ખલીફાની નિમણુંક બાબતે ઉમ્મતના ઈજમાની પધ્ધતિનું જુઠાણું

વાંચવાનો સમય: 2 મિનિટ

સુનને અબી દાઉદ અલ સજીસ્તાનીનો મત કે ઉમ્મત તેમના બાબતે એકમત હશે.[1] તે નીચે પ્રમાણેના કારણોસર નબળી છેઃ

૧. તે સ્પષ્ટ છે કે કોઈ કાર્ય ત્યારેજ તેના કર્તાની સાથે સાંકળી શકાય છે જ્યારે તે કાર્ય ઈખ્તેયારથી કોઈપણ બળજબરી વિના કરવામાં આવ્યું હોય. તેથી જો આપણે કબુલી પણ લઈએ કે અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ કહ્યું કે “તેઓ એકમત થશે.” તે ઉમ્મતનો આ ઈજમાઅ તેમના ઈખ્તેયાર સાથેજ થયેલો હોય તોજ લાગુ પાડી શકાય. શું તમે નથી સમજતા કે એ અયોગ્ય છે કે કોઈ માણસ એવુ જાહેર કરે કે તમામ ઉમ્મતે ઈસ્લામી પછી તે મક્કા, મદીનાના લોકો હોય, ફકીહો, મશ્હુર હદીસવેત્તાઓ, પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓ અને તાબેઈન એક ચોક્કસ સમયે યઝીદની મુસલમાનોના ખલીફા તરીકે નિમણુંક માટે એકમત હતા? પરંતુ તે દોવો કરે છે કે તેઓ તેની નિમણુંક માટે અને તેની ખલીફા તરીકેની પસંદગી માટે એકમત હતા. તેના કરતા તે વલીદ ઈબ્ને યઝીદની મુસલમાનોના ખલીફા તરીકે નિમણુંક માટે એકમત હોવાનો દાવો કરે છે.

૨. અગર આપણે આ પધ્ધતિને આધાર બનાવીએ તો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ અ.સ. અને ઈમામ હસન અ.સ.નું નામ પણ ખલીફાઓની યાદીમાંથી નિકળી જશે કારણકે શામવાળા આ બંનેનો વિરોધ કરતા હતા અને તેઓ તેમના દુશ્મનને મદદ કરતા હતા.

૩. આ ભાગ હોય તેવું લાગે છે કારણકે તે ઘણી બધી સહીહ અને મુતવાતિર હદીસો કે જે આ વિષય ઉપર લખાયેલી છે તેમા જોવા મળતો નથી. તેથી તે ખુબજ પ્રબળ શકયતા રહેલી છે કે આ ભાગ કે ઈસ્લામી ઉમ્મત તેમના બધા ઉપર એકમત થશે.” તે રાવીએ ઉમેરેલો હોય, શકય છે હદીસ સમજાવવા માટે લખ્યું હોય.

અગર આપણે તે માની લઈએ કે આ ભાગ મુળ હદીસનો છે પછી જયારે ખુટતા વાકય અને ઉમેરેલા વાકયમાં વિરોધાભાસ હોય તો નિયમ મુજબ ઉમેરેલો ભાગ ભરોસાપાત્ર ગણાતો નથી. તેજ વસ્તુ અહીં પણ લાગુ પડે છે કારણકે મોટા ભાગની હદીસોમાં આ ઉમેરેલું વાકય જોવા મળતું નથી અને ફકત અબુ દાઉદે તેને નકલ કરેલ છે.

તેથી મોટા ભાગની હદીસો જે સહીહ અને મુતવાતિર છે જેને સહાબીઓના સમુહ જેવા કે અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદ અને જાબીર ઈબ્ને સમરાહ અને ઘણા તાબેઈને વર્ણવી છે તેને ફકત એક હદીસ માટે અવગણવી તે અયોગ્ય અને ગલત છે.

તેથી આ વાકયના જુઠાણાની આટલી મોટી શકયતાને અવગણવી ખોટી ગણાશે?

૪. અગર આપણે એમ માની પણ લઈએ કે આ વાકય સાચુ છે અને મુળ હદીસમાં જોવા મળે છે પણ તે બીજા વાકયો સાથે સંકળાયેલું છે જે ઘણી બધી હદીસોમાં જોવા મળે છે:

– બધા હિદાયત અને દીને હકની સાથે કામ કરશે.

– અગર તેઓ ન હોતે તો ઝમીન તેના રહેવાવાળા સહીત ખતમ થઈ જતે.

– તેઓ ઈસા અ.સ.ના સાથીઓ અને બની ઇસ્રાઈલના સરદારો જેવા છે અને

– ખિલાફત ફકત તેમના પુરતી મર્યાદિત છે.

તેથી તેમ માનવું કે આ વાકય મુળ હદીસનો ભાગ નથી તેજ ખરૂ અર્થઘટન છે અને સાચું અર્થઘટન એ છે કે ઉમ્મત ૧૨ ઈમામોની ઈમામત ઉપર એકમત થશે અને તેમની ખિલાફતને કબુલ કરશે ઈમામ મહદી અ.સ.ના ઝુહુર પછી.

  • (મુન્તખબુલ અસર, ભાગ-૧, નબા પબ્લીકેશન, તેહરાન, ઈરાન. લેખક આયતુલ્લાહ લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની અલ્લાહ તેમને લાંબી વય અતા કરે માંથી.)

[1] તારીખુલ ખોલફા, પાના નં. ૧૦

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*