ઝીયારતે આશુરાના જુમલામાં આ વાક્ય يَا أَبَا عَبْدِ ٱللَّهِ عَظُمَتِ ٱلْمُصيبَةُ بِكَ એટકે કે અય ઈમામ હુસૈન(અ.સ.)! તમારી મુસીબત મહાન છે પઢીએ છીએ. એટલે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઝમીન અને આસમાનની સાથે સાથે બધા મોઅમેનીનો માટે સખ્ત મુસીબતવાળો વાકેઓ છે. માસૂમીન(અ.મુ.સ.)ના કોલમાં પણ આપણને આ જુમલા “یوْمِ الْحُسیْن لا یوْمک” (અમો એહલેબય્ત ઉપર કોઈ દિવસ હુસૈન(અ.સ.)ના દિવસની જેમ સખ્ત નથી ગુઝ્રરયો) નજર આવે છે. આ વાક્યોથી એ અંદાજો આવી જાય છે કે ઈમામ હુસૈન(અ.સ.)ની મુસીબત ખુબજ સખ્ત અને વધારે છે આલે રસુલ (સ.અ.વ) હંમેશા માટે દરેક ઝમાનામાં બાદશાહના ઝુલ્મ-સિતમના શિકાર રહ્યા છે પરંતુ કરબલાના મસાએબ તેના કરતા વધારે સખ્ત હતા બેશક કેમ ન હોય અશુરાના દિવસે રસુલ(સ.અ..વ)ના ફરઝંદોને તેમના અસહાબોની સાથે કરબલાના તપતા મેદાનમાં તરસ્યા શહીદ કરવામાં આવ્યા. તેઓની લાશોની બેહુર્મતી કરવામાં આવી. ચાર પહોરમાં આલે અબી તાલિબ(અ.સ.)ના અઢાર જવાનોને કત્લ કરવામાં આવ્યા અને કત્લ કર્યા પછી તેઓની લાશોને બે ગૌરો કફન છોડી દેવામાં આવી.
ઝાલીમો એ આટલુ જ પુરતું ના કર્યું બલ્કે ઈમામ હુસૈન(અ.સ.) અને તેના સહાબીઓને કત્લ કર્યા પછી, આલે અત્હાર (અ.મુ.સ) અને સ્ત્રીઓને કેદી બનાવવામાં આવી અને તેઓને શહેર-શહેર, બજાર અને દરબારમાં ફેરવવામાં આવી ખરેખર આનાથી મોટી મુસીબત શું હોઈ શકે ! પરંતુ અફસોસકે તેનાથી મોટી ન સમજીએ પરંતુ તેના જેટલી જ એક બીજી સખ્ત મુસીબતવાળો દિવસ એહલેબય્ત(અ.મુ.સ.) એ જોયો છે
ઈમામ જાફરે સાદિક(અ.સ.) પોતાના સહાબી મુફઝ્ઝલને ફરમાવ્યું કોઈ દિવસ કરબલામાં અમારી આજ્માઇશના દિવસ જેવો નથી એટલે કે કોઈ દિવસ રોઝે અશુરા જેવો અમારી માટે મુસીબતવાળો દિવસ નથી સિવાય એ કે સકીફાનો દીવસ તે દિવસે અલી(અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર આગ અને લાકડીઓ જમા કરવામાં આવી જેથી કરીને તે આપ બંને (અ.મ.સ)ને અને આપના બાળકો હસન, હુસૈન,ઝયનબ અને ઉમ્મે કુલસુમ (અ.મુ.સ).ને ઘરની અંદર જ સળગાવીને મારી નાખવામાં આવે. તે દિવસે અમારી દાદી ફાતેમા(સ.અ.)ના બત્ન (પેટ) ઉપર મલઉને એવી રીતે બેહુર્મતી કરી કે જેનાથી મોહસીન(અ.સ.) માતાના બત્નમાં (પેટમાં) શહીદ થઈ ગયા આ રીતે આ દિવસ પણ અમારા માટે ખુબજ વધારે મુસીબતનો દિવસ બન્યો છે …”
(અવાલેમુલ ઓલુમ ભાગ-૧૧ પાના.૧૧૮૫)
આ કિતાબમાં લેખકે બીજી એક જગ્યાએ આ રિવાયતના શબ્દોમાં ફેર બદલ કરીને આ રીતે લખ્યું છે કે ઈમામ જાફરે સાદિક(અ.સ.)એ મુફઝ્ઝલને સવાલ કર્યો: અય ફરઝદે રસુલ! આપ એહલેબય્ત(અ.મુ.સ.) ઉપર સૌથી વધારે મુસીબતવાળો દિવસ કયો છે? મુફઝ્ઝ્લના સવાલના જવાબમાં ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું ….કોઈ દિવસ અમારા માટે કરબલાની જેવો સખ્ત આઝમાઇશનો દિવસ ન હતો (આશુરાનો દિવસ ) પરંતુ (સિવાયકે) સકીફાનો દિવસ એ દિવસે અમીરુલ મોઅમેનીન (અ.સ), ફાતેમા, હસન, હુસૈન, ઝયનબ, ઉમ્મે કુલસુમ (અ.મુ.સ.)ના ઘર ઉપર આગ લગાડવામાં આવી. આ બધાની સાથે જ. ફીઝ્ઝા પણ આ ઘરમાં મૌજુદ હતા, આ દિવસે મલઉને મોહસીન(અ.સ.)ને તેમની માતાના પેટ પર પાટું મારીને શહીદ કરી નાખ્યા.આ દિવસ અમારા માટે મોટી મુસીબતવાળો દિવસ છે. આ દિવસને અમે ક્યારેય ભૂલી નહિ શકીયે કારણ કે આ દિવસના મસાએબ ખુબજ મહાન અને સખ્ત હતા.
(અવાલેમુલ ઓલુમ ભાગ-૧૧ પાના.૫૪૭)
યાદ રહે કે આ વાકેઓ મદીનામાં રસુલુલાહ (સ.)ના દુનિયાથી રુખ્સત થવાના ત્રણ દિવસની અંદર બન્યો હતો.આપ હઝરત (સ.અ.વ.) જે દરવાઝા ઉપર આવીને સલામ કરતા હતા તેને જ મુસલમાનોએ પોતાના ઝુલ્મ અને સિતમનો નિશાનો બનાવ્યો તે લોકોએ તેમના દિલોમાં છુપાયેલ એહલેબય્ત (અ.મુ.સ) પ્રત્યેનો બુગ્ઝ જાહેર કર્યો અને અલી(અ.સ.) અને ફાતેમા(સ.અ.)ના દરવાઝાને સળગાવ્યો એટલુજ નથી એ ઝાલીમે રસુલ(સ.અ.વ)ની દીકરીના પેટ ઉપર પોતાના પગથી એવી રીતે હુમલો કર્યો કે જ.મોહસીન(અ.સ.) આપના પેટમાં જ શહીદ થઈ ગયા અફસોસ એ વાતનો છે કે મુસલમાન આલીમોની બહુમતીએ જેવી રીતે કરબલામાં ઝુલ્મ કરવાવાળાથી કેટલી દુરી બનાવી રાખી છે એવી રીતે રસુલ(સ.અ.વ.)ની દીકરી ઉપર ઝુલ્મ કરવાવાળાથી દુરી નથી બનાવી જો તેઓએ તેમનાથી દુરી બનાવી હોતે તો મુસલમાનોમાં મતભેદ ન હોતે.
બીજી તરફ એહલેબય્તના ચાહવાવાળા શિયાઓને પણ સકીફાના દિવસની દુર્ઘટનાના ઝીક્રની ખાસ તેયારી કરવી જોઈએ જેવી રીતે તેઓ રોઝે આશુરને મનાવે છે
જેથી જ. ઝેહરા(સ.અ.)ના દુશ્મનો દુન્યાની સામે બેનકાબ થઇ જાય અને લોકો યઝીદની જેમ તેનાથી પણ નફરત કરે.
Be the first to comment