શિઆઓ સામે વિરોધીઓ એક આ પણ વાંધો ઉઠાવે છે કે તેઓ દિનમાં નવીનતા લાવ્યા છે જેમ કે કામચલાઉ નિકાહ (મુતાહ)ની પરવાનગી. એ લોકોનો એક વાંધો મુતાહ વિરુદ્ધ એ પણ છે કે આ જાએઝ નથી કારણ કે માસૂમ ઇમામો (અ.મુ.સ)એ પોતાની દીકીરીઓને આ માટે (મુતાહ)ની પરવાનગી ન આપી હતી.
મુતાહની પરવાનગી વ્યાપક રીતે પવિત્ર કુરઆન, વિશ્વસનીય હદીસમાં પણ છે (સ્વીકૃત કરેલ છે) અને સહાબીઓએ પણ આના ઉપર અમલ કરેલ છે પરંતુ આ લેખમાં અહી આ બાબતના વિગતવાર વર્ણનનો અવકાશ નથી.
માસુમ ઇમામો (અ.મુ.સ) અને મુતાહ ઉપર તેમનો દ્રષ્ટિકોણના બાબતે અહી એક રસપ્રદ ચર્ચાનો ઉલ્લેખ કરીએ છીએ.
એક રિવાયત પ્રમાણે અબ્દુલ્લાહ ઇબ્ને મા`મર અલ-લય્સીય્યાહ ઈમામ મોહમ્મદ બકીર (અ.સ) ને પડકાર આપે છે કે મને જાણવામાં આવ્યું છે કે તમે કામચલાઉ નિકાહની (મુતાહ) પરવાનગી આપો છો.
ઈમામ (અ.સ) – અલ્લાહે તેની કિતાબમાં પરવાનગી આપી છે અને પયગંબર (સ.અ.વ)ની હદીસ (સુન્નત) મંજુરી આપે છે અને સહાબીઓએ પણ આના ઉપર અમલ કર્યો છે.
અબ્દુલ્લાહ : જો કે ઉમરે તેની મનાઈ કરી છે.
ઈમામ (અ.સ) – તુ સહાબીના આદેશ ઉપર છો અને હું પયગંબર (સ.અ.વ) ની હદીસ ઉપર છું.
અબ્દુલ્લાહ : શું તમે એ જોઈ શકો કે તમારી ઔરતો આમાં શામિલ થાય?
ઈમામ (અ.સ) – આ ચર્ચામાં ઔરતોને લાવવાની કોઈ જરૂર નથી, અય મુર્ખ. ચોક્કસ જેણે પોતાની કિતાબમાં મુતાહને જાએઝ કર્યું છે અને તેના બંદાઓના માટે (મુતાહ)ની પરવાનગી આપી છે.
શું તું એ વાતથી ખુશ થઈશ કે તારી ઔરત મદીનાના કોઈ વણકર સાથે લગ્ન કરે?
અબ્દુલ્લાહ : નહી !
ઈમામ (અ.સ) – તો પછી શું કામ તું આને(મુતાહને) અયોગ્ય માનો છો જયારે કે અલ્લાહે પરવાનગી આપી છે?
અબ્દુલ્લાહ : હું આને અયોગ્ય નથી માનતો પણ વણકરને (લાયક) કોઈ જીવનસાથી નથી.
ઈમામ (અ.સ) – ચોક્કસ અલ્લાહ તેમના અમલથી ખુશ છે અને તે ઇચ્છે છે (તેમના માટે). અને અલ્લાહ તેની શાદી હુર સાથે કરાવશે. તો પછી તારે તે ઈચ્છા રાખવી જોઈએ જે અલ્લાહની ઈચ્છા છે અને તારે એવા જીવનસાથીની તલાશ કરવી જોઈએ કે જે જન્નતના બગીચાઓની પરી (હુર) ની સાથી હોઈ.
અબ્દુલ્લાહ હસ્યો અને બોલ્યો : આપના દીલમાં કઈ સંગ્રહ નથી થતો સિવાય કે ઇલ્મના વૃક્ષોને વાવવા (વાવેતર)ની જગ્યા. તે આપના માટે જઝા છે અને લોકો માટે રીઝ્ક છે.
• બેહારુલ અન્વાર ભાગ : ૪૬, પાના : ૩૫૬,અલી ઇબ્ને મુસા ઈર્બીલી (વફાત : ૬૯૩ હી.સ) ની (કીતાબ) કશ્ફુલ ગુમ્માહ માંથી
મુતાહની અનુમતિ (પરવાનગી) પર ઇમામ બકિર (અ.સ.)ની ચર્ચા
વાંચવાનો સમય: 2 મિનિટ
Be the first to comment