નહજુલ બલાગાહ નુ ભેગુ કરવુ અને તેનુ ઊંડાણ

વાંચવાનો સમય: 3 મિનિટ

નહજુલ બલાગાહની વીસ્મયજનક ખાસીયતોમાંથી એક ખાસીયત વિવિધ વિષયોમાંથી એક અજીબો ગરીબ ઊંડાણ અને ગેહરાઇ તે વિષયોમાં જોવા મળે છે. અને દરેક વાંચનાર પહેલી વખતમાં જ તેને જોઇને ભરોસો ન કરી શકે કે કેવી રીતે એક ઇન્સાન આવી રીતે સંપૂર્ણ, અર્થસભર, મીઠાસવાળું, ઊંડાણભર્યું  અને વિવિધ બલકે વિરોધાભાસી વિષયોમાં સંપૂર્ણપણે આયોજીત અને સુસંગત રીતે કલામ પેશ કરી શકે, બેશક આ કાર્ય અમીરલ મોઅમેનીન અલી ઇબ્ને અબુ તાલીબ અ.સ. ના સીવાય બીજી કોઇ શખ્સીયત થી અશકય છે. કારણ કે:

અમીરલ મોઅમેનીન અ.સ.ની એ ઝાતે ગીરામી છે કે જેમનુ દીલ ઇલાહી ભેદોનો ખજાનો છે.

જેમની રૂહ ઇલ્મ અને જ્ઞાનનો અઝીમ સમુદ્ર છે.

જેમણે ફરમાવ્યું છે કે:

રસુલ (અ.અ.વ.) એ મને ઇલ્મના એક હજાર બાબ શીખવાડયા છે. અને મારા માટે તે દરેક બાબમાંથી હજાર બાબ ખુલ્યા છે. (કન્ઝુલ ઉમ્માલ ભા-ર, પે.૩૨૨, ૪૦૫)

આ વિષયમાં કેટલાક આલીમો અને બુધ્ધીશાળી લોકોની કબુલાત બાબત સંક્ષિપ્તમાં ઇશારો કરીશું:

(૧) નહજુલ બલાગાહનું સંકલન કરનાર સૈયદ રઝી (ર.અ.)એ ખુત્બાઓ અને કલેમાતો દરમ્યાન ટુંકાણમાં પણ ફાયદાકારક અને અર્થસભર રીતે નહજુલ બલાગાહની મહાનતા તરફ ઇશારો કર્યો છે. જે ખુબજ ધ્યાનાકર્ષક છે. જેવી રીતે કે:

ખુત્બા નં ૨૧ માં મૌલા ઇરશાદ ફરમાવે છે કે

કયામત તમારી સામે છે અને મૌત સતત તમારો પીછો કરી રહી છે, જેથી તમે હળવા થઇ જાવ અને કાફલા સાથે ભળી જાવ. અને જાણી લ્યો કે તમને બાકી બચેલઓના ઇન્તેઝારમાં રોકવામાં આવ્યા છે

અહી સૈયદ રઝી ફરમાવે છે કે:  અગર આ કલામને ખુદા અને રસુલની કલામના પછી કોઇ કલામ સાથે સરખાવવામાં આવે તો અમીરલ મોઅમેનીન હ.અલી ઇબ્ને અબુ તાલીબ અ.સ.ના કલામને બધાજ કલમો ઉપર સર્વોપરિતા પ્રાપ્ત થાય.

(નહજુલ બલાગાહ ખુત્બા નં-૨૧ પેજ નં. ૭૨, પ્રકાશન દારૂસ્સકલૈન કુમ)

(૨) ઇબ્ને અબીલ હદીદ મોઅતઝેલી શરહે નહજુલ બલાગાહ ભા-૧૧ પેજ નં. ૧૫૭ મા ફરમાવે છે:

હું તે ઝાત થી આશ્ચર્ય પામુ છુ કે જેઓ મેદાને-જંગમાં હોય છે તો એવો ખુત્બો પેશ કરે છે. જેનાથી તેમની શેરદિલી અને બહાદુરીવાળા સ્વભાવનો અંદાજ આવે છે અને પછી તે મેદાને જંગમાં પણ નસીહત માટે તૈયાર થઇ જાય તો એવુ લાગે છે કે જેમ ઝાહીદો અને રાહીબો ની જેમ નઝર આવે છે. જે ખાસ લીબાસ પહેરેલા પોતાની ઇબાદતગાહો મા ઝીંદગી ગુઝારી રહયા હોય છે. જે ન કોઈ હયવાન નુ ખુન વહાવે છે અને ન હયવાન નુ ગોશ્ત ખાય છે. તો કયારેક (બસતામ બીન કૈસ) અને (ઉતયબા બીન હારીસ) અને (આમીર બીન તુફેલ) (અજ્ઞાનતાના ઝમાનામાં આ ત્રણેય મેદાને જંગના જીતનારાઓ હતા જેમની મીસાલ આપવામા આવતી હતી)ના સ્વરૂપમાં જાહેર થાય છે તો કયારેક સુકરાતે હકીમ, યોહાના અને મસીહ ઇબ્ને મરયમના સ્વરૂપે.  હુ આ ઝાતે ગીરામી ની કસમ ખાવ છું જેની કસમ આખી ઉમ્મત  ખાય છે. મે આ ખુત્બા (ખુત્બ એ અલહાકોમુત્તકાસુર) ને પચાસ વર્ષ પહેલા વાંચ્યો હતો અને અત્યાર સુધી મા હજાર થી વધારે વખત તેને વાંચ્યો છે. પરંતુ જેટલી વખત વાંચ્યો એટલોજ વધારે ખૌફ અને વહશત અને અઝીમ બેદારીએ મારા અસ્તીત્વને હલબલાવી નાખ્યુ છે. અને દીલ અને દીમાગ મા ઊંડી અસર પૈદા કરી છે. જયારે પણ તેના વિષયોમાં ચિંતન મનન કર્યુ તો મારા ખાનદાનવાળાઓ, સબંધીઓ તથા દોસ્તોની રૂહોની યાદમાં ગુમ થઇ ગયો અને એવુ લાગે છે જાણે કે ઇમામ ખુત્બાના વાક્યોમાં મારી હાલત બયાન કરી રહ્યા છે.

જયારે કે આ સીલસીલામા કેટલાય ફસીહ અને બલીગ વાએઝ, નસીહત કરનારાએ કલામ પેશ કર્યા છે  અને હું એક થી વધુ વખત આ લેાકેાની મહેફીલોમા મજલીસો મા શરીક થયો છું……. પરંતુ જે ઇન્કેલાબ અને દીલમા અસર મૌલાના કલામ થી હાંસીલ થયો છે. તે બીજા કોઇ કલામ થી હાંસીલ નથી થયો. ન તેમના જેવો કલામ જોવા મળ્યો છે.

આવીજ રીતે બીજી જગ્યાએ લખે છે.

સુબ્હાનઅલ્લાહ કોણે આ મહામુલી ખાસીયતો, અલગતરી આવતી  અને ખુબજ મહત્વના કમાલાત તેમને (અલી અ.સ.ને) અતા કર્યા છે? છેવટે આ કેમ કરીને થયુ કે મકકાની સરઝમીનના આ માહોલમાં જેમણે  ઝીંદગી ગુઝારી જયા કોઇ હકીમ યા ફીલોસોફર ન હતા પરંતુ ઇલાહી ઓલુમ અને હીકમતે મુતઆલીયા મા અફલાતુન અને અરસ્તુ કરતા પણ વધુ જાણકાર અને ઊંડીનજરવાળા હતા. જેમણે ઇરફાન અને અખલાકના માહિર વિશ્લેષકો અને બુઝુર્ગ ઊસ્તાદોની ઝીંદગી પણ નહોતી જોઇ પણ તે સુકરાતથી પણ ઉચ્ચ નજર આવ્યા. જેઓ મકકાના રહેવાસીઓમાં તીજારત કરવાવાળાઓની દરમ્યાન તરબીયત પામ્યા પરંતુ તે એવા બહાદુર હતા કે જેઓ એકદમ વીનમ્રતાની સાથે જમીન પર કદમ રાખતા નજર આવ્યા

(શરહે નહજુલ બલાગાહ ભા-૧૬, પે.૧૪૬)

તો અમે પણ આ બુઝુર્ગ સુન્ની આલીમે દીનની સાચી વાત અને તેમની કબુલાતના તરફ ઇશારો કરતા કહીએ છીએ કે:  હા આ મહામુલ્ય કમાલાત અને વિશીષ્ઠતાઓને તેજ ઝાતે અતા કરી છે કે જેણે તેમના કાકા ના દીકરા ભાઇ હઝરત પયગમ્બર (સ.અ.વ) ને અજોડ ખુસુસીયાતોનાં સ્વરૂપે અતા ફરમાવી છે. જેથી  તેઓ લોકો વચ્ચે તેમણે જાહેર કરે અને આ ચીરાગે હીદાયત અને સઆદત તેના હાથોમા  સોંપી દે.  એટલે કે જે ખુદાએ મહેરબાને પયગમ્બરે ઇસ્લામ ને મબઉસ બે રીસાલત કર્યા (રીસાલતનો હોદ્દો આપ્યો) અને  તેમના માટે આપની ઝાત ને જ પસંદ કરીતેજ પરવરદીગારે અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.ને આ ફઝીલતો આપી પોતાના હબીબના વસી અને જાનશીન અને પોતાના વલી તરીકે ઓળખાણ કરાવી છે.

વધુ જાણકારી માટે નીચેની કીતાબો વાંચો :

૧. કીતાબ કશ્કોલ  લેખક શૈખ બહાઇ (ર.અ.) – (ભા-૩, પે.૩૯૭)

૨. કીતાબે અબકરીયહ શરીફ રઝી લેખક ડો. ઝકી મુબારક (ભા-૧, પે-૩૯૬)

૩. કીતાબે અલ અબકરીયાત લેખક અબ્બાસ મહમુદુલ આકીબ મીસરી (ભાગ-૨,પે.૧૩૮,૧૪૪,૧૪૫)

૪. કીતાબે મસાદીરે નહજુલ બલાગાહ લેખક મોહંમદ અમીન નવારી(ભા-૧ પે,૯૦)

૫. કીતાબે ઉસુલે કાફી લેખક સેકતુલ્ ઈસ્લામ કુલયની ર.અ. (ભા-૧,પે ૧૩૬)

૬. કીતાબ અલ બયાન લેખક સૈયદ અબુલ કાસીમ ખુઇ ર.અ.

(કીતાબ આશનાઈ બા નહજુલ બલાગાહ ઇમામ અલી  લેખક સૈયદ જાફર હુસૈનીમાંથી)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*