જોવા મળતી. શાએરે ખૂબ જ સુંદર વાત રજૂ કરી છે:
ہو البکاہُ فی المحراب لیلًا ہو الضحاک اذا اشتد الحرب
એટલે કે ‘આપ મહેરાબે ઈબાદતમાં તીવ્રતાથી રુદન કરતા હતા અને જંગના મૈદાનમાં હસતા હતા.’
અબુ દરદા કે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એક સહાબી હતા. તેઓ કહે છે કે એક અંધારી રાત્રે હું ખજુરના બાગ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં એક અલ્લાહ સાથે મુનાજાત કરનાર ઈન્સાનની અવાજ સાંભળી. જ્યારે હું નઝદીક ગયો તો મેં અલી (અ.સ.)ને જોયા. હું એક ઝાડની પાછળ છુપાઈ ગયો. મેં જોયુ કે તેઓ ખૂબ જ ખૌફની હાલતમાં અને દર્દનાક અવાજમાં મુનાજાત કરી રહ્યા હતા, તેમજ જહન્નમની ભયાનક આગને યાદ કરીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા અને અલ્લાહ તઆલા પાસે પનાહ, માફી અને બખ્શીશ તલબ કરી રહ્યા હતા. મેં જોયુ કે આપ રડતા-રડતા બેહોશ થઈ ગયા. પહેલા મને લાગ્યું કે તેઓ મુનાજાત કરતા-કરતા સુઈ ગયા. મેં નજીક જઈને જોયુ તો દેખાયુ કે આપ લાકડીની માફક ઝમીન ઉપર પડયા છે. મેં તેમને ઘણા હલાવ્યા પરંતુ તેઓના શરીરમાં કોઈ હલચલ જોવા ન મળી. મને એ યકીન થઈ ગયુ કે આપ આ દુનિયાથી રુખ્સત થઈ ગયા. હું જલ્દી જલ્દી ઈમામ (અ.સ.)ના ઘરે આવ્યો અને જનાબે ઝહરા (સ.અ.)ને અલી (અ.સ.)ના ઈન્તેકાલના સમાચાર આપ્યા. પરંતુ જનાબે ઝહરા (સ.અ.)એ મને સવાલ કર્યો કે તમે અલી (અ.સ.)ને કઈ હાલતમાં જોયા? મેં સંપૂર્ણ બનાવ વર્ણવ્યો તો જનાબે ઝહરા (સ.અ.)એ ફરમાવ્યું કે તેમને મૌત નથી આવ્યું પરંતુ તેઓ ખુદાવંદે આલમના ખૌફથી બેહોશ થઈ ગયા છે.
અલી (અ.સ.) વાજીબ નમાઝો ઉપરાંત ઘણી બધી સુન્નત નમાઝો પઢતા હતા. આપની ઝીંદગી દરમ્યાન તેમની નમાઝે શબ કયારેય કઝા થઈ નથી. ત્યાં સુધી કે આપ જંગો દરમ્યાન પણ નમાઝે શબ પઢવાની ખાસ વ્યવસ્થા કરતા હતા અને નમાઝે શબથી કયારેય ગાફીલ ન થતા. જંગે લય્લતુલ હરીરમાં તેઓ નમાઝે સુબ્હના સમયની નજીક વારંવાર આસ્માન તરફ નજર કરતા હતા. તેવામાં ઈબ્ને અબ્બાસે સવાલ કર્યો: શું તમે દુશ્મનોની તરફથી સાવચેત છો? શું કોઈ દુશ્મનની ઘાત લગાવીને બેઠા છો? તો આપે જવાબમાં ફરમાવ્યું: નહીં, હું જોઈ રહ્યો છું કે નમાઝે શબનો સમય થઈ ગયો કે નહી.
હઝરત અલી ઈબ્ને હુસૈન (અ.સ.) ખૂબ જ ઈબાદતના કારણે સજ્જાદ અને ઝૈનુલ આબેદીનના નામથી પ્રખ્યાત છે. તેમજ તેમના લાંબા-લાંબા સજદાઓ દરેક સામાન્ય અને ખાસ લોકોની દરમ્યાન જાણીતા હતા. તેમને લોકોએ સવાલ કર્યો કે શા માટે તમે પોતાની ઝાતને ઈબાદતમાં હલાક કરી રહ્યા છો? અને આટલી હદે રંજ અને તકલીફો સહન કરી રહ્યા છો? તો જવાબમાં ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું:
و من یقدر علی عبادۃ جدی علی بن ابی طالب
‘એવું કોણ છે કે જે મારા દાદા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની જેમ ઈબાદત કરી શકે?’
ઈબ્ને અબીલ હદીદે મોઅતઝેલી આ વાતને એક નવા અંદાજથી રજુ કરે છે અને લખે છે કે અલી ઈબ્ને હુસૈન (અ.સ.)કે જેઓ ઈબાદતના ક્ષેત્રે તેની ઈન્તેહા સુધી પહોંચી ચૂકયા હતા. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે આપની ઈબાદત આપના દાદાની ઈબાદતથી કેટલી નઝદીક છે? તો જવાબમાં ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું કે મારી ઈબાદત મારા દાદાની ઈબાદતની સરખામણીએ બિલ્કુલ એવી છે જેવી મારા દાદા અલી (અ.સ.)ની ઈબાદત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈબાદતથી સંબંધિત હતી.
શબે કદ્ર અને અલી (અ.સ.):
ان قومًا عبدوا اللہ رغبۃ فتلک عبادۃ العبید و ان قومًا عبدوا شکرا فتلق عبادۃ الاحرام
‘અલ્લાહના બંદાઓમાંથી અમૂક શોખ અને રગબતથી (જન્નતની નેઅમતોની ઉમ્મીદમાં) ઈબાદત કરે છે. આ ઈબાદત વેપારીઓની ઈબાદત છે. અમૂક લોકો ખૌફ અને ડરથી અલ્લાહની ઈબાદત કરે છે. આ ગુલામોની ઈબાદત છે અને અમૂક લોકો અલ્લાહની નેઅમતોનો શુક્ર અદા કરવા માટે ઈબાદત કરે છે. આ આઝાદ લોકોની ઈબાદત છે.’
ઈમામ અલી (અ.સ.) પોતે આ પ્રમાણે અલ્લાહ તઆલાની બારગાહમાં રાઝો-નિયાઝ કરતા હતા.
اِلٰہِیْ مَا عَبَدْتُکَ طَمَعًا لِلْجَنَّۃِ وَ لَا خَوْفًا مِنَ النَّارِ بَلْ وَجَدْتُکَ مُسْتَحِقًّا لِلْعِبَادَۃِ
‘ખુદાયા હું તારી ઈબાદત ન તો જન્નતની લાલચમાં અને ન તો જહન્નમના ખૌફથી કરું છું. બલ્કે તને ઈબાદત અને પ્રસંશાને લાયક પામ્યો આથી તારી ઈબાદત કરું છું.’
દુનિયાનો દરેક ઈન્સાન નુકસાનને દુર કરવાની અને ફાયદો પ્રાપ્ત કરવાની કોશિશમાં લાગેલો હોય છે. ફકત એક હઝરત અલી (અ.સ.)ની જ એવી ઝાત હતી કે જેઓ ઈબાદત ન તો કોઈ ફાયદો હાસિલ કરવા માટે કે ન તો કોઈ નુકસાનથી બચવા માટે કરતા હતા. બલ્કે તેઓ ઈબાદત ફકત અલ્લાહ માટે કરતા હતા. તેમની ઈબાદતમાં ખુલુસ તેમના યકીનના આધારે પૈદા થતુ હતુ. તે યકીન કે જેનાથી વધીને બીજી કોઈ બાબત નથી. કારણ કે તેઓ યકીનના અંતિમ શિખરે બિરાજમાન હતા. જે આપના આ નૂરાની કલામથી ફલિત થાય છે:
لَوْ کَشَفَ الْغِطَائ مَا اذدرت یَقِیْنَا
અલી (અ.સ.)એ પોતાની ઝાતને સમુદ્રના મોજાઓની માફક હકીકતના સમુદ્રમાં ડુબાડી દીધી છે. આપના તમામ કાર્યો અને આરામ, ચિંતન-મનન અને ઝીક્ર બધું હકીકતને બયાન કરે છે.
અલી (અ.સ.) નફસની સુધારણા અને કમાલની ટોચમાં એકમાત્ર અને એકલા ઈન્સાન હતા. આપ જ્યાં પણ નજર દોડાવતા આપને ખુદા જ નજર આવતો. જેમકે તેમણે ફરમાવ્યું છે કે:
مارایت شیا الا رایت اللہ قبلہ و معہ و بعدہ
‘મેં કોઈ ચીઝ નથી જોઈ સિવાય કે તેની પહેલા, તેની સાથે અને તેની પછી ખુદાને ન જોયો હોય.’
અલી (અ.સ.) ફરમાવે છે:
‘મેં ખુદાની ઈબાદત નથી કરી ત્યાં સુધી કે તેને જોયો ન હોય. પરંતુ તે દીલની આંખો અને બસીરત (દીર્ધ દ્રષ્ટિ) વડે છે ન કે જાહેરી આંખો વડે.’
અલી (અ.સ.) ખુદાની મહાનતાને નજર સમક્ષ રાખીને પોતાના ખાલીક માટે ખુલુસ અને વિનમ્રતાને જરુરી સમજતા હતા. તેની સર્વશ્રેષ્ઠ દલીલ તેમની દોઆ, મુનાજાત અને ઈબાદતો છે.
દોઆએ કુમૈલ કે જે ઈમામ (અ.સ.)એ પોતાના સહાબીને તઅલીમ ફરમાવી હતી તે રુહની બલંદી માટે અકસીર છે. તે ઈમામ (અ.સ.)ના મઝબુત અને સ્થાપિત યકીનને સાબિત કરે છે. તેમાં તેમણે તે દોઆના જુમ્લાઓમાં ઉચ્ચ અને બુલંદ અર્થોને શબ્દોમાં રચીને અત્યંત ખુબસુરત અને સરળ અંદાજમાં રજુ કર્યા છે. કયારેક અલ્લાહની બ્હોળી અને વિશાળ રેહમતની સરખામણીએ સંપૂર્ણ ઉમ્મીદ બનીને તો કયારેક અલ્લાહ તઆલાની કુદરત અને મોટાઈની સામે એટલી જ હદે ખૌફ અને ડર વ્યકત કર્યો છે કે અચાનક જ ઈન્સાનની આંખોમાંથી ઈલ્તેજાના કારણે આંસુઓ સરવા લાગે છે. તેવી જ રીતે તેમની દોઆએ સબાહ અને બીજી મુનાજાતોમાં એક પ્રકારનો ગમ અને ડર જોવા મળે છે તો બીજી બાજુ ઉમ્મીદ અને શોખ તથા ખુલુસથી ભરપૂર જુમ્લાઓ જોવા મળે છે.
જ્યારે ઝરાર ઈબ્ને ઝીમ્ર મોઆવીયાની પાસે ગયો અને મોઆવીયાએ કહ્યું કે મારા માટે અલી (અ.સ.)ની સિફતો અને કમાલાતને બયાન કરો. તો ઝરારે તેમના અમૂક અખ્લાકી પાસાઓનું વર્ણન કર્યું અને પછી કહ્યું કે તેમની રાત્રીઓ જાગવાની હાલતમાં વધારે અને સુવામાં ઓછી હતી. તેઓ દિવસ અને રાતમાં કુરઆને કરીમની તિલાવત કરતા અને પોતાની જાનને અલ્લાહની રાહમાં કુરબાન કરી દેતા. અલ્લાહ તઆલાની મોટાઈ અને મહાનતા સામે આંસુઓ વહાવતા અને કયારેય પણ પોતાની જાતને અમારાથી છુપાવતા નહી. તેઓ કયારેય સોનુ વિગેરેનો સંગ્રહ ન કરતા. નઝદીક રહેનારાઓ સાથે નરમાશથી અને ઝુલ્મ કરનારાઓ સાથે રોઅબથી વર્તન ન કરતા. જ્યારે રાતનો અંધકાર ચોતરફ ફેલાય જતો અને સિતારાઓ ડુબવા લાગતા તો પોતાની દાઢી મુબારકને પકડીને જાણે કે સાંપે ડંખ માર્યો હોય તડપતા હતા. ભયભીત ઈન્સાનની માફક (ખુદાના ખૌફથી) રુદન કરતા અને કહેતા કે અય દુનિયા! શું તુ મને તારી ચમક-દમક દેખાડે છે અને મને તારો ચાહક અને તલબ કરનારો બનાવવા ચાહે છે? નહી, નહી. મારે તારી કોઈ જરુરત નથી અને મેં તો તને ત્રણ વખત તલાક પણ આપી દીધી છે. ત્યારબાદ ફરી રજુ થવાની કોઈ સંભાવના જ નથી. પછી ફરમાવે છે કે આહ! થોડુ ભાતુ અને લાંબો તથા કઠીન સફર. મોઆવીયા ઝરારની વાત સાંભળીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અય ઝરાર! બસ. અલ્લાહની કસમ! અલી (અ.સ.) બિલ્કુલ તેવા જ હતા. અલ્લાહ અબુલ હસન ઉપર રેહમત નાઝીલ કરે.
અલી (અ.સ.)ની ઈબાદતને ફકત રોઝા અને નમાઝમાં મર્યાદિત કરી શકાતી નથી અને ન તો કોઈ બીજી વાજીબ બાબત પૂરતી સિમિત કરી શકાય છે. બલ્કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલુ દરેક ડગલુ અને કોઈ બાબત ઉપર કંઈ પ્રતિક્રીયા ન આપવી તે બધુ જ ઈબાદત છે. હદીસમાં આવ્યું છે કે આમાલનો દારોમદાર નિય્યત ઉપર છે. જો કે તેમનો દરેક અમલ ખુદાવંદે આલમની મરજી મુજબનો હતો. આથી તેમના દરેક આઅમાલ અને કથનો દરેક હાલતમાં અલ્લાહની ઈબાદતમાં ગણવામાં આવે છે. તેમજ તે આપની એવી ફઝીલત છે કે તેમાં બીજો કોઈ આપનો શરીક નથી.
હવાલાઓ: (1) ગાયતુલ મરામ, જુનુ પ્રકાશન, પાના નં. 50, ફઝાએલુલ ખમ્સહ, ભાગ-1, પાના નં. 191 (2) શીઆ દર ઈસ્લામ, મનાકીબે ખ્વારઝમીમાંથી, પાના નં. 99, તલ્ખીસુર રિયાઝ, પાના નં. 1-2, આમાલીએ સદુક (અ.ર.), મજલીસ નં. 18, હદીસ નં. 9
[1] સુરએ અન્ફાલ-8, આયત નં. 33
[1] ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), શૈખ સદુક (અ.ર.), ભાગ-1, પાના નં. 146)
[1] અલ ઈખ્તેસાસ, શૈખ મુફીદ (અ.ર.), જામેઆહ મુદર્રેસીન, પાના નં. 223
[1] ઈખ્તેયારો મઅરેફતીર રેજાલ, શૈખ તુસી (અ.ર.), ભાગ-1, પાના નં. 46, પ્રકાશન 1404
[1] અલ ઈરશાદ, શૈખ મુફીદ (અ.ર.), પાના નં. 636, પ્રકાશન 1388, અબુલ હય્સમ બિન તય્હાન (શહાદત હી.સ. 37, જંગે સીફફીન)
[1] નેહજુલ બલાગાહ, સુબ્હી સાલેહ, ખુત્બા નં. 182, પાના નં. 264, પ્રકાશન 1414
[1] ઈખ્તેયારો મઅરેફતીર રેજાલ, શૈખ તુસી (અ.ર.), ભાગ-1, પાના નં. 177-183
[1] અલ્યારી તબરેઝી, ભાગ-2, પાના નં. 350, મલાઝુલ અખ્બાર, મજલીસી, ભાગ-1, પાના નં. 24
[1] અલ ફવાએદુર રેજાલીયા, સૈયદ મહદી બહલ ઓલુમ, ભાગ-3, પાના નં. 36
[1] રેજાલુલ બરકી, પાના નં. 3, અલ ઈખ્તેસાસ, પાના નં. 4
[1] રેજાલુલ બરકી, પાના નં. 3
[1] અલ ઈખ્તેસાસ, પાના નં. 4
[1] મોઅજમે રેજાલુલ હદીસ, ભાગ-5, પાના નં. 202
[1] બેહારૂલ અન્વાર, ભાગ-53, પાના નં. 108
[1] રેજાલુલ બરકી, પાના નં. 4, અલ ઈખ્તેસાસ, પાના નં. 2, બેહારૂલ અન્વાર, ભાગ-34, પાના નં. 272, તારીખે બગ્દાદી, ખતીબ બગ્દાદી, ભાગ-8, પાના નં. 268
[1] રેજાલુલ બરકી, પાના નં. 4, અલ ઈખ્તેસાસ, અલ્લામા હીલ્લી (અ.ર.), પાના નં. 2, ખુલાસતુલ અક્વાલ (રેજાલુલ અલ્લામાહ), પાના નં. 83
[1] અત તબકાતુલ કુબરા, ભાગ-6, પાના નં. 225, અલ ઈખ્તેસાસ, પાના નં. 65
[1] અલ ઈખ્તેસાસ, પાના નં. 3
[1] રેજાલે કશી, પાના નં. 6
[1] અલ ગદીર, ભાગ-1, પાના નં. 79-90
[1] રેજાલે કશી, પાના નં. 6
[1] અસદુલ ગાબા, ઈબ્ને અસીર, ભાગ-3, પાના નં. 20
[1] યઅકુબી, ભાગ-2, પાના નં. 179
[1] બેહારૂલ અન્વાર, ભાગ-42, પાના નં. 295, હીજરી 1403 (કમરી)
[1] અસ્રારે આલે મોહમ્મદ, પાના નં. 20
[1] અસ્રારે આલે મોહમ્મદ, પાના નં. 21
[1] તન્કીહુલ મકાલ, મામકાની, ભાગ-2, પાના નં. 58, નેહજુલ બલાગાહ, ખુત્બા નં. 67
[1] રેજાલે કશી, પાના નં. 82, ઈરશાદ, શૈખે મુફીદ (અ.ર.), અઅલામુલ વરા બ’અલ્લામુલ હોદા, તબરસી, ભાગ-1, પાના નં. 341, અલ એસાબતો ફી તમીઝીસ સહાબા, ઈબ્ને હજરે અસ્કલાની, ભાગ-6, પાના નં. 249
[1] તારીખે યાકુબી, ભાગ-2, પાના નં. 213-214, શાહઝાન કુમ્મી, અલ્ફઝાએલ, પાના નં. 103, ઈબ્ને અબીલ હદીદ શર્હે નહજુલ બલાગાહ, ભાગ-2, પાના નં. 291
[1] રેજાલે તુસી, શૈખ તુસી (અ.ર.), પાના નં. 96-105
[1] કાફી અલ કુલય્ની (અ.ર.), ભાગ-2, પાના નં. 220, રેજાલે કશી, પાના નં. 84-87, ખસાએસુલ અઈમ્મા (અ.મુ.સ.) શરીફ રઝી (ર.અ.), પાના નં. 55, ઈરશાદ શૈખ મુફીદ (અ.ર.), ભાગ-1, પાના નં. 324-325, 390, રવ્ઝતુલ વાએઝીન ફત્તાલ નિશાપુરી, ભાગ-2, પાના નં. 288-289
[1] રેજાલે કશી, પાના નં. 78-81, ઈરશાદ શૈખ મુફીદ (અ.ર.), ભાગ-1, પાના નં. 325, શર્હે નેહજુલ બલાગાહ, ભાગ-2, પાના નં. 293-294
[1] સુરએ શોઅરા (26) આયત નં. 225:اَلَمْ تَرَ اَنَّہُمْ فِیْ کُلِّ وَادٍ یَّہِیْمُوْنَ તરજુમો: ‘શું તમે નથી જોતા કે આ લોકો કલ્પનની ખીણ / ઉંડાણમાં ભટકી રહ્યા છે.
[1] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-3, પાના નં. 8
[1] અલ ગદીર, રઝા અબ્દુલ હુસૈન અમીની દ્વારા લખેલ પ્રસ્તાવના, પાના નં. 122-123
[1] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-2, પાના નં. 8-11
[1] આમાલી એ શૈખ તુસી (અ.ર.), પાના નં. 46, અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-3, પાના નં. 12
[1] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-4, પાના નં. 12
[1] તારીખે ઈબ્ને અસાકીર અને બીજી કિતાબોમાં શબ્દ ‘સનવી’ (મહેરબાન ભાઈ)ની જગ્યાએ શબ્દ ‘સહર’ આપ્યો છે. તેનો અર્થ થાય છે પત્નિના પિતા એટલે સસરા
[1] અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 46-51, ઉર્દુ તરજુમો, ભાગ-2, પાના નં. 29-31, ઉર્દુ તરજુમામાં ફકત હવાલાઓ આપવામાં આવ્યા છે. કોઈ મૂળ લખાણ રજુ કરવામાં નથી આવ્યું.
[1] મુસ્તદરકે હાકીમ, ભાગ-૩, પાના નં. 1287 અને 555, હદીસ નં. 6058
[1] વધુ વિગત માટે જુઓ અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 57-59
[1] ફોસુલુલ મુખ્તારાહ, ભાગ-1, પાના નં. 87, અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 61
[1] અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 60
[1] અઝ ઝરીઅહ, ભાગ-8, પાના નં. 251
Be the first to comment