શું અમીરુલમોઅમેનીન અ.સ.એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી રાખ્યું હતું?

વાંચવાનો સમય: 6 મિનિટ

શંકા:-અમુક મુસલમાનો શિઆઓ ઉપર હ.રસુલે ખુદા સ.અ.વ.ના સહાબાઓ સાથે દુશ્મની રાખવાનો આરોપ મુકે છે તેઓનો આ દાવો છે કે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ને ખિલાફતને ગસ્બ કરનારાઓ સાથે ખરા દિલના ગાઢ સંબંધો હતા તેઓ જે પુરાવાઓ રજુ કરે છે તેમાંથી એક દલીલ એ રજુ કરે  છે કે હ.અલી અ.સ.એ તેના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના (ત્રીજાખલીફા)  નામ પરથી રાખ્યું હતું અગર હ.અલી અ.સ.ને ઉસ્માન સાથે વાંધો હોય તો શામાટે પોતાના ફરઝંદનું નામ તેના નામ ઉપર રાખે? પોતાના ફરઝંદનું નામ ઉસ્માન રાખવું તે દલીલ છે કે હ.અલી અ.સ મુસ્લીમ ઇત્તેહાદની તરફેણમાં હતા.

જવાબ:- અગર કોઈ એવા વિચારોમાં રાચતો હોય કે હ.અલી અ.સ.એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી રાખ્યું હતું તો તેની પાસે ઇતિહાસનુ ઉસ્માનના ચારિત્ર્ય, હ.અલી અ.સ.ના આદર્શ અને આ બંને અત્યંત વિરોધાભાસી  વ્યક્તિઓના વિષે ખુબજ નબળું જ્ઞાન છે.

આવો આપણે આ બાબતને નીચેના છ મુદ્દાઓ દ્વારા સમજીએ

૧- શું હ.અલી અ.સ તેમના ફરઝંદનું નામ એક ગુનાહ કરનાર  અને દુરાચારી અને તેમાંના સૌથી વધારે કાયરના નામ પરથી રાખે?

૨-ઉસ્માન ઇબ્ને અલી અ.સ ની ઝીયારત પુરા વિવાદનો અંત લાવે છે

૩- ઉસ્માન બિન મઝઉનની જબરદસ્ત મહાનતા – મોટાઈભર્યું વ્યક્તિત્વ.

૪-ઉસ્માન બિન અલી અ.સ એક માત્ર ફરઝંદ જેને હદીસમાં નિસ્બત અપાઈ છે.

૫- શા માટે હ.અલી અ.સ એ તેને કદી પણ દલીલ તરીકે રજુ ન કરી?

૬- મુસલમાનો એ ઉસ્માન બિન અલી અ.સ સાથે કેવો વહેવાર કર્યો?

૧ શું હ.અલી અ.સ તેમના ફરઝંદનું નામ એક ગુનાહ કરનાર  અને દુરાચારી અને તેમાંના સૌથી વધારે કાયરના નામ પરથી રાખે?

આપણે ઉસ્માનની ભૂલો અને બેદરકારીઓને બહાર લાવવા માટે ઇતિહાસની અને હદીસોની કીતાબોનુ ખુબજ સંશોધન કરવું જરૂરી નથી પરંતુ એક સત્યના શોધક માટે ઉપરછલ્લી નજર કરવી પુરતી છે.

ઉસ્માનની સર્વસ્વીકાર્ય ભૂલો અને છબરડામાંથી એક એ છે કે કટોકટી અને કસોટીની વેળા જેમકે બદ્ર,ઓહદ અને હુનૈનમાં હ.રસુલે ખુદા સ.અ.વને છોડી ભાગી જવું

-(સહીહ બુખારી કિતાબ-૬૪ હ.રસુલેખુદાનાસૈન્યહુમલા.પ્રકરણ-૧૯ હદીસ-૧૧૧)

– જામેએ તીરમીઝી કિતાબ-૪૯ હ-૪૦૭૧

-અલ બીદાયાહ વન્નેહાયહ ભાગ-૫ પા-૩૭૩

કોઈ સત્યના શોધક અને ન્યાયી ઈતિહાસકારે પોતાની જાતને આ સવાલ પુછવો જોઈએ-શા માટે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ જેવા બહાદુર કે જેણે કદી પણ જંગથી ફરાર નથી કરી અને જેણે ઘણીવાર પોતાના જીવને જોખમમાં મુક્યો ખાસ કરીને ઓહદ અને હુનૈનમાં શું તેઓ પોતાના ફરઝંદનું નામ એક વિશ્વાસઘાતી અને બેવફા માણસના નામ પરથી રાખે?

ખાસ કરીને જ્યારે તમે એમ માનો છો કે ઉસ્માન બીન અલી અ.સ તેમના ભાઈઓ અબ્બાસ જાફર અને અબ્દુલ્લાહની સાથે કરબલામાં શહીદ થયા હતા અને શૂરવીરતા અને બહાદુરી માટે પ્રખ્યાત હતા કરબલાની જંગની તીવ્રતા તો ઓહદ અને હુનૈન કરતા ખુબ વધારે હતી.કરબલા તો વધારે મહત્વપુર્ણ છે કારણકે ઓહદ અને હુનૈન મુશરિકો વિરુદ્ધ હતી જ્યારેકે કરબલા તો મુસલમાનો વિરુદ્ધ હતી.

આ જોતા શું એ શક્ય છે કે હ.અલી અ.સ તેમના ફરઝંદનું નામ એક કાયરના નામ પરથી રાખે?

૨- ઉસ્માન બિન અલી અ.સ ની ઝીયારત પુરા વિવાદનો અંત લાવે છે

ઈમામ જાફરે સાદિક અ.સ.થી નકલ થએલ ઉસ્માન બિન અલી અ.સ.ની ઝીયારત પઢવાથી આ બધી શંકાઓ દુર થઇ જાય છે.

સલામ થાય ઉસ્માન બિન અલી અ.સ પર કે જેમનું નામ ઉસ્માન બિન મઝઉન (સહાબી એ રસુલ સ.અ.)નાં નામ પરથી રાખવામાં આવ્યું અલ્લાહની લાનત થાય એ તીરંદાજ પર (કે જેણે(તેમને પછાડી દીધા) તીર વડે) ખુલી ઇબ્ને યઝીદ અલ અસ્બહી અલ ઈયાદી અલ દારીમી ઉપર

(ઇક્બાલુલ આમાલ સૈયદ ઇબ્ને તાઉસ ભાગ-૨ પા-૫૭૪ શોહદાએ કરબલાની ઝીયારત)

      એ સ્પષ્ટ છે કે હ.અલી અ.સ.એ તેમના ફરઝંદનું નામ એક ખુબજ વફાદાર સહાબીએ રસુલ સ.અ ઉસ્માન બિન મઝઉનના નામ પરથી રાખ્યું હતું.નહિ કે નિર્બળ અને બનાવટી ખલીફાના નામ પરથી.

      જેવીરીતે ખુદ અલી અ.સ.એ ફરમાવ્યું કે બેશક મેં તેનું નામ મારા ભાઈ ઉસ્માન બિન મઝઉનના નામ પરથી રાખ્યું છે

– (બેહાર ભાગ-૩૧ પા-૩૦૭ ભાગ-૪૫ પા-૩૮ ઇબ્ને શહેરે આશુબની મનાકીબે આલે અબીતાલિબ માંથી)

રીયાઝુલ અબરાર ફી મનાકીબે અઈમ્મતિલ અબરાર અ.સ ભાગ-૧ પા-૨૨૬ લે.નેંઅમતુલ્લાહ જઝાએરી.

નફ્સુલ મહમુમ શૈખ અબ્બાસ કુમ્મી ઉસ્માન બિન અલીઅ.સ ની શહાદત હેઠળ

      અરબીના ઓલમાએ વિષે જાણે છે કે શબ્દ ઇન્નમાંનો ઉપયોગ કરીને હ.અલી અ.સ ભાર આપી રહ્યા છે કે અહી ઉસ્માન બિન મઝઉનની વાત છે બીજા કોઈની નહિ આ ઈલ્મે ગૈબથી હ.અલી અ.સ એ જાણતા હતા કે આ બાબતે મુસલમાનો અંતહીન અને મુદ્દાહીન ચર્ચામાં પડશે અને આ નામને બીજા ઉસ્માન સાથે જોડશે.

૩- ઉસ્માન બિન મઝઉનનું જબરદસ્ત અને મહાન વ્યક્તિત્વ

જ્યારે કે આ વિષય ઉપર ઉસ્માન બિન મઝઉન ભરોસાપાત્ર અને મુખ્લીસ અને દરેક રીતે વફાદાર સહાબીની ફઝીલતની ચર્ચા કરવી યોગ્ય છે. ઉસ્માન બિન મઝઉન વિષે ભરોસાપાત્ર શિઆ આલિમોમાંથી એક મિર્ઝાહુસૈન નુરીએ નોંધ્યું છે કે :

“તેઓ રસુલેખુદા સ.અ.ના અસહાબમાંથી હતા પ્રભાવશાળી અને ભવ્ય  વ્યક્તિત્વ ધરાવતા હતા તેમના મૃત્યુ બાદ પયગંબર(સ.અ.વ)એ તેમનો બોસો લીધેલ”

(મન લા યહ્ઝરુલ ફકીહ ભાગ-૧ પા-૯૮ હ-૪૫૩)

તેમના મહાન વ્યક્તિત્વ માટે એટલું પુરતું છે કે શોહદાએ કરબલાની ઝીયારતમાં ઈમામે પઢયું છે કે “સલામ થાય ઉસ્માન બિન અમીરુલ મોઅમેનીન અ.સ પર કે જેનું નામ ઉસ્માન બિન મઝઉનપરથી રાખવામાં આવ્યું”

(મુસ્તદરકુલ વસાએલ વ મુસ્તબતુલ મસાઈલ-મિર્ઝા હુસૈન નુરી ભાગ-૮ પા-૧૯૮)

આ હદીસ એ વાતનો પણ પુરાવો આપે છે કે જે લોકો એમ દાવો કરે છે કે મુર્દાને અથવા ઝરીહને બોસો લેવો એ મનાઈભર્યું છે અથવા ઓછામાં ઓછું કે સમયનો બગાડ છે. જ્યારે મહાન પયગંબર સ.અ.વ એક સહાબીના માટે તેને યોગ્ય ગણે છે તો આ કાર્ય પવિત્ર અને માસુમ એહલેબૈત અ.સ માટે વધારે યોગ્ય છે.

૪- ઉસ્માન બિન અલી અ.સ એક માત્ર ફરઝંદ કે જેને હદીસમાં નિસ્બત અપાઈ છે.

એ મુસલમાનો કે જેઓ એવો દાવો કરે છે કે અમીરુલ મોઅમેનીન અ.સ એ તેમના ફરઝંદોના નામ જુઠ્ઠા ખલીફાઓ (અબુબક્ર અને ઉમર)ના નામ પરથી રાખ્યા છે.તેમણે તેમના દાવા માટે સાબિતી આપવી જોઈએ. ઈતિહાસ અને હદીસોની કિતાબોમાં સંશોધન કરવાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે એવા કોઈ પુરાવા નથી કે હ.અલી અ.સ એ તેમના ફરઝંદોના નામ ગાસીબોના નામ પરથી રાખ્યા હોય એક માત્ર ફરઝંદ કે જેનું નામ બાહ્ય રીતે ચોક્કસ દેખાય છે તે ઉસ્માન બિન અલી અ.સ છે જેનું નામ ઉસ્માન બિન મઝઉનના  નામ પરથી રખાયું હતું. જ્યારે હ.અલી અ.સ એ પોતાના ફરઝંદનું નામ  ઉસ્માન બીન અફ્ફાનનાં નામ પરથી નહોતું રાખ્યું તો પછી આ મુસલમાનોને કઈ બાબત એ તારણ કાઢવા પ્રેરિત કરે છે કે હ.અલી અ.સ એ બીજા ફરઝંદોના નામ બીજા બે જુઠ્ઠા ખ્લીફાઓના નામ પરથી રાખ્યા હતા? જ્યારે એકને રદ્દ કરવામાં આવ્યો છે તો પછી હ.અલી અ.સ બીજાને કબુલે તેનો ક્યાં સવાલ છે? પુરાવા વગર આ રીતનું તારણ કાઢવું એ છેતરપીંડી છે અને હ.અલી અ.સ પર એવા કાર્યનો આરોપ મુકવો કે જે તેમણે નથી કર્યું તે ગુનાહે કબીરા છે.

૫- શા માટે હ.અલી અ.સ એ આ બાબતને દલીલ તરીકે રજુ ન કરી?

      એ મુસ્લામનો કે જેઓ એવો દાવો કરે છે કે ઉસ્માન બિન અલી અ.સ.નું નામ ઉસ્માન બિન અફ્ફાનનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું તેઓ એક મહત્વનો મુદ્દો ભૂલી ગયા છે ઉસ્માન બિન અફ્ફાનના ખુનનો બદલો લેવા માટે હ.અલી અ.સ વિરુદ્ધ બે જંગ લડવામાં આવી હતી તેઓ હ.અલી અ.સ.ને ઉસ્માનના ખૂન માટે જવાબદાર ઠેરવતા હતા અથવા ઓછામાં ઓછું તેના કાતીલોને છાવરનાર ગણાવતા હતા

      શા માટે તલ્હા ઝુબૈર અને આયેશાએ જમલમાં તથા મુઆવિયા અને અમ્ર ઇબ્ને આશે ઉસ્માન બિન અફ્ફાનના કત્લ માટે હ.અલી અ.સ પર હુમલો કર્યો?

જે રીતે આ મુસલમાનો દાવો કરે છે કે હ.અલીઅ.સ.એ તેમના ફરઝંદનું નામ ઉસ્માનના નામ પરથી રાખ્યું હતું તો તેઓ તેના ખૂન માટે કઈ રીતે જવાબદાર હોઈ શકે? શું સહાબીઓ અને રસુલની પત્નીઓ તે નહોતા જાણતા? અગર હ.અલી અ.સ એ ઉસ્માન સાથે કહેવાતા લગાવના લીધે તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામે રાખ્યું હતું તો પછી તેમના પર ઉસ્માનના કતલનો ખોટો આરોપ મુકવામાં આવ્યો છે તેનો મતલબ એ છે કે સહાબીઓ અને પત્નીઓએ તેમને એ ગુનાહ માટે જંગની ફરઝ પાડી કે જે ગુનોહ તેમણે કર્યો જ નથી લાખો સહાબીઓ અને તાબેઈનના મૃત્યુની જવાબદારી તલ્હા,ઝુબૈર,આએશા,મુઆવીયાહ,અને અમ્રેઆસ પર છે. દલીલની બીજી બાજુ કે જે શિઆ દ્રષ્ટિકોણને ટેકો આપે છે તે એ છે કે હ.અલી અ.સ એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી નહોતુ રાખ્યું. તેમને ઉસ્માન માટે સામાન્ય મખ્લુક માટે જે લાગણી હોય છે તેના સિવાય કોઈ ખાસ લાગણી ન હતી.

      એ સહાબાઓ પત્નીઓ અને લાખો મુસલમાનો કે જેઓ હ.અલી અ.સ સાથે બે જંગ લડ્યા તેઓ પણ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી જેનું નામ રખાયું હોય તેવા કોઈ ફરઝંદ વિષે માહિતગાર ન હતા નહીતર તેઓ હ.અલી અ.સ.ની વિરુદ્ધ જંગ ન કરતે.

       આવો દાવો કરનારા મુસલમાનોએ નક્કી કરી લેવું જોઈએ કે જો તેઓ સાચા હોય તો તેનો મતલબ એમ કે સહાબીઓ,પત્નીઓ અને લાખો મુસલમાનો ખોટા હતા.અથવા જો તેઓ ખોટા છે,તો શું સહાબાઓ,પત્નીઓ અને મુસલમાનો ખરા હતા?

      આ બંને સ્થિતિઓમાં મુસલમાનો આવી હાસ્યાસ્પદ દલીલો રજુ કરવા બદલ બેવકૂફ લાગે છે કે હ.અલી અ.સ એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી રાખ્યું હતું.

૬-મુસલમાનોએ ઉસ્માન બિન અલી અ.સ સાથે કેવો વયવહાર કર્યો?

      આ મુસલમાનો કે જે એ બાબતને સાબિત કરવા મંડી પડ્યા છે કે હ.અલી અ.સ.ના ફરઝંદ અને ઉસ્માન બિન અફ્ફાન વચ્ચે સંબંધ હતો તેઓએ એક ક્ષણ માટે એ મુદ્દા પર લક્ષ્ય આપવું જોઈએ કે તેઓએ ઉસ્માન બિન અલી અ.સ સાથે કેવું વર્તન કર્યું એક પળ માટે ધારીલો કે ઉસ્માન બિન અલી અ.સ નું નામ ખરેખર ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી હતું તો શું આ ધારણા આ મુસલમાનો માટે કોઈ તબદીલી લાવશે? શું તેઓ ઉસ્માન બિન અલી અ.સની શહાદત માટે યઝીદની ટીકા કરશે? ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમના માટે તેનું નામ ઉસ્માન બિન અફ્ફાન ના નામ પરથી હતું? આ મુસલમાનો ઉસ્માન બિન અલી અ.સ સાથે આવું વર્તન કરવાના લીધે અને તેના કાતીલોના દરજ્જાને વધારવાને લીધે હ.રસુલે ખુદા સ.અ.વ અને હ.અલી અ.સ નો કેવી રીતે સામનો કરશે?

      તેમના નામ ઉપરથી ચર્ચાને છોડો.આ બાબત પણ વીવાદાસ્પદ છે કે આ મુસલમાનો ખરેખર ઉસ્માન બિન અલી અ.સ ને હ.અલી બિન અબીતાલીબ અ.સ ના ફરઝંદ માને છે કે કેમ અગર તેઓ એમ માનતા હોય અને હજુપણ તેમની શહાદતને સમર્થન આપતા હોય તો આ હ.અલી બિન અબી તાલિબ અ.સ ના ચાહનારાઓ માટે આ ગમના લીધે કલ્પાંત કરવા માટે પુરતું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*