શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ

જવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ થયું હતું. તથા એમા કોઈપણ વધારો કે ઘટાડો થયો નથી. આ વાતના સ્પષ્ટીકરણ માટે નીચે આપેલ થોડાક પુરાવાઓ પર આપણે એક નજર કરીએ:

 

૧. અલ્લાહ, રબ્બુલ-આલમીને, કુરઆને પાકની હિફાઝતની બાંહેધરી ખુદ કુરઆને પાકમાં આ રીતે વર્ણવી છે:

 

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ

 

ચોક્કસ અમોએ ઝીક્રને નાઝીલ કર્યું છે અને અમોજ તેના મુહાફીઝ છીએ.”

 

(સુરએ હિજ્ર-૧૫, આયત નં. ૯)

 

૧. સ્પષ્ટ છે કે શીઆઓ તેમની માન્યતા અને એહકામ કુરઆને પાકમાંથી લે છે તેથી તેઓ આ આયતની કદર કરે છે અને તેમાં અલ્લાહ સુ.વ.ત.ની કુરઆને પાકની હિફાઝતની બાંહેધરીનો જે સંદેશો છે તેને માને છે અને તેના પર યકીન રાખે છે.

 

૨. મહાન ઈમામ અલી (અ.સ.)કે જેમની શીઆઓ પયરવી કરે છે અને જે હંમેશા હ. રસુલે ખુદા સ.અ.વ. ની સાથે રહેતા હતાં અને કાતીબે વહી હતા, તેમણે અનેક વખત લોકોને કુરઆને કરીમ સાથે જોડાઈ રહેવાની નસીહત કરી છે. જેમકે:

 

وَ اعْلَمُوا أَنَّ هَذَا الْقُرْآنَ هُوَ النَّاصِحُ الَّذِي لَا يَغُشُّ وَ الْهَادِي الَّذِي لَا يُضِل

 

જાણી લ્યો કે કુરઆને પાક એવો સલાહકાર છે જે કયારેય દગો કરતો નથી અને એવો માર્ગદર્શક છે કે જે કયારેય ગુમરાહ કરતો નથી .”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૭૬)

إِنَّ اللَّهَ سُبْحَانَهُ لَمْ يَعِظْ أَحَداً بِمِثْلِ هَذَا الْقُرْآنِ

فَإِنَّهُ حَبْلُ اللَّهِ الْمَتِينُ وَ سَبَبُهُ الْأَمِينُ

 

અલ્લાહ સુબ્હાનહુએ કોઈની એવી નસીહત નથી કરી જેવી તેણે કુરઆને પાક થકી કરી છે. તે અલ્લાહની મજબુત રસ્સી અને ભરોસાપાત્ર સાધન છે.”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૭૬)

પછી અલ્લાહ અઝ્ઝ જલ્લ તેના ( નબી ...) પર કિતાબ મોકલી  જેની  જ્યોત કયારેય પણ બુઝાશે નહિં, તે એવો ચિરાગ છે કે જેની ચમક કયારેય ખતમ થશે નહિં. તે એવો રસ્તો છે જે કયારેય ગુમરાહ નહિં કરે અને તે (હક અને બાતીલને)એવો અલગ કરવાવાળો છે કે જેની દલીલો કયારેય કમજોર નથી થતી.”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૯૮)

શીઆઓના મહાન ઈમામ(અ.સ.)ના આ ભવ્ય કથનો સ્પષ્ટ કરે છે કે પવિત્ર કુરઆન એક તેજસ્વી નૂર છે જે તે લોકોના રસ્તાને હંમેશા રોશન કરે છે કે જેઓ તેને વળગી રહે છે. તેમાં તેહરીફની(ફેરફાર થવાની) કોઈ શકયતા નથી કે જેથી તેની જ્યોત ઓલવાઈ જાય અથવા માનવજાત ગુમરાહ થાય.

 

૩. રસુલે ખુદા સ.અ.વ.નું એ ફરમાન, જેના વિષે તમામ શિયા આલિમો એકમત છે એ છે કે :

ખરેખર હું તમારી વચ્ચે બે કિંમતી વસ્તુઓ છોડી જાઉં છું, એક અલ્લાહની કિતાબ (કુરઆન) અને બીજી મારી ઈતરત (મારી એહલેબૈત) અગર તમે બંનેને વળગી રહેશો તો કયારેય ગુમરાહ થશો નહિ.”

આ હદીસ મુતવાતીર હદીસોમાંની છે જે શીઆ અને સુન્ની બન્ને ફીરકામાં બયાન થયેલ છે. ઉપરના વિધાન પરથી સ્પષ્ટ થાય છે કે શીઆઓની માન્યતા છે કે કુરઆને પાકમાં તેહરીફ-ફેરફાર શકય નથી. કેમકે  જો તેમાં તેહરીફ થાય તો તેનાથી ન તો માર્ગદર્શનની બાંહેધરી રહે અને ન ગુમરાહીથી બચવાની. અને મુતવાતીર હદીસમાં જે કહેવામાં આવ્યું છે તેની સાથે આ બંધ બેસતું  નથી.

 

૪. એ ઈમામોની હદીસો કે જેને શીઆઓ અનુસરે છે, જેને આપણા બધા ઓલમા અને ફોકહાએ બયાન કરી છે, તે સમર્થન આપે છે કે કુરઆન હક્કને બાતીલથી અલગ કરવાનું માપદંડ છે,  પછી ચાહે કોઈપણ બયાન હોય કે હદીસ હોય જે આપણા સુધી પહોંચી છે તે  કુરઆનના મેઅયાર પર હોવું જોવે. અગર તે કુરઆન મુજબ છે, તો તે સહીહ અને ભરોસાપાત્ર છે નહિ. તો તે ઘડી કાઢેલું અને ખોટું છે.

શીઆઓની ફિકહ અને હદીસોની કિતાબોમાં આ બાબતે ઘણી બધી હદીસો ઉપલબ્ધ છે, તેમાંથી એક અહીં રજુ કરીએ છીએ.

ઈમામ જઅફરે સાદિક અ.સ.નું ફરમાન છે કે:

કોઈપણ વિધાન જે કુરઆને પાક પ્રમાણે હોય તે વ્યર્થ અને જૂઠ છે.”

 

(ઉસુલે કાફી, ભાગ-૧, કિતાબે ફઝલુલ ઈલ્મ, બાબ અલ અખ્ઝ બિસ્સુન્નહ વ વાહેદુલ કિતાબ, હદીસ નં. ૪)

 

આ હદીસથી એ પણ સ્પષ્ટ થાય છે કે કુરઆનમાં તેહરીફને કોઈ સ્થાન નથી. તેથી આ પવિત્ર કિતાબ હંમેશ માટે એક સત્ય અને અસત્ય વચ્ચે ફરકને ઓળખવાનો માપદંડ છે.

 

૫. મહાન શીઆ ઓલમાઓ, જેઓ હંમેશા શિયા અને ઇસ્લામી તહેઝીબમાં આગળ પડતા છે, એ વાતને કબુલે છે કે કુરઆનમાં કયારેય ફેરફાર નહિં થશે. આવા આલીમોની એક લાંબી યાદી છે. તેમાંથી અમૂકના બયાનાતને આપણે અહિં વર્ણન કરીશું.

 

. અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને અલી બીન હુસૈન બાબવય અલ કુમ્મી (વફાત ૩૮૧ હી.સ.), જેઓ શૈખ સદુક તરીકે જાણીતા છે, કહે છે:

 

કુરઆને પાકના બારામાં અમારી માન્યતા છે કે તે અલ્લાહનો કલામ અને વહી છે. આ એ કિતાબ છે જે જૂઠ અને ખામીઓથી પાક છે. તેને અલ્લાહ અ.જ. તરફથી મોકલવામાં આવી છે જે હકીમ અને તેનો રક્ષક છે.

(અલ એઅતેકાદાત, પાના નં. ૯૩)

 

બી. સય્યદ મુર્તુઝા અલી ઈબ્ને હુસૈન મુસવી, અલવી, જે અલમુલ હોદા તરીકે પણ ઓળખાય છે (વફાત ૪૩૬ હી.સ.) કહે છે:

 

રસુલે ખુદા સ.અ.વ. ના સહાબીઓ જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદ, ઉબય ઈબ્ને કઅબ અને અન્યોએ હ. રસુલે ખુદા સ.અ.વ.ની રૂબરૂ અસંખ્ય વાર કુરઆને પાકની તિલાવત કરી. તેઓ ઈકરાર કરે છે કે કુરઆને પાકનું સંકલન અને ગોઠવણી ખૂબજ વ્યવસ્થિત છે અને તે કોઈપણ જાતના ઘટાડા અને વિક્ષેપથી પાક છે.

 

મજમઉલ બયાન, ભાગ-૧, પાના નં. ૧૦)

 

સી. અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને હસન અત્-તુસી જેઓ શૈખઅત્-તાએફાત તરીકે જાણીતા હતા (વફાત ૪૬૦ હી.સ.) કહે છે:

 

કુરઆને પાકની અપૂર્ણતા અથવા તો તેમાં કોઈ પ્રકારના વધારાની ચર્ચાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કારણકે બધાજ મુસલમાનો એક મત છે કે કુરઆનમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો, જ્યાં સુધી અપૂર્ણતાનો સવાલ છે, તો બધા મુસલમાનો તેનો ઇનકાર કરે છે. અને મકતબે તશય્યો એ વાતના વધારે કાએલ છે કે કુરઆન કોઈપણ પ્રકારના ફેરફારથી પાક છે.

 

સૈયદ મુર્તુઝાએ પણ આ મંતવ્યનો સ્વિકાર કર્યો છે. તથા હદીસોનો જાહેરી અર્થ પણ એજ થાય છે. અમૂક શીઆ અને સુન્ની રાવીઓ કે જેની સંખ્યા ખુબજ ઓછી છે તેઓ એવી રિવાયતો પેશ કરે છે જે કુરઆને પાકની અપૂર્ણતા અને ફેરફારના બારામાં છે. આ હદીસો ખબરે વાહીદ અને ગૈરે મુતવાતીર છે જેને જાણવું અને અનુસરવું જરૂરી નથી અને બહેતર છે કે તેને તર્ક કરવામાં આવે.

 

(અત્-તિબયાન ભાગ-૧, પાના નં. ૩)

 

ડી. અબુ અલી તબરસી, તફસીરે મજમઉલ બયાનના લેખક કહે છે: તમામ ઉમ્મતે મુસ્લેમા એકમત છે કે કુરઆનમાં કોઈપણ પ્રકારનો વધારો થયેલ નથી. રહી વાત કુરઆને પાકમાંથી કોઈ આયતના કમી થવાની તો થોડાક સહાબીઓ અને ફીરક-એ-હશવીય્યાહ, અહેલે સુન્નતનો એક ફિરકો, એવી રિવાયતો લાવ્યા છે કે જેમાં નોંધવામાં આવ્યું છે કે કુરઆને પાકમાં વધારો થયેલ છે. પરંતુ આપણો ફિરકો તેને ખોટું માને છે અને આનાથી વિરૂધ્ધ માન્યતા ધરાવીએ છીએ.

 

(મજમઉલબયાન, ભાગ-૧, પાનાનં. ૧૦)

 

. સૈયદ ઈબ્ને તાઉસ, અલી ઈબ્ને તાઉસ અલ હિલ્લી, (વ. ૬૬૪ હી.સ.) જે સૈય્યદ તાઉસ તરીકે જાણીતા છે, કહે છે કે એહલે શીઆનો નઝરીયો એ છે કે કુરઆને પાકમાં કોઈ તેહરીફ ફેરફાર નથી થઈ.

 

(સઆદ અસ સોઉદ, પાના નં. ૧૪૪)

 એફ. શૈખ ઝૈનુદીન અલ આમેલી (વ. ૮૭૭ હી.સ.) કુરઆને પાકની આયત:

 

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ

ચોક્કસ અમોએ ઝીક્રને નાઝીલ કર્યું છે અને અમોજ તેના મુહાફીઝ છીએ.”

(સુરએ હિજ્ર-૧૫, આયત નં. ૯)

 

ના બારામાં કહે છે કે આનો મતલબ એમ થાય છે કે અમે કુરઆને પાકને કોઈપણ પ્રકારના ફેરફાર, બદલાવ અને વધારાથી રક્ષણ કરીશું.

(ઇઝહારૂલ હક્ક, ભાગ-૨, પાના નં. ૧૩૦)

જી. કાઝી સૈયદ નુરૂલ્લાહ  શુસ્તરી અ.ર. કિતાબ એહકાકુલ હક્કના લેખક (વફાત ૧૦૧૯ હી.સ.) કહે છે:

અમૂક લોકો જે કહે છે કે ઈમામીયા શીઆ તેહરીફે કુરઆનની માન્યતા ધરાવે છે તે બધા શીઆની માન્યતા નથી બલ્કે બહુજ ઓછા આવું માને છે, જેને શીઆ કોઈ ધ્યાનમાં લેતા નથી.

(આલા અર રહેમાન, પાના નં. ૨૫.)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*