મરહુમ પર આપણે કેટલો વખત રડવું જોઈએ

વાંચવાનો સમય: 2 મિનિટ
 • આપણે મરણ પામેલા પર રડવું જોઈએ?
 • શું તે સુન્નત છે?
 • શું તે બિદઅત છે?
 • આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ?

મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે.

જવાબ:-

ઐતિહાસિક બનાવો સાબિત કરે છે કે રડવુ એ પયગંબર (સ.અ.વ.)એ  સ્થાપિત કરેલ  સુન્નતોમાંથી છે. મુસ્લિમો સામાન્ય રીતે મરણ પામેલાઓ પર રડે છે, લાંબા સમય સુધી રડે છે.

અસ્લમી અને બીજાઓએ નોંધ્યું છે કે જયારે અબુ તાલીબ (અ.સ.) વફાત પામયા…અને પછી ખદીજા (સ.અ.) વફાત પામયા. તેઓની વફાત પર પયગંબર (સ.અ.વ)ને એટલો બધો ગમ થયો કે તેમણે તે વરસને ‘ગમનું વરસ’ જાહેર કર્યું.

 • તબકાત ભાગ ૧, પાનું ૧૦૬.
 • તારીખે ઇબ્ને ક્સીર, ભાગ ૩, પાનું ૧૩૪
 • અલ સિરહ અલ હલબીયા, ભાગ ૧, પાનું ૩૭૩
 • અન્સા અલ મતાલીબ, પાનું ૧૧.

 

 

જયારે મુઆવીયાએ આખા વરસને ગમના વરસ તરીકે લાગુ કર્યું

મોઆવિયાએ ઉસ્માન ઇબ્ને અફ્ફાનની કપાયેલી આંગળીઓ અને લોહીથી રંગીન ખમીસ મીમ્બર પર ટાંગ્યા અને સીરિયાના લોકોએ તેનું એક વરસ ગમ મનાવ્યુ. આ સમયગાળામાં તેઓએ કસમ ખાધી કે તેઓ પોતાના બિસ્તરોમાં આરામ નહી કરે, ત્યાં સુધી કે ઉસ્માનના કાતીલોનો બદલો લઇ મારી નાખે અથવા (ખુદ) મરી જાય.

 • તારીખે તબરી, ભાગ ૩, પાનું ૭૦
 • અલ કામિલ ફી અલ તારીખ ભાગ ૩, પાનું ૧૬૧

ગમ-ત્રણ દિવસનો કે ત્રણ સદીઓનો?

શંકાકરનારાઓ અણગમા પુર્વક સ્વીકારે છે કે રડવું જાએઝ છે, પરંતુ તે વધુમાં વધુ ત્રણ દિવસો માટે હોય.

આમ છતાં, જેમ આપણે અગાઉ જોયું તેમ, ગમનો સમયગાળો મહિનાઓ સુધી લંબાવાયો છે.

અને જ્યાં સુધી હઝરત હમ્ઝાનો સંબંધ છે, મુસ્લીમ લોકોએ ત્રણ સદીઓ સુધી તે લંબાવ્યું હતું, જેમ કે અહેવાલો જાહેર કરે છે:

ઇબ્ને અસીર, અહેલે તસન્નુનના પ્રખ્યાત આલિમ, નોંધે છે કે આજ સુધી (ત્રીજી સદી હિજરી), ઔરતો પોતાના સંબંધીઓ પર રડતા પહેલા હઝરત હમ્ઝા (અ.સ.) પર ગમ કરે છે. (જેવું કે હમઝાની શહાદત પર પયગંબર સ.અ.વ.એ સૂચન કર્યું હતું)

 • અસદુલ ગાબા, ભાગ ૨, પાનું ૬૮

અહેલે તસન્નુનની વિશ્વાસપાત્ર વ્યક્તિ ઇબ્ને સાદ પણ અલ તબકાત અલ કુબરા, ભાગ ૨, પાના ૪૪, પર આમ મુજબ લખે છે.

ઇબ્ને ક્સીર, જે ઇબ્ને તય્મીયાનો વિદ્યાર્થી હતો, તેણે અલ-બીદાયા વ ન્નીહાયા ભાગ ૪, પાનાં ૪૭ પર  આ હકીકત નોંધી છે. તે આ ઘટનાને મુસ્લિમ નિશાપુરીના સિદ્ધાંત (સહીહ મુસ્લિમના લેખક)ના આધારે ભરોસાપાત્ર જણાવે છે.

સ્પષ્ટ રીતે, મરણ પામેલ પર ગમ કરવો ઇસ્લામમાં નવું નથી. પયગંબર (સ.અ.વ.)ના હુકમ મુજબ, અબુ તાલિબ (અ.સ.), ખદીજા (સ.અ.) અને હમઝા (અ.સ.)ના બનાવ મુજબ મુસ્લિમો મરણ પામેલ પર શરુથી ગમ કરતા આવ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*