મઝહબમાં મોહબ્બત અને નફરત

વાંચવાનો સમય: 5 મિનિટ

પવિત્ર કુરઆન, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.)ના ભવ્ય વ્યકિતત્વ ઉપર થી  ખ્યાલ આવે છે કે અલ્લાહની રાહમાં મોહબ્બત અને નફરતનું મહત્વ શું છે.

અલ્લાહ ત.વ.ત. કુરઆને મજીદમાં સુ. નહલ-૩૬ માં ફરમાવે છે કે:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّأُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ فَمِنْهُم مَّنْ هَدَى اللهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ

“અને ખરેખર અમોએ પ્રત્યેક ઉમ્મતમાં એક રસુલ મોકલ્યો હતો કે અલ્લાહની ઈબાદત કરો અને જુઠા મઅબુદોને તજી દો. પછી તેઓમાંથી કેટલાકોને અલ્લાહે હિદાયત અર્પણ કરી અને કેટલાકો ગુમરાહીને પાત્ર થયા, માટે તમે પૃથ્વીમાં હરો-ફરો પછી ધ્યાનપૂર્વક નિહાળો કે (રસુલોને) જુઠલાવનારાઓનું કેવું પરીણામ આવ્યું.”

રસુલો (સ.અ.વ.)નું સૌથી મહત્વનું કાર્ય એ હતું કે

 1. આપ (સ.અ.વ.) લોકોને અલ્લાહની ઈબાદત તરફ દઅવત આપે.
 2. લોકો શયતાનથી દૂર રહે.

આ બન્ને કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ ઈન્સાન અગર અલ્લાહની ઈબાદતમાં મશ્ગુલ રહે પણ જો તે શયતાનથી દૂર ન રહે તો તે કયારેય મઝહબમાં સંપૂર્ણતા હાંસીલ નહીં કરી શકે.

સુરએ ફત્હ, આયત 29 માં આપ (સ.અ.વ.)ની ઝીંદગીના બે પહેલુને વર્ણવવામાં આવ્યા છે.

مُّحَمَّدٌ رَّسُولُ اللهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ

“મોહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસુલ છે અને જેઓ પણ વાસ્તવમાં તેની સાથે છે તેઓ નાસ્તીકો પર ભારે છે અને આપસમાં રહેમદિલ…”

لَا إِلَٰهَ إِلَّا اللهએ ઈસ્લામનું મુખ્ય સુત્ર છે. આ વાકયથી એ વાત સ્પષ્ટ છે કે બીજા તમામ ખુદાઓનો અને તાગુતોનો ઈન્કાર કરવો તે અલ્લાહને ઓળખવા માટેનું પહેલું પગથીયું છે.

અને બીજું પગથીયું છે કે અલ્લાહમાં માનવું. તાગુતો (અલ્લાહના દુશ્મનો)નો ઈન્કાર એ અલ્લાહ માટેની મોહબ્બત જેટલું જ જરૂરી છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા આવો આપણે મઅસુમ ઈમામો (અ.સ.)ની હદીસો પર નજર કરીએ.

 1. ખત્તાબ બીન મુસલેમાહ ઈ. બાકીર (અ.સ.)થી રિવાયત કરે છે કે

‘અલ્લાહે કોઈપણ રસુલોને નથી મોકલ્યા, સિવાય કે અમારી વિલાયત અને અમારા દુશ્મનોથી નફરતની માન્યતા સાથે.’

આ મુદ્દાની ચર્ચા આપણે નીચેના સ્ત્રોતોમાંની હદીસોથી કરીશું.

 • વસાએલુશ્શીયા, ભાગ-16, પા. 178, પ્ર. 17 વજુબો હુબ્બે અલ મોઅમીન વલ બુગ્ઝે અલ કાફીર, હ.
 • બેહારુલ અન્વાર, ભાગ-27, પા. 54, પ્ર. 1, વજુબો મુવલાતે અવાલીયેહીમ વ મોઆદાતે આ’અદાએહીમ, હ.8 (તફસીરે ઈમામ અ.સ. મઆનીલ અખબાર, ઓયુને અખબારે રેઝા અ.સ. એલલુશ્શરાએઅ)
 • બેહારુલ અન્વાર, ભાગ-66, પા. 236, પ્ર. 36 અલ હુબ્બો ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ, હ. નં. 1
 • બેહારુલ અન્વાર, ભાગ-66, પા. 236, પ્ર. 36 અલ હુબ્બો ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ (તફસીરે ઈમામ અ.સ. એલલુશ્શરાએ, ઓયુને અખ્બારે રેઝા અ.સ., આમાલીએ સદુક).
 • બેહારુલ અન્વાર, ભાગ-105, પા. 77
 • બેહારુલ અન્વાર, ભાગ-105, પા. 169
 • બેહારુલ અન્વાર, ભાગ-107, પા. 41
 • આમાલીએ સદુક, મજલીસ નં.3, પા. 8, હ. નં. 7
 • તફસીરે ઈ. અસકરી અ.સ. 47 (આઝમો અલ તાતે) પા. 42, હ. નં. 22
 • રૌઝઅલ વાએઝીન, ભાગ-2, પા. 417, મજલીસ ફી ઝીક્ર મહોબ્બતે લહ વલ હુબ્બે ફીલ્લાહ.
 • સીફાતુશ્શીયાહ, હ. નં. 65
 • એલલુશ્શરાએ, ભાગ-2, પા. 140, પ્ર. 119 ઈલ્લતો વજુબે અલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝે ફીલ્લાહ વલ મોવાલાત, હ. નં. 1
 • ઓયુને અખબારે રેઝા (અ.સ.) ભાગ-1, પા. 291, પ્ર. 28 ફી મા જા અનલ ઈમામ અલી બીન મુસા અર્રેઝા (અ.સ.), હ. નં. 41
 • કાશફલ ગમ્માહ, ભાગ-2, પા. 295, પ્ર. ઝીક્રો વફાતે અલી બીન મુસા અર્રેઝા (અ.સ.)
 • મજમુઆહ (તન્બીહે ખાતીર તરીકે પણ ઓળખાય છે) લેખક: વરર્મિ ઈબ્ને અલી ફરાઝ (છઠ્ઠી સદીના વિધ્વાન, હીલ્લા-ઈરાક), ભાગ-2, પા. 98, પ્ર. 2
 • મીશકાહલ અન્વાર, પા. 123, અલ ફસ્લ ખમીસ ફીલ મહબ્બહ વલ શૌક.
 • મઆનીલ અખબાર, પા. 36, બાબે માને અલ સેરાત, પા. 32, હ.નં. 9, પા. 399, બાબે નવાદીર, પા. 379, હ.નં. 58

(2) મોહમ્મદ બીન કાસીમ અલ અસતરાબાદીએ વર્ણવ્યું છે કે યુસુફ બીન મોહમ્મદ બીન ઝીયાદ અને અલી બીન મોહમ્મદ બીન સય્યારે તેમના બુઝુર્ગ વાલીદ અને તેમના વાલીદે  ઈ. હસન અસ્કરી (અ.સ.)થી નકલ કરી જેમણે પોતાના પવિત્ર આબાઓ અજદાદના હવાલાથી નીસ્બત આપી કે એક દિવસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ તેમના અમૂક અસ્હાબોને કહ્યું:

‘અય અલ્લાહના બંદાઓ! અલ્લાહ ખાતર મોહબ્બત કરો અને અલ્લાહ ખાતર નફરત કરો. અલ્લાહ ખાતર દોસ્તી કરો અને અલ્લાહ ખાતર દુશ્મની કરો. એટલા માટે કે તમે અલ્લાહની વિલાયત હાંસીલ નહી કરી શકો સિવાયકે આ તરીકાથી. ભલે કોઈ ગમે તેટલા નમાઝ-રોઝા કરે પણ તે સાચા ઈમાનનો અનુભવ નથી કરી શકતો સિવાયકે આ તરીકાથી. દુનિયાની મોટાભાગની દોસ્તી દુનિયા ખાતર જ હોય છે. લોકો દુનિયા ખાતર જ એકબીજાને ચાહે છે અને નફરત કરે છે. જ્યારે કે આ તેમને કોઈ ફાયદો નહિં પહોંચાડે.’

પછી એક શખ્સે સવાલ કર્યો હું કેવી રીતે ખાતરી કરું કે મારી દોસ્તી અને દુશ્મની અલ્લાહના માટે છે? અલ્લાહના દોસ્ત કોણ છે કે હું તેની સાથે દોસ્તી કરું? કોણ અલ્લાહના દુશ્મન છે કે હું તેનાથી દૂર રહું? (દૂરી ઈખ્તેયાર કરું?)

રસુલ (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને બતાવીને કહ્યું:

‘શું તમે તેમને જુઓ છો?’

તે શખ્સે કહ્યું: હા.

રસુલ (સ.અ.વ.) એ જણાવ્યું: ‘તેઓ (અ.સ.) ના દોસ્ત છે જે કોઈ તેમને ચાહે છે, તે અલ્લાહનો દોસ્ત છે અને જે કોઈ તેમનાથી બેઝાર રહે તે અલ્લાહનો દુશ્મન છે. માટે, અલી (અ.સ.)થી મોહબ્બત કરો અને અલી (અ.સ.)ના દુશ્મનોથી દુશ્મની રાખો અને અલી (અ.સ.)ના દોસ્તોથી દોસ્તી રાખો. અગર અલી (અ.સ.)ના દોસ્તે તમારા વાલીદ અથવા દિકરાને કત્લ કર્યા હોય તો પણ તેમના દોસ્તોથી દોસ્તી રાખો અને જો તમારા પિતા અથવા તમારો દિકરો અલી (અ.સ.)નો દુશ્મન હોય તો તેનાથી તમે પણ દુશ્મની રાખો.’

મઅસુમ રહેબરોની હદીસોને જોતા આપણે એ તારણ પર આવી શકીએ કે અલ્લાહના દુશ્મનો સાથે દુશ્મનીને વિલાયતના અકીદા સાથે મઝબુતીથી સાંકળવામાં આવ્યો છે. જ્યારે પણ દોસ્તીનો હુકમ અપાયો છે તેની સાથે સાથે જ દુશ્મનીનો હુકમ પણ અપાયો છે. મતલબ કે જ્યારે જ્યારે એક મુસલમાનને કોઈ વસ્તુ અથવા વ્યકિતની દોસ્તીની સલાહ આપવામાં આવી છે ત્યારે ત્યારે તેને સ્પષ્ટપણે તેજ વ્યકિત અથવા વસ્તુના દુશ્મનોથી દુશ્મની રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

એટલેકે તેની ઈતાઅત અને મોહબ્બત અલ્લાહથી સંબંધ ધરાવે છે અને તેની નફરત અને દુશ્મની અલ્લાહના દુશ્મનોથી સંબંધ રાખે છે. એટલે કે મઝહબ અને ઈમાનનો પાયો તેના તરફની મોહબ્બત અને તેના દુશ્મનોથી દુશ્મની છે.

પવિત્ર કુરઆનમાં અલ્લાહ કહે છે: “અલ્લાહની ઈબાદત કરો અને શયતાનથી દુર રહો.”

આ દરેક યુગના (ઉમ્મતના) લોકોને લાગુ પડે છે અને પારિભાષીક રીતે તેને તવલ્લા અને તબરરા કહેવાય છે.

ઉપરની સમજણ:

 1. અલ કાફી, ભાગ-2, પા. 124, પ્ર. અલ હુબ્બો ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ, હ. નં. 1
 2. વસાએલુશ્શીયા, ભાગ-16, પા. 165, પ્ર. વજુબો અલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝે ફીલ્લાહ વલ ઈતાએ ફીલ્લાહ વલ માને ફીલ્લાહ, હ.નં. 21249
 3. મરહુમે બરકીએ અલ મહાસીનમાં ઈબ્ને મહેબુબથી રિવાયત કરી છે, બેહારુલ અન્વાર, ભાગ-66, પા. 238, પ્ર. 36, અલ હુબ્બો ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ, હ.નં. 12
 4. વસાએલુશ્શીયા, ભાગ-16, પા. 169, પ્ર. વજુબો અલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝે ફીલ્લાહ વલ ઈતાએ ફીલ્લાહ વલ માને ફીલ્લાહ, હ.નં. 21261
 5. બેહારુલ અન્વાર, ભાગ-66, પા. 238, પ્ર. 36, અલ હુબ્બો ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ, હ. નં. 10, બેહારુલ અન્વાર, ભાગ-67, પા. 248, પ્ર.
 6. અલ ઈખ્લાસો વ મના કુરબેહી તઆલા, હ.નં. 22

(3) અબુ અબ્દીલ્લાહ (અ.સ.) ફરમાવે છે કે:

‘તે શખ્સનું ઈમાન પૂર્ણ છે કે જે અલ્લાહની ખાતર મોહબ્બત કરે અને અલ્લાહના માટે દુશ્મની રાખે અને જે અલ્લાહના માટે અમાનત રાખે (મહાસીનમાં આગળ ઉલ્લેખ થયો છે અને જે અલ્લાહ માટે રોકે, અટકાવે છે).’

 1. મુસ્તદરક અલ વસાએલ, ભાગ-12, પા. પ્ર.14,
 2. વજુબુલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝે ફીલ્લાહ, વલ ઈતાએ ફીલ્લાહ વલ માને ફીલ્લાહ, હ.નં. 13954,
 3. ગોરરુલ હેકમ, હ.નં. 32

શેખ અબ્દુલ વાહેદ અલ આસુદી (ર.અ.) અલી (અ.સ.)થી ગોરરુલ હેકમમાં રિવાયત નકલ કરે છે કે

‘અલ્લાહ ખાતર દોસ્તી કરવી અને અલ્લાહ માટે દુશ્મની અને અલ્લાહ ખાતર નફરત કરવી અને અલ્લાહ માટે મોહબ્બત કરવી તેમાંજ તમામ ભલાઈ છે.’

(4) આપ (અ.સ.) એ આ પણ ફરમાવ્યું કે

‘ઈમાનનો સૌથી ઉંચો દરજ્જો અલ્લાહ માટે મોહબ્બત કરવી અને અલ્લાહ ખાતર દુશ્મની કરવી અને અલ્લાહ ખાતર છોડી દેવું (તર્ક કરવું) અને અલ્લાહ ખાતર જોડવું તે છે.’

(5) ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

અગર કોઈ ચાહતું હોય કે તેનું ઈમાન સંપુર્ણ હોય તેને ખાતરી કરવી જોઈએ કે તેની મોહબ્બત, દુશ્મની, સંતોષ અને ગુસ્સો અલ્લાહ ખાતર જ હોય.’

(6)  ઈમામ (અ.સ.) એ આગળ ફરમાવ્યું કે:

જે અલ્લાહની રાહમાં અતા કરે, મના કરે, મોહબ્બત કરે અને દુશ્મની કરે તે બેશક ઈમાનની સંપૂર્ણતા સુધી પહોંચશે.’ (શરહે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ અકવાલે હિકમત, પા. 3)

‘બેશક કોઈનું ઈમાન ત્યાં સુધી પૂર્ણ નહિં થાય જ્યાં સુધી તે અલ્લાહ માટે મોહબ્બત અને નફરત ન કરે.’

 1. મુસ્તદરક અલ વસાએલ, ભાગ-12, પા. 228, પ્ર. 14
 2. વજુબો અલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝો ફીલ્લાહ વલ ઈતાએ ફીલ્લાહ વલ મનાએ ફીલ્લાહ, હ.નં.

અબુલ કાસીમ અલ કુફી કિતાબ અલ અખ્લાકમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી રિવાયત કરે છે કે

‘અલ્લાહ ખાતર મોહબ્બત અને અલ્લાહ ખાતર દુશ્મની કરવી તે ઈમાનનું માથું છે.’

(7)  અબુ અબ્દીલ્લાહ (અ.સ.) એ ફરમાવ્યું:

‘મોઅમીનની 3 નિશાનીઓ છે. અલ્લાહના બારામાં ઈલ્મ, જેને અલ્લાહ મોહબ્બત કરે અને જેને અલ્લાહ દુશ્મન રાખે.’

 1. મુસ્તદરકલ વસાએલ, ભાગ-12, પા. 228, પ્ર. 14
 2. વજુબો અલ હુબ્બે ફીલ્લાહ વલ બુગ્ઝે ફીલ્લાહ વલ ઈતાએ ફીલ્લાહ, હ.નં. 13925

ઈબ્ને તયમીયા કહે છે કે: મુસમાનો પર વાજીબ છે કે તેમની મોહબ્બત, નફરત, દોસ્તી અને દુશ્મની અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના કાર્યો માટે હોય. પછી તેણે તેનાથી મોહબ્બત રાખવી જોઈએ જેનાથી અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) મોહબ્બત રાખે છે અને તેનાથી નફરત કરે કે જેનાથી અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) નફરત કરે છે.

Be the first to comment

Leave a Reply