શંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી.
જવાબ
આપણને સહાબીઓના તકય્યા પર અમલ કરવાના ઘણા ઉદાહરણો જોવા મળે છે, જેમાં એક અમ્માર બિન યાસિરથી સંબંધિત છે જે ઘણા પ્રમાણમાં નક્લ કરવામાં આવેલ છે.
આ કુરઆનની આયત વિષે:
مَن كَفَرَ بِاللّهِ مِن بَعْدِ إيمَانِهِ إِلاَّ مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالإِيمَانِ
જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કરે, સિવાય એવી હાલતમાં કે તેમના ઉપર બળજબરી કરવામાં આવી હોય
(સુ. નહલ (૧૬):૧૦૬)
ઘણા આલીમોએ તેમની તફસીરમાંએ વાત નોંધી છે કે આ આયત અમ્માર ઇબ્ને યાસીર માટે ઉતરી હતી, જેઓ પયગંબર (સ.અ.વ.)ના સૌથી નજીકના અને ભરોસાપાત્ર સહાબીઓ પૈકી અને કેટલાક શરૂઆતમાં ઈમાન લાવનારો પૈકી હતા.
મક્કાના મુશ્રીકોએ આ ઇસ્લામ સ્વીકારનારાઓને પકડ્યા અને તેઓના પર અત્યાચાર કર્યો અને ઇસ્લામ છોડી દેવા અને તેમની જૂની માન્યતાઓ પર પરત ફરી જવા મજબુર કર્યા. તેઓમાંથી જેઓએ ઇસ્લામ છોડી દેવા માટે ઇનકાર કર્યો, તેઓને ઇસ્લામ વિરુદ્ધ મૌખિક બયાન દેવા માટે મજબુર કરવામાં આવ્યા જે જુથે મુશ્રીકોની વાત ન માની અને ઇસ્લામ પર મક્કમ રહ્યા તેમાં અમ્માર, તેમના પિતા યાસિર, તેમના માતા સુમય્યા, બીલાલ, સોહય્બ, હબ્બાબ અને અમુક બીજા લોકો પણ હતા.
સુમય્યા પર એટલો અત્યાચાર કરવામાં આવ્યો કે તેમનું મૃત્યુ થયું તેમજ યાસીરનું પણ અત્યાચારના લીધેમ્રત્યુ મૃત્યુ થયું. અમ્મારે તેમના માતા-પિતાને આ હાલતમાં પીડા ભોગવતા જોઈને અત્યાચાર કરનારાઓએ માંગણી કરેલ વાક્ય ઉચ્ચાર્યું.
આ તબક્કે અલ્લાહે સુરએ નહલ (૧૬) ૧૦૬ આયત નાઝિલ કરી:
જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કરે, સિવાય એવી હાલતમાં કે તેમના ઉપર બળજબરી કરવામાં આવી હોય.
આ આયત સ્પષ્ટપણે, તકય્યા એટલે કે એહતેયાત/ભયના કારણે પોતાના ઈમાનને છુપાવવું પર સહાબીઓ અમલ કરતા હતા અને તેને ઇલાહી તાઈદ હાસિલ થઇ, જે આ તબક્કે નાઝીલ થયેલ કુરાનની આયતોથી સ્પષ્ટ છે. તેથી, શિયાઓ પર તકય્યાની બીદઅતનો આરોપ મુકવો, ઇસ્લામી ઈતિહાસના અને કુરઆની જ્ઞાનનાં અપૂરતા અભ્યાસને પ્રદર્શિત કરે છે.