શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર ઇબ્ને ખત્તાબના નામ ઉપર થી રાખ્યું છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

મુસલમાનો કે જેઓ અહેલેબેત(અ.મુ.સ.) અને શિયાઓના વિરોધીઓ હતા તે દાવો કરે છે કે બની બેઠેલા ખલીફાઓ અને પત્નીઓ ઉચ્ચ મરતબો ધરાવે છે.તેના પુરાવામાં તેઓ કહે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ તેઓને  ખુબજ માન આપ્યું છે અને તેમના દીકરાઓના નામ ખિલાફત ગસબ કરનારા ખલીફાના નામ ઉપરથી રાખ્યું છે .

આ મુસલમાનોના મતે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના એક દીકરાનું નામ ઉમર બિન ખત્તાબના નામ પર રાખ્યું હતું તે એ વાતની  સાબિતી છે કે તેઓ વચ્ચેના સંબંધો ખુબજ સારા હતા અને  અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ઉમરને ખલીફા તરીકે સ્વીકાર્યા હતા.

જવાબ

એ વાત કરવી અત્યંત હાસ્યાસ્પદ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર બિન ખત્તાબના નામ ઉપરથી રાખ્યું હતું.

જેવી રીતે અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના  ઉસ્માન અને અબુબક્ર દીકરા હતા કે જેઓનું નામ ઉસ્માન બિન અફ્ફાન અને અબુ બક્ર બિન કહાફાહ પછી રાખવામાં ન આવ્યું હતું. તેવીજ રીતે તેમના દિકરાનું નામ ઉમર એ ઉમરના પછી રાખવામાં ન આવ્યું હતું.

જ્યાં સુધી, અમીરુલ મોમીનીન (અ.સ.) દ્વારા સ્પષ્ટપણે ઉલ્લેખિત ન હોય, ત્યાં સુધી  તે માત્ર અનુમાન છે અને હકીકતમાં એવું તારણ  કાઢવાનો આરોપ છે કે તેણે પોતાના દીકરાનું નામ ઉમર બિન ખત્તાબ ઉપરથી રાખ્યું છે.

અહી એક રસપ્રદ બનાવ જોઈએ કે  જેમાં એહલેબેત(અ.મુ.સ.) પોતાના સહાબીઓની ઓલાદનું નામ પણ ખલીફાઓના નામ ઉપરથી રાખવાને ક્યારેય પસંદ કરતા ન હતા.

ઈમામ અલી રેઝા(..) તેમના સહાબીને હુક્મ કર્યો કે તે તેના દીકરાનું નામ બદલે

અહમદ બિન અમરાહ વર્ણવે છે કે જયારે મારી પત્ની સગર્ભા હતી ત્યારે હું ઈમામ રેઝા (અ.સ.)ને  મળવા ગયો.

મે આપ(અ.સ.)ને  કહ્યું, મારી પત્ની સગર્ભા છે. મહેરબાની કરીને તમે અલ્લાહ પાસે દુઆ કરો કે તે અમને દીકરો અતા કરે.

આપ(અ.સ.)એ ભવિષ્યવાણી કરી: તે દીકરો છે તેનું નામ ઉમર રાખજે

મે કહ્યું: “મે ઈરાદો કર્યો છે  કે હું તેનું નામ અલી રાખીશ અને આ બાબતે મે  મારી પત્નીને પણ પૂછી લીધું છે.”

આપ(અ.સ.)એ ફરીથી કહ્યું:” તેનું નામ ઉમર રાખ”

હું કુફા પાછો આવ્યો મારા ઘરે દીકરાનો જન્મ થયો અને મારી પત્નીએ તેનું નામ અલી રાખ્યું. મે તેનું નામ બદલીને ઉમર રાખ્યું.

જયારે મારા પાડોશી (કે જે શિયાના કટ્ટર વિરોધી હતા) મને મળ્યા. તેણે ઉચા અવાજે મને કહ્યું: હવેથી, “હું તમારા વિશે ફેલાયેલી કોઈપણ અફવાઓ પર ક્યારેય વિશ્વાસ કરીશ નહીં (કે તમે શિયા છો).”

ત્યારે મને સમજાયું કે ઈમામ(અ.સ.) મારી પરિસ્થિતિઓને મારા કરતાં વધુ સારી રીતે જાણતા હતા.

  • અલ ખવારેજ વા અલ-જરાયેહ ભાગ-૧ પાના.૩૬૨ હદીસ ૧૬
  • બેહારુલ અનવાર ભાગ-૪૯ પાના.૫૨ હદીસ:૫૫

સ્પષ્ટપણે, ગાસીબ ખલીફાઓના નામનો ઉપયોગ એક ખૂબ જ મહત્ત્વના મકસદ માટે વાપરવામાં આવ્યું હતું જે આ મુસ્લિમોને અનુભૂતિ ન થઈ કે ન તો તેને સ્વીકારવાની તસ્દી લીધી હતી. આ વાકેઓ દર્શાવે છે કે, ઈમામ(અ.સ.)એ ગાસીબ ખલીફાના નામની ભલામણ કરવાનો હેતુ તે બહુ પાછળથી સ્પષ્ટ રીતે જોવા મળ્યો તેથી એવી પ્રબળ સંભાવના છે કે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ પોતાના દીકરાના નામ ગાસીબ ખલીફાઓના નામ  ઉપરથી રાખ્યા જેથી કરીને શિઆઓ એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોના દબાણ હેઠળ એવો દાવો કરી શકે કે તેઓ અબુબક્ર, ઉમર અને ઉસ્માન (એટલે ​​કે અલી(અ.સ.)ના દીકરાઓ)ને ચાહે છે. તેઓના ઝુલ્મોથી બચવા માટે તેમજ શિયાઓ જે તેના (દુશ્મનો)દબાણ હેઠળ તેમના દીકરાઓના નામ અબુ બક્ર, ઉમર અને ઉસ્માન પણ રાખી શકે. એટલે કે અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ના દીકરાઓના નામ  રાખ્યા, નહિ કે ગાસીબ ખલીફાના નામ પરથી.

અગર  ઈમામો (અ.મુ.સ) પોતાના સહાબીઓના દીકરાઓના નામ ગાસિબ ખલીફાઓ ઉપરથી રાખવાનું પસંદ કરતા નથી તો પછી એ સવાલ જ  ઉપસ્થિત નથી થતો કે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાઓના નામ ગાસિબ ખલીફાના નામ ઉપરથી રાખ્યા હોય?

Be the first to comment

Leave a Reply