કુરઆન અને હદીસ પ્રમાણે, જે મુસલમાન પોતાના ઝમાનાના હુજ્જત (ઈમામ)ની સામે જંગ કરે તે જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે બદતર છે.
ઈમામ મોહમ્મદ બાકીર અ.સ ઈમામ અલી અ.સ સામે જંગ કરનારાઓ વિષે ચર્ચા કરતા ફરમાવે છેઃ જાણો છો આ લોકો વધારે ગુનેહગાર છે એ લોકો કરતા કે જેણે પવિત્ર પયગંબર સ.અ.વ. સામે જંગ કરી.
આપ અ.સ. ને પૂછવામાં આવ્યું : એ ફરઝંદે રસુલ આ કેવી રીતે ?
આપ અ.સ. એ ફરમાવ્યું – તે લોકો જાહેલિયતના ઝમાનામાંથી હતા જયારે આ લોકોએ તો કુરઆન પઢયું હતું અને લોકોના દરજ્જાઓ જાણતા હતા તેમ છતાં આ લોકોને ઇલ્મ હોવા છતાં આવું કાર્ય કર્યું
• મુસ્તદરક અલ-વસાએલ ભાગ : ૧૧ પાના : ૬૨, ૬૬
• મનાકીબ અલ- અબી તાલીબ અ.સ. ભાગ : ૩ પાના : ૨૧૮
• બેહાર અલ-અન્વાલ ભાગ : ૩૨ પાના : ૩૨૨
જમલ, સીફ્ફીન અને નહરવાનના લોકો, જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે ખરાબ છે (બદતર છે)
વાંચવાનો સમય: < 1 મિનિટ
Be the first to comment